આજે ભારતીય ટીમમાં ચોથા સ્થાન માટે નક્કી થશે ખેલાડી, જાણો કોણ છે પ્રબળ દાવેદારો!
ક્રિકેટના મહાકુંભનો આગામી ૩૦મી મેના રોજથી ઇંગ્લેન્ડ એન્ડ વેલ્સ ખાતે પ્રારંભ થઈ રહ્યો છે. વર્લ્ડ કપ માટે આજે ૧૫ સભ્યોવાળી ભારતીય ટીમ જાહેર થશે ત્યારે પસંદગીકારો માટે મુખ્ય મુદ્દો બીજા વિકેટકીપર અને ચોથો ક્રમ પર ખાસ ચર્ચા રહેશે.
ઓસ્ટ્રેલિયા સામે ઘરઆંગણે યોજાયેલી સિરીઝ બાદ ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ કહ્યું હતું કે, ટીમ લગભગ નક્કી છે અને એક સ્થાન બાકી છે. દરમિયાન ૧૧ ખેલાડીઓની ટિકિટ કન્ફર્મ ગણાય છે ત્યારે બાકીના ચાર ખેલાડીઓ માટે રાયડુ, લોકેશ રાહુલ, દિનેશ કાર્તિક, રિષભ પંત, વિજય શંકર અને રવીન્દ્ર જાડેજા દાવેદાર ગણાઈ રહ્યા છે. દરમિયાન યુવા બેટ્સમેન પૃથ્વી શો અને ઝડપી બોલર નવદીપ સૈનીને પણ લોટરી લાગી શકે છે.
રિઝર્વ વિકેટકીપર તરીકેના સ્થાન માટે યુવા રિષભ પંત અને અનુભવી દિનેશ કાર્તિક વચ્ચે મુકાબલો રહેશે. ટીમ ઈન્ડિયાની છેલ્લી સિરીઝમાં દિનેશ કાર્તિકને ડ્રોપ કરાયો હતો. તે વખતે એવું હતું કે, પંતનું વર્લ્ડ કપની ટીમમાં સ્થાન નિશ્ચિત હતું પરંતુ ઓસ્ટ્રેલિયા સામે તેનું ખરાબ પ્રદર્શન રહ્યું હતું.
તેણે વિકેટ પાછળ ઘણી ભૂલો કરવાની સાથે બેટિંગમાં પણ ફ્લોપ રહ્યો હતો. વર્લ્ડ કપમાં વિકેટકીપિંગ ધોનીને કરવાની છે એટલે પંતની ભૂમિકા એક બેટ્સમેન સુધી સીમિત રહેશે. તેનું આક્રમક બેટ્સમેન હોવું તેના પક્ષમાં જાય છે પરંતુ તેના ખરાબ ફોર્મ અને અતિ ઉત્સાહે દિનેશ કાર્તિકને ફરી રેસમાં લાવી દીધો છે.
તેમ છતાં પંત એકથી સાત કોઈ પણ નંબરે બેટિંગ કરવામાં સક્ષમ હોવા ઉપરાંત તે ડાબોડી બેટ્સમેન છે તેમજ આઈપીએલમાં શાનદાર દેખાવ કરી રહ્યો હોવાને કારણે તેને તક મળે તેવી શક્યતા વધુ જણાય છે.
વેઇટિંગમાં રહી જશે રાયડુ?
ચોથા સ્થાન માટે ભારતે છેલ્લા બે ત્રણ વર્ષોમાં ઘણા પ્રયોગ કર્યા છે જે પૈકી અંબાતી રાયડુ છેલ્લા એક વર્ષથી ફોર્મમાં હતો. નંબર ચાર પર વિરાટ કોહલી પણ તેના પ્રદર્શનથી ખુશ હતો. તેણે કહ્યું પણ હતું કે, રાયડુના રૂપમાં ટીમને ચાર નંબર પર રમનાર બેટ્સમેન મળી ગયો છે.
પરંતુ છેલ્લી કેટલીક સિરીઝમાં રાયડુનો દેખાવ સામાન્ય રહ્યો છે જે તેના માટે ખતરો સાબિત થઈ રહ્યો છે. આઈપીએલમાં પણ તે ખાસ દેખાવ કરી શક્યો નથી. આથી ૧૫ ખેલાડીઓની ટીમમાં સ્થાન મળવું મુશ્કેલ લાગી રહ્યું છે.
૧૧ ખેલાડીઓની ટિકિટ કન્ફર્મ
બેટ્સમેન : વિરાટ કોહલી (કેપ્ટન), શિખર ધવન, રોહિત શર્મા, કેદાર જાધવ, મહેન્દ્રસિંહ ધોની.
ઓલરાઉન્ડર્સ : હાર્દિક પંડયા.
ઝડપી બોલર : જસપ્રીત બુમરાહ, ભુવનેશ્વરકુમાર, મોહંમદ શમી.
સ્પિનર : યૂઝવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post આજે ભારતીય ટીમમાં ચોથા સ્થાન માટે નક્કી થશે ખેલાડી, જાણો કોણ છે પ્રબળ દાવેદારો! appeared first on Sandesh.
from Sports – Sandesh http://sandesh.com/today-will-be-the-fourth-ranked-team-player-who-is-the-reigning-know/
via Best Gujarati News
0 Comments