રોડ પર ફરતા આવારા કુતરાઓના ખાવાના કોઈ ઠેકાણા હોતા નથી. પરંતુ કેટલાક લોકો માનવતા દાખવીને આવા રખડતા કુતરાઓને ઘણી વખત ખાવાનું આપે છે. જ્યારે હવે મુંબઈના કાંદવલી ખાતે એક હાઉસિંગ સોસાયટીમાં રહેતા બે લોકોને આવું કરવું ભારે પડ્યું છે અને રખડતા કુતરાઓને ખાવાનું આપવા બદલે તેમના પર 3.5 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે.

મીડિયા રિપોર્ટ મુજબ કાંદિવલી પશ્ચિમ સ્થિત મહાવીર નગરની નિસર્ગ હૈવેન કો-ઓપરેટિવ હાઉસિંગ સોસાયટીમાં ગત વર્ષ મે મહિનામાં એક વાર્ષિક બેઠક થઈ હતી. આ બેઠકમાં રખડતા અને આવારા કુતરાઓની સમસ્યાના ઉકેલ માટે તેમને આવા કુતરાઓને ખાવાનું આપવા વાળા લોકો પર દંડની જોગવાઈ કરી હતી.

રિપોર્ટ મુજબ સોસાયટીમાં રહેનારી નેહા દતવાનીએ કહ્યું કે,‘રખડતા કુતરાઓને ખાવાનું આપવા બદલ સોસાયટીએ મને 3.5 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. ફેબ્રુઆરી મહિનામાં મારું મેન્ટનેંસ બિલ 3,26,818 રૂપિયા આયું હતું. ઉપરાંત મારી ઉપર 21 ટકાના દરે દર મહિને વ્યાજ પણ લગાવવામાં આવ્યું છે. હું સોસાયટી મેન્ટનેંસની ચૂકવણી સતત યોગ્ય સમય કરું છું. પરંતુ દંડની ચૂંકવણી કરવા માટે મે સાફ ઇન્કાર કર્યો છે.’

મીડિયા રિપોર્ટ મુજબ સોસાયટીએ નેહા ઉપરાંત અન્ય એક શખ્સ કેતન શાહને પણ જુલાઈ મહિનામાં પહેલીવાર 2500 રૂપિયા પ્રતિ દિવસનો દંડ ફટકાર્યો હતો. આ સાથે જુલાઈ મહિનામાં બન્ને પર કુલ 7500 રૂપિયાનો દંડ લગાવવામાં આવ્યો છે. ત્યાર બાદ બન્ને પર આગામી ચાર મહિને 75-75 હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. જોકે હવે બન્ને આ નિયમ વિરુદ્ધ એક પ્રાણી અધિકાર સંસ્થાને સંપર્ક કર્યો છે, જેના પછી દંડ લગાવવાનું સમાપ્ત થયું પરંતુ વ્યાજ સતત વધતો રહ્યો.

રિપોર્ટ મુજબ સોસાયટીના ચેરમેન કહ્યું કે અમને સોસાયટીના કેટલાક સભ્યો સતત રખડતા કુતરાઓ વિશે ફરિયાદો કરતા હતા. સાફ-સફાઈ વાળા પણ સફાઈ કરવાનો ઇન્કાર કર્યો હતો. ઉપરાંત આ કુતરાઓ દ્વારા હુમલાની ફરિયાદો પણ સોસાયટીના ઘણા સભ્યોએ કરી. આ ફરિયાદોના કારણે સોસાયટી કમિટિએ દંડની જોગવાઈનો નિર્ણય લીધો. ઉપરાંત કુતરાઓને સોસાયટીની બાહર ખાવાનું આપવાનું પણ કહ્યું. જે સોસાયટીને અંદર ખાવાનું આપશે તેને દંડ ફટકારવામાં આવશે એવું નક્કિ કરવામાં આવ્યું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post રખડતા કુતરાઓ માટે માનવતા દાખવી પડી ભારે, 3.5 લાખ રૂપિયાનો થયો દંડ appeared first on Sandesh.



from India – Sandesh http://sandesh.com/two-people-fine-for-2500-per-day-for-feeding-stray-dogs-in-mumbai/
via Best Gujarati News

0 Comments