જો હેમાને મત નહીં આપો તો હું પાણીની ટાંકી પર ચડી જઈશ : ધર્મેન્દ્ર
બોલીવુડ અભિનેતા અને હિમેન તરીકે જાણીતા ધર્મેન્દ્ર પોતાની પત્ની અને એભિનેત્રીએ હેમા માલિનીના સમર્થનમાં ચૂંટણી રેલીને સંબોધિત કરવા મથુરા પહોંચ્યા હતાં. અહીં ધર્મેન્દ્રએ ફિલ્મી અંદાજમાં મતદાતાઓને હેમાને મત આપવાની અપીલ કરી હતી.
ધર્મેન્દ્રએ કહ્યું હતું કે, પંજાબથી લઈને આસામ સુધી અને કન્યાકુમારીથી લઈને કાશ્મીર સુધીનો દરેક બાળક અને દરેક વૃદ્ધ ભારત દેશને પોતાની માતા સમજે અને ભારત દેશની ઉન્નતી માટે તનતોડ મહેનત કરો. આપણે ભારતને માતા કહીએ છીએ. હવે તેને માતા માનવાનું પણ શરૂ કરી દો અને તેની તરફ આંખ ઉઠાવીને જોનારાની આંખ ફોડી નાખો.
Mathura: Actor Dharmendra campaigns for Hema Malini, BJP MP & party's candidate from the Parliamentary constituency. #LokSabhaElections2019 pic.twitter.com/yD9wKDWsKA
— ANI UP (@ANINewsUP) April 14, 2019
ધર્મેન્દ્રએ ફિલ્મ શોલેના વીરૂના અંદાજમાં ચૂંટણી સભાને સંબોધિત કરી. ધર્મેન્દ્રએ ગામલોકોને પોતાની બસંતી માટે મત આપવાની અપીલ કરતા કહ્યું હતું કે, ગાંવવાલો અગર આપ ને હેમા માલિની કો અચ્છે વોટો સે નહીં જીતાયા તો મેં ઈસ ગાંવ કી ટંકી હૈ ના.. મેં ઉસ પર ચડ જાઉંગા. ધર્મેન્દ્રનો આ ડાયલોગ સાંભળી જનસભામાં તાળીઓનો ગડગડા થયો હતો.
ધર્મેન્દ્રના મથુરા આવવાથી ખુશ ખુશાલ હેમા માલિનીએ સોશિયલ મીડિયા પર એક ખાસ ફોટો પણ શેર કર્યો હતો અને લખ્યું હતું કે, આજે મારા માટે ખાસ દિવસ છે. ધર્મેન્દ્રજી આજે આખો દિવસ મારા માટે ચૂંટણી પ્રચાર કરી રહ્યાં છે. લોકો તેમને જોવા અને સાંભળવા બેતાબ છે. આ ફોટો મારા મથુરાના ઘર ખાતે ચૂંટણી સભામાં જતા પહેલા લેવામાં આવ્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post જો હેમાને મત નહીં આપો તો હું પાણીની ટાંકી પર ચડી જઈશ : ધર્મેન્દ્ર appeared first on Sandesh.
from India – Sandesh http://sandesh.com/dharmendra-campaigns-for-hema-malini-in-filmy-style/
via Best Gujarati News
0 Comments