મેહુલ ચોક્સીએ HCમાં કરી અરજી, કહ્યું- નાદુરસ્ત તબિયતને કારણે ભારત પાછો ફરવામાં અસમર્થ
પીએનબી કૌબાંડનો આરોપી મેહુલ ચોક્સી લગભગ એક વર્ષથી ભારતીય કાયદાથી નાસતો ફરી રહ્યો છે તેણે ભારત પાછા ફરવા અંગે પોતાની અશક્તિ અંગેની અરજી ધ્યાનમાં નહીં લેવા બદલ બોમ્બે હાઇકોર્ટમાં ધા નાખી છે.
દેશ છોડી નાસી જવા પૂર્વે ચોક્સીએ એન્ટિગુઆનું નાગરિક્ત્વ મેળવ્યું હતું. અને ભારત પાછા નહીં ફરવા માટે પોતાની તબિયત નાદુરસ્ત હોવાનું કારણ આપ્યું છે. આ પહેલા તેણે પ્રિવેન્શન ઓફ મની લોન્ડરીંગ એક્ટ(પીએમએલએ) હેઠળ કોર્ટમાં જણાવ્યું હતું કે પોતાને લાંબા સમયથી હ્રદયની બિમારી છે અને મગજમા લોહીનો ગઠ્ઠો જામી ગયો છે. આથી, તે ભારતનો પ્રવાસ કરી શકે એમ નથી. પીએમએલએ કોર્ટમાં પોતાની અરજી ધ્યાનમાં નહીં લેવા બદલ ચોક્સીએ બોમ્બે હાઇકોર્ટમાં નવેસરથી અરજી કરી છે.
પોતાના વકીલ મારફત નોંધાવેલી અરજીમાં ચોક્સીએ એવો દાવો કર્યો છે કે એન્ટિગુઆમાં સતત તબીબી તપાસ હેઠળ રહેવા ડોકટરોએ જણાવ્યું છે. અને તબિયતને અસર થાય એમ હોવાથી પ્રવાસને ટાળવો જોઇએ. ભારતમાં અસંખ્ય કેસોમાં ચોક્સીની તલાશ છે અને ભારતે તેના પ્રત્યાર્પણની પ્રક્રિયા શરૂ કરી હોવાના અહેવાલો વચ્ચે ચોક્સી દ્વારા બોમ્બે હાઇકોર્ટમાં અરજી કરવામાં આવી છે. ચોક્સીએ અને તેના ભાણેજ નીરવ મોદીએ પીએનબીને રૂ.13,000 કરોડમાં નવડાવી નાખી હતી આ માટે તેમણે બેંક અધિકારીઓની મદદ લીઘી હતી જેમણે ઘણાં વરસો સુધી છેતરપિંડી કરીને એલઓયુ જારી કર્યા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post મેહુલ ચોક્સીએ HCમાં કરી અરજી, કહ્યું- નાદુરસ્ત તબિયતને કારણે ભારત પાછો ફરવામાં અસમર્થ appeared first on Sandesh.
from Business – Sandesh http://sandesh.com/mehul-choksi-approaches-bombay-hc-as-his-medical-conditions-not-good/
via Best Gujarati News
0 Comments