ચેન્નઈની ૮ મેચમાં સાતમી જીત, કોલકાતાનો સતત ત્રીજો પરાજય
। કોલકાતા ।
ઇમરાન તાહિર અને શાર્દુલ ઠાકુરની વેધક બોલિંગ બાદ સુરેશ રૈનાની અર્ધી સદી તેમજ રવીન્દ્ર જાડેજાના ૧૭ બોલમાં અણનમ ૩૧ રનની મદદથી ચેન્નઈ સુપર કિંગ્સે કોલકાતા નાઇટ રાઇડર્સને તેના ઘરઆંગણે પાંચ વિકેટે પરાજય આપ્યો હતો. કોલકાતાએ પ્રથમ બેટિંગ કરતાં આઠ વિકેટના નુકસાને ૧૬૧ રન બનાવ્યા હતા જેના જવાબમાં ચેન્નઈ સુપર કિંગ્સે ૧૯.૪ ઓવરમાં પાંચ વિકેટના નુકસાને લક્ષ્યાંક મેળવી લીધો હતો. ચેન્નઈ સુપર કિંગ્સનો આઠ મેચમાં આ સાતમો વિજય હતો અને ટીમ પોઇન્ટ ટેબલમાં ૧૪ પોઇન્ટ સાથે પ્રથમ નંબરનું સ્થાન વધુ મજબૂત કર્યું હતું. બીજી તરફ સિઝનની શરૂઆતમાં પાંચમાંથી ચાર મેચ જીતનાર કોલકાતા નાઇટ રાઇડર્સનો આ સતત ત્રીજો પરાજય હતો. નવમી એપ્રિલે ચેન્નઈએ અને ૧૨મી એપ્રિલે દિલ્હી કેપિટલ્સે હાર આપી હતી. હવે ચેન્નઈ સામે સતત બીજા હાર હતી.
પ્રથમ બેટિંગ કરવા ઊતરેલી કોલકાતા નાઇટ રાઇડર્સને ૩૮ રનના સ્કોરે સુનીલ નરેનના રૂપમાં પ્રથમ ઝટકો લાગ્યો હતો. નીતીશ રાણા અને લિને બીજી વિકેટ માટે ૪૧ રન જોડયા હતા. બંને સેટ હતા ત્યારે તાહિરે રાણા અને ઉથપ્પાને આઉટ કરી કોલકાતાને ડબલ ઝટકો આપ્યો હતો. લિને તોફાની બેટિંગ કરતાં પોતાની અડધી સદી પૂર્ણ કરી હતી. તે ૮૨ રને પહોંચ્યો ત્યારે તાહિરે ચેન્નઈને વધુ એક સફળતા અપાવતાં લિનને પેવેલિયન મોકલ્યો હતો. ટીમને રસેલ પાસે ફરી એક વખત આક્રમક બેટિંગની આશા હતી પરંતુ તે માત્ર ૧૦ રન બનાવી તાહિરનો શિકાર બન્યો હતો. રસેલ આઉટ થયા બાદ કોલકાતાનો રનરેટ પણ ઘટી ગયો હતો. કોલકાતાએ છેલ્લી પાંચ ઓવરમાં ૨૮ રન બનાવ્યા હતા અને ત્રણ વિકેટ ગુમાવી હતી.
૧૬૨ રનના ટાર્ગેટ સામે વોટસન છ રન બનાવી આઉટ થયો હતો પરંતુ ડુ પ્લેસીએ તોફાની શરૂઆત કરતાં પાંચ ઓવરમાં ટીમનો સ્કોર ૪૪ રને પહોંચાડયો હતો. નરેને કોલકાતાને સફળતા અપાવતાં ડુ પ્લેસીને આઉટ કર્યો હતો જ્યારે પીયૂષ ચાવલાએ અંબાતી રાયડુ અને કેદાર જાધવને આઉટ કરતાં ચેન્નઈએ ૮૧ રનમાં ચાર વિકેટ ગુમાવી દીધી હતી. ધોનીએ રૈના સાથે ટીમનો સ્કોર ૧૦૦ રનની પાર પહોંચાડયો ત્યારે નરેને ધોનીને આઉટ કર્યો હતો. ટીમને વિજય અપાવવાની જવાબદારી રૈના અને જાડેજા પર આવી ગઈ હતી. બંનેએ છઠ્ઠી વિકેટ માટે ૪૧* રનની ભાગીદારી નોંધાવતાં ૧૯.૪ ઓવરમાં જીત અપાવી હતી.
તાહિરે મુરલીધરનનો રેકોર્ડ તોડયો
તાહિરે આ મેચમાં ચાર વિકેટ ઝડપવાની સાથે ૩૫ કે તેથી વધુ વય વાળા ક્રિકેટરમાં સૌથી વધુ વિકેટ ઝડપવાનો રેકોર્ડ બનાવ્યો હતો. તાહિરના નામે હવે ૬૬ વિકેટ છે અને તેણે મુરલીધરનનો રેકોર્ડ તોડયો હતો. મુરલીધરને ૬૩ વિકેટ ઝડપી હતી. તે પછી શેન વોર્ન ૫૭, આશિષ નેહરા ૪૬ અને અનિલ કુંબલેએ ૪૫ વિકેટ ઝડપી હતી. તાહિર ૪૦ કે તેથી વધુ વયે એક ઇનિંગમાં ચાર વિકેટ ઝડપનાર ચોથો બોલર બન્યો હતો. તાહિર પહેલાં શેન વોર્ન, પ્રવીણ તાંબે અને બ્રેડ હોગે પણ આ સિદ્ધિ મેળવી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post ચેન્નઈની ૮ મેચમાં સાતમી જીત, કોલકાતાનો સતત ત્રીજો પરાજય appeared first on Sandesh.
from Sports – Sandesh http://sandesh.com/chennai-8-match-seventh-only/
via Best Gujarati News
0 Comments