નાયડુનો ટેકનિકલ એક્સ્પર્ટ EVM ચોરી કરનારો આરોપી
। નવી દિલ્હી ।
ચૂંટણીમાં વાપરવામાં આવતાં EVM (ઇલેક્ટ્રોનિક વોટીંગ મશીન)ને સ્થાને અગાઉની પદ્ધતિનો અમલ કરવામાં આવે અને આંધ્ર પ્રદેશમાં ૧૫૦ મતદાન કેન્દ્રોમાં ફરીથી મતદાન કરવામાં આવે એવી માગણી સાથે આંધ્ર પ્રદેશના મુખ્ય પ્રધાન એન. ચંદ્રાબાબુ નાયડુ એક પ્રતિનિધિમંડળ સાથે શનિવારે મુખ્ય ચૂંટણી અધિકારી સુનીલ અરોરાને મળ્યા હતા પણ તેમની સાથે જનારા લોકોમાં હરિ પ્રસાદ વેમુરૂનો સમાવેશ થતો હતો. હરિ પ્રસાદ સામે ૨૦૧૦માં EVM ચોરીનો આરોપ મૂકવામાં આવ્યો હોવાથી ચૂંટણી પંચે જોરદાર નારાજગી વ્યક્ત કરી છે અને નાયડુને સવાલ કર્યો છે કે આવો આરોપી તમારા પ્રતિનિધિ મંડળનો મેમ્બર કેવી રીતે હોઈ શકે? જોકે સામે પક્ષે ટીડીપીએ જણાવ્યું છે કે આરોપી સામે કોઈ ચાર્જશીટ ફાઇલ થઈ નથી, પણ ચૂંટણી પંચ મૂળ મુદ્દાને ઊંધે માર્ગે દોરવા માગે છે. અમે EVM સુરક્ષિત નથી એની વાત કરીએ છીએ પણ એની સામે ચૂંટણી પંચ બોલવા તૈયાર નથી.
તેલુગુ દેશમ પાર્ટી (ટીડીપી) ના પ્રમુખ ચંદ્રાબાબુ નાયડુ શનિવારે સુનીલ અરોરાને મળ્યા હતા અને એવો દાવો કર્યો હતો કે EVM સુરક્ષિત નથી અને તેથી અગાઉની જેમ કાગળના મતપત્રકોની મદદથી ચૂંટણી કરવામાં આવે. આ સમયે ચૂંટણી પંચે EVM સલામત હોવાનું જણાવ્યું હતું પરંતુ નાયડુની ટીમ સાથે આવેલા હરિ પ્રસાદે EVM વિશે સવાલો ઉઠાવ્યા હતા અને પોતાને ટેકનિકલ એક્સ્પર્ટ તરીકે ઓળખાવ્યો હતો. આના પગલે ચૂંટણી પંચની ટેકનિકલ ટીમે તેની સાથે વાત કરવાનું નક્કી કર્યું હતું. હરિ પ્રસાદ વેમુરૂ સામે ૨૦૧૦માં EVM ચોરીનો આરોપ હોવાથી અધિકારી ચોંકી ઉઠયા હતા.
આથી શનિવારે સાંજે ચૂંટણી પંચે ટીડીપીને પત્ર લખીને હરિ પ્રસાદ વેમુરૂ વિશે સવાલ કરીને પૂછયું હતું કે જે વ્યક્તિ સામે EVM ચોરવાનો આરોપ છે એ તમારા પ્રતિનિધિમંડળનો મેમ્બર કેવી રીતે હોઈ શકે? એની સામે ફર્સ્ટ ઇન્ફર્મેશન રિપોર્ટ દાખલ થયો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post નાયડુનો ટેકનિકલ એક્સ્પર્ટ EVM ચોરી કરનારો આરોપી appeared first on Sandesh.
from India – Sandesh http://sandesh.com/naidu-technical-exp/
via Best Gujarati News
0 Comments