। સિલ્ચર ।

કાંગ્રેસનાં મહામંત્રી પ્રિયંકા ગાંધીએ આસામનાં સિલ્ચરમાં કોંગ્રેસનાં ઉમેદવાર સુસ્મિતા દેવ વતી પ્રચાર કર્યો હતો. સિલ્ચરમાં જંગી રોડ શોનું આયોજન કરાયું હતું જેમાં પ્રિયંકાએ ભાજપ સરકારની આકરા શબ્દોમાં ઝાટકણી કાઢી હતી. પ્રિયંકાએ આક્ષેપો કર્યા હતા કે, કેન્દ્ર સરકાર પાસે કોઈ નીતિ નથી કે દેશનાં કલ્યાણ માટે કોઈ નીયત નથી. પ્રિયંકાના રોડ શોમાં સિલ્ચરનાં રસ્તાઓ પર જંગી માનવમેદની ઊમટી હતી. સૌ કોઈ પ્રિયંકાને આવકારવા અને તેમની ઝલક માણવા રસ્તા પર એકઠા થયા હતા. પ્રિયંકાએ તમામ મતદારોને કોંગ્રેસનાં ઉમેદવારને મત આપવાની અપીલ કરી હતી.

કોંગ્રેસે યુપીમાં વધુ ૯ સીટ માટે ઉમેદવારનાં નામ જાહેર કર્યા

કોંગ્રેસે શનિવારે યુપીમાં વધુ ૯ સીટો માટે ઉમેદવારોનાં નામ જાહેર કર્યા હતા. મોહનલાલગંજ પરથી રામશંકર ભાર્ગવને ટિકિટ અપાઈ છે. જ્યારે આંબેડકરનગરથી ઉમ્મેદ સિંહ નિષાદ, ગોંડાની સીટ પર અપના દલની કૃષ્ણા પટેલ, રાજકિશોર સિંહને બસ્તીથી, રાજેશ મિશ્રાને સાલેમપુરથી, દેવવ્રત મિશ્રાને જૌનપુરથી, અજિત પ્રતાપ કુશવાહાને ગાઝીપુરથી, શિવકન્યા કુશવાહાને ચંદૌલીથી અને રમાકાંત યાદવને ભદોહીથી ટિકિટ અપાઈ છે.   જો કે તેમાં વારાણસીથી કોણ લડશે તે અંગે હજી સસ્પેન્સ જારી રહ્યું છે. કોંગ્રેસનું મોવડીમંડળ વારાણસીમાં કોની લહેર છે અને કોનો કરન્ટ છે તેની હવા માપી રહ્યું છે. અટકળો છે કે છેલ્લી ઘડીએ વારાણસીમાં પીએમ મોદી સામે કોંગ્રેસ પાર્ટીનો હુકમનો એક્કો પ્રિયંકાને કોંગ્રેસનાં ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતારી શકે છે.

પ્રિયંકા ન્યાય યાત્રાને નામે પીએમ મોદીને ઘેરશે

વારાણસીમાં પીએમ મોદી માટે આ વખતનો ચૂંટણી જંગ કસોકસનો રહેશે. કોંગ્રેસે હજી અહીંથી તેના ઉમેદવાર જાહેર કર્યા નથી. હવાનો ઝોક કઈ તરફ છે તેનો તાગ મેળવાઈ રહ્યો છે. કોંગ્રેસ માટે યુપીમાં પ્રિયંકા ગાંધી હુકમનો એક્કો છે. પ્રિયંકા ગાંધી અહીં ન્યાય યાત્રા યોજીને મોદીને ઘેરવા તત્પર છે. પ્રિયંકાની ન્યાય યાત્રા વારાણસીથી બલિયા સુધી જશે. જ્યાં તેઓ ગંગાસફાઈ, ખેડૂતો અને મહિલાઓનાં અધિકારો મુદ્દે લોકો સાથે ચર્ચા કરશે. મોદી અહીંથી ૨૬મીએ ઉમેદવારી પત્ર ભરવાના છે તે પહેલા પ્રિયંકાની યાત્રા શરૂ થશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post કેન્દ્ર સરકાર પાસે દેશના કલ્યાણ માટે નથી નીતિ કે નથી નીયત : પ્રિયંકા ગાંધી appeared first on Sandesh.



from India – Sandesh http://sandesh.com/center-government-near-country/
via Best Gujarati News

0 Comments