। નવી દિલ્હી ।

ભારતમાં પ્રદૂષણની સમસ્યા ખૂબ વધી ચૂકી છે. શિયાળામાં તો પ્રદૂષણની સપાટી ખૂબ વધી જતાં રાજધાની દિલ્હી સહિત આસપાસના વિસ્તારોમાં શ્વાસ લેવો મુશ્કેલ થઇ જતો હોય છે. આ દરમિયાન યુરોપીય દેશ સ્વિડને પ્રદૂષણનો સામનો કરવા અનોખો રસ્તો શોધી કાઢયો છે.  વાસ્તવમાં ટ્રાફિક પર કન્જેક્શન ટેક્સ લગાવીને પ્રદૂષણને નિયંત્રણમાં લઇ લેવામાં આવ્યું છે. જોન હોપકિન્સ યુનિવર્સિટીના સંશોધનકર્તાએ પોતાના સંશોધનમાં જોયું કે બાળકોને આ નિર્ણયનો સૌથી વધુ ફાયદો થયો છે. અસ્થમાના કેસો ઘટયા છે. આ અહેવાલને પગલે ચર્ચા થઇ રહી છે કે ભારતમાં આવો ટ્ક્સ લગાવીને પ્રદૂષણને ઘટાડી શકાય?

સ્વિડનના પાટનગર સ્ટોકહોમની વાયુગુણવત્તા ખૂબ સારી છે.  જ્યારે દિલ્હીના ચાણક્યપુરી વિસ્તારમાં અમેરિકી દૂતાવાસ પાસે વાયુગુણવત્તા ૧૩૨ હતી ત્યારે સ્ટોકહોમમાં ગુણવત્તા ૨૭ જેવી હતી. સ્ટોકહોમની હવા એટલી શુદ્ધ છે કે તે જોતાં એમ લાગે કે ટ્રાફિક જામ જેવા મુદ્દે ચિંતા કરવાની જરૂર જ નથી. પરંતુ સંશોધકો બીજી જ વાત કરી રહ્યા છે. જોન હોપકિન્સ યુનિવર્સિટીના સંશોધકોએ સંશોધન દરમિયાન જોયું કે શહેરોમાં ટ્રાફિકને અંકુશમાં લેતાં જ બાળકોના આરોગ્યમાં ખૂબ સુધારો થયો.  જોન હોપકિન્સ યુનિવર્સિટીના કેરે બિઝનેસ સ્કૂલમાં ફરજ બજાવી રહેલા અધ્યાપક ઇમિલિયા સિમેજોનોવાએ જાન્યુઆરીથી માર્ચ ૨૦૦૬ દરમિયાન સ્ટોકહોમમાં પહેલી જ વાર લાગેલા કન્જેક્શન ટેક્સનો અભ્યાસ કર્યો હતો.  ૭ મહિનાની ટ્રાયલ મુદત વખતે અસ્થમાના લક્ષણોમાં ઘટાડો થવા ઉપરાંત તબીબોની મુલાકાત લેતા બાળકોની સંખ્યામાં ૧૨ ટકાનો ઘટાડો થયો હતો.  એક વર્ષ પછી ઓગસ્ટ ૨૦૦૭માં ટેક્સને કાયમી અમલી બનાવી દેવામાં આવ્યો. ટેક્સને કાયમી કર્યા પછી અસ્થમાના લક્ષણો સાથે તબીબો પાસે જતા બાળકોની સંખ્યા ૪૭ ટકા ઘટી હતી.

બાળકોમાં અસ્થમાના પ્રમાણમાં ૫૦ ટકા ઘટાડો 

સિમિયોનોવાએ જણાવ્યું હતું કે આરોગ્ય પર સ્વસ્થ હવાની ધીરે ધીરે અસર થવા લાગી. ૨.૬ ડોલરના કન્જેક્શન ટેક્સને પગલે ટ્રાફિકમાં ૨૦થી ૨૫ ટકાનો ઘટાડો આવ્યો અને વાયુપ્રદૂષણમાં ૫થી ૧૦ ટકાનો ઘટાડો થયો. બાળકોમાં અસ્થમાનું પ્રમાણ ૫૦ ટકા ઘટયું. આ પ્રકારનો વેરો ભારતમાં લગાવવામાં આવે તો તેની નાટકીય અસર સામે આવી શકે તેમ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post ટ્રાફિક કન્જેક્શન ટેક્સ લગાવીને પ્રદૂષણને નિયંત્રણમાં લેવામાં સ્વિડનને સફળતા મળી appeared first on Sandesh.



from India – Sandesh http://sandesh.com/traffic-congestion-tax/
via Best Gujarati News

0 Comments