ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના કાર્યવાહક અધ્યક્ષ સીકે ખન્ના શનિવારે રાષ્ટ્રીય રાજધાનીમાં યોજાયેલી પ્રશાસકોની સમિતિ (CoA)ની બેઠકથી અળગા રહ્યાં હતા. આ દરમિયાન તેઓ ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલી સાથે મુલાકાત કરવા પહોંચી ગયા હતાં. તેમણે 30 મેથી શરૂ થઈ રહેલા વર્લ્ડકપ માટે કોહલીને શુભકામના જરૂર આપી હતી. કોહલી હાલ ઈન્ડિયન પ્રીમિયર લીગમાં રોયલ ચેલેન્જર્સ બેંગલોરનું નેતૃત્વ કરી રહ્યો છે.

રવિવારે ફિરોઝશાહ કોટલામાં દિલ્હી કેપિટલ્સ અને કોહલીની બેંગલોર વચ્ચે મેચ રમાવવાની હોઈ કોહલી આ સમયે દિલ્હીમાં છે. CoAની બેઠકમાં જવાનું ટાળીને વિરાટ કોહલી સાથે મુલાકાત કરવાને લઈને આશ્ચ્રર્ય અને અનેક તર્ક વિતર્ક સર્જાયા હતાં. આ મામલે તેમણે કહ્યું હતું કે, હું કોહલી અને તેની ટીમને વિશ્વ કપ માટે શુભકામના આપવા ઈચ્છતો હતો.

ખન્નાએ સવારે સીઓએને એક મેલ કર્યો હતો, જેમાં તેમણે બેઠકમાં ન આવવા માટે પારિવારિક કારણોનો હવાલો આપ્યો હતો. આ મેલની કોપી મીડિયામાં પણ વહેતી થઈ ગઈ હતી. ખન્નાએ આ મેલ સવારે 0.14 કલાકે મોકલ્યો હતો, જ્યારે બેઠક 10 કલાકે શરૂ થઈ ગઈ હતી. બીસીસીઆઈના મુખ્ય કાર્યકારી અધિકારી રાહુલ જૌહરીએ 21 એપ્રિલે જ ત્રણેય અધિકારીઓને બેઠક વિશે જણાવી દીધું હતું.

બીસીસીઆઈના એક અધિકારીએ જણાવ્યું કે, કોષાધ્યક્ષ અનિરૂદ્ધ ચૌધરીએ સીઓએને પહેલા જ જણાવી દીધું હતું કે, તે બેઠકમાં આવશે નહીં, જ્યારે ખન્નાએ છેલ્લી ઘડીએ પારિવારિક કારણોનો હવાલો આપીને બેઠકને નજરઅંદાજ કરી હતી અને કોહલીને મળવા પહોંચી જતા અનેક તર્ક વિતર્કો સર્જાયા હતાં.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post CoAસાથેની બેઠક છોડી BCCIઆ કાર્યકારી અધ્યક્ષ કોહલીને મળતા એનક તર્ક-વિતર્ક appeared first on Sandesh.



from Sports – Sandesh http://sandesh.com/bcci-acting-president-ck-khanna-skip-meeting-with-coa-and-meet-virat-kohli/
via Best Gujarati News

0 Comments