ગત ચેમ્પિયન ઓસ્ટ્રેલિયન ટીમે આઈસીસી વર્લ્ડ કપ માટે પોતાની ટીમની જાહેરાત કરી દીધી છે. 15 સભ્યોની ટીમમાં બેટ્સમેન પીટર હેંડ્સકોમ્બ અને ઝડપી બોલર જોશ હેજલવુડને બહાર રાખવામાં આવ્યા છે, જ્યારે સ્ટીવ સ્મિથ અને ડેવિડ વોર્નરની ટીમમાં વાપસી કરવામાં આવી છે.

આઈસીસી ક્રિકેટ વર્લ્ડ કપ 2019 ICC Cricket World Cup 2019)ની શરૂઆત 30 મેના રોજ થશે. આ વખતે વર્લ્ડકપ ઈંગ્લેન્ડ અને વેલ્સમાં રમાનાર છે.

ઓસ્ટ્રેલિયાની ટીમ: એરોન ફિંચ (કેપ્ટન), જેસન બેહરેનડોર્ફ, એલેક્સ કેરી (વિકેટકીપર), નાથન કૂલ્ટર નાઇલ, પેટ કમિંસ, ઉસ્માન ખ્વાજા, નાથન લિયોન, શોન માર્શ, ગ્લેન મેક્સવેલ, ઝે રિચર્ડસન, સ્ટીવ સ્મિથ, મિશેલ સ્ટાર્ક, માર્કસ સ્ટોઈનિસ, ડેવિડ વોર્નર, એડમ જામ્પા.

બોલ ટેંપરિંગ મામલામાં એક વર્ષના પ્રતિબંધ બાદ સ્ટીવ સ્મિથ અને ડેવિડ વોર્નર પર ક્રિકેટ ઓસ્ટ્રેલિયા (CA)એ ભરોસો મૂક્યો છે. બન્ને ખેલાડીઓ હાલ આઈપીએલમાં પોતાનું ફોર્મ પરત મેળવી રહ્યા છે.

લીગમાં વોર્નર હાલ ટોપ પર છે. તેમને અત્યાર સુધી 7 ઈનિંગોમાં 400 રન બનાવ્યા છે. બીજી બાજુ સ્મિથ (6 ઈનિંગમાં 186 રન) પોતાનું ફોર્મ મેળવવા માટે પુરજોરમાં કોશિશ કરી રહ્યું છે. હવે બન્નેના અનુભવના કારણે ઓસ્ટ્રેલિયન ટીમ ફરી એક વખત વર્લ્ડકપ જીતવામાં સફળ થાય છે કે નહીં, તે આવનારો સમય બતાવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post ICC વર્લ્ડકપ માટે ઓસ્ટ્રેલિયન ટીમની જાહેરાત, જાણો ટીમમાં કોને કોને મળ્યું સ્થાન appeared first on Sandesh.



from Sports – Sandesh http://sandesh.com/smith-and-warner-return-in-australia-s-world-cup/
via Best Gujarati News

0 Comments