રાજસ્થાને હૈદરાબાદને હરાવી પ્લે ઓફની રેસ વધુ રોચક બનાવી
। જયપુર ।
રાજસ્થાન રોયલ્સે સનરાઇઝર્સ હૈદરાબાદને સાત વિકેટે પરાજય આપી આઈપીએલ-૧૨માં પ્લે ઓફમાં પ્રવેશવાની આશા જીવંત રાખવાની સાથે આ રેસ વધુ રોમાંચક બનાવી દીધી છે. સનરાઇઝર્સ હૈદરાબાદે પ્રથમ બેટિંગ કરતાં મનીષ પાંડેને ૬૧ રન અને ડેવિડ વોર્નરના ૩૭ રનની મદદથી સંગીન શરૂઆત કર્યા બાદ ધબડકો થતાં ૨૦ ઓવરના અંતે ટીમ આઠ વિકેટ ગુમાવી ૧૬૦ રન બનાવી શકી હતી. ૧૬૧ રનના લક્ષ્યાંક સામે રાજસ્થાને ૧૯.૧ ઓવરમાં ત્રણ વિકેટના નુકસાને લક્ષ્યાંક મેળવી લીધો હતો. રાજસ્થાન રોયલ્સના ૧૨ મેચ બાદ ૧૦ પોઇન્ટ થઈ ગયા છે અને પ્લે ઓફમાં પ્રવેશવા માટે બાકીની બંને મેચ જીતવા ઉપરાંત પોતાનો રનરેટ પણ સુધારવો પડશે.
૧૬૧ રનના ટાર્ગેટ સામે ટર્નર અને રહાણેએ આક્રમક શરૂઆત અપાવતાં પ્રથમ વિકેટ માટે ૭૯ રન જોડયા હતા. લિવિંગ્સ્ટોન ૪૪ રનના અંગત સ્કોરે આઉટ થયા બાદ રહાણે પણ ૯૩ રનના કુલ સ્કોરે આઉટ થયો હતો. સ્મિથ અને સેમસને ટીમને જીતની નજીક પહોંચાડી દીધી હતી. સ્મિથ ૨૨ રન બનાવી આઉટ થયા બાદ ટર્નર અને સેમસને ટીમને ૧૯.૩ ઓવરમાં વિજય અપાવ્યો હતો.
અગાઉ પ્રથમ બેટિંગ કરતાં ઓપનર કેન વિલિયમ્સન (૧૩)ના આઉટ થયા બાદ વોર્નર તથા પાંડેએ બીજી વિકેટ માટે ૭૫ રનની ભાગીદારી નોંધાવી હતી. વોર્નરે તેના સ્વભાવથી વિરુદ્ધની બેટિંગ કરી હતી. તેણે ૩૨ બોલમાં ૩૭ રન બનાવ્યા હતા પરંતુ તેમાં એક પણ બાઉન્ડ્રી તથા સિક્સર પણ ફટકારી નહોતી. પાંડેએ ૩૬ બોલમાં નવ બાઉન્ડ્રી વડે ૬૧ રન બનાવ્યા હતા. રસપ્રદ બાબત એ છે કે પૂરી ઇનિંગ્સમાં છેલ્લા બોલે રશિદ ખાને એકમાત્ર સિક્સર ફટકારી હતી. રશિદે આઠ બોલમાં એક બાઉન્ડ્રી તથા એક સિક્સર વડે અણનમ ૧૭ રન બનાવ્યા હતા. ફિલ્ડિંગમાં ઉનડકટે કોટ એન્ડ બોલ્ડ સહિત ત્રણ કેચ ઝડપ્યા હતા. જેને કારણે જયદેવ ઉનડકટને મેન ઓફ ધ મેચ જાહેર કરાયો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post રાજસ્થાને હૈદરાબાદને હરાવી પ્લે ઓફની રેસ વધુ રોચક બનાવી appeared first on Sandesh.
from Sports – Sandesh http://sandesh.com/rajasthan-hyderabad-hara/
via Best Gujarati News
0 Comments