। નવી દિલ્હી ।

ખિસ્સામાં વધી રહેલા પરચૂરણથી તમે એકલા જ પરેશાન નથી. નોટબંધી બાદ ચલણી નોટો અને સિક્કાના ઊંચા ઉત્પાદનને કારણે હવે રિઝર્વ બેન્ક પણ નવી જ પ્રકારની સમસ્યાનો સામનો કરી રહી છે. રિઝર્વ બેન્ક પાસે હવે વધુ પડતા પરચૂરણની સમસ્યા ઊભી થઇ છે. નાણામંત્રાલયના કરન્સી એન્ડ કોઇન ડિવિઝન સાથેની મુલાકાતમાં રિઝર્વ બેન્કે તેની પાસે વધી રહેલા ચલણી સિક્કાના જથ્થાનો મુદ્દો ઉઠાવ્યો હતો. જેના કારણે સરકાર હવે ચલણી સિક્કાઓના પરિવહન માટે નવા વિકલ્પો શોધી રહી છે. તે ઉપરાંત ચલણી સિક્કાઓનું વિતરણ ખાનગી કંપનીઓને સોંપવાની વિચારણા પણ ચાલી રહી છે. રિઝર્વ બેન્ક દ્વારા હવે ચલણી સિક્કાઓ વધુ લેવામાં આવતા નથી તેના કારણે હવે સરકાર બ્રાઝિલ, શ્રીલંકા અને માલદીવ્સ જેવા દેશોને ચલણી સિક્કાઓની નિકાસ કરવાની પણ વિચારણા કરી રહી છે. નાણામંત્રાલય સાથેની બેઠકમાં રિઝર્વ બેન્કના અધિકારીઓએ વધી પડેલા ચલણી સિક્કાઓ અંગે સરકારને ચેતવી છે જો કે સાથે સાથે બેન્કે અત્યાર સુધીમાં તૈયાર થઇ ગયેલા સિક્કાઓેને સ્વીકારી લેવાનું સરકારને વચન આપ્યું છે.

રિઝર્વ બેન્ક પાસે અત્યારે ૯ અબજ સિક્કા

રિઝર્વ બેન્કે  જણાવ્યું હતું કે, તેની પાસે હાલ ૯ અબજ ચલણી સિક્કા સંગ્રહ થયેલા છે. આરબીઆઈએ સિક્યોરિટી પ્રિન્ટિંગ એન્ડ મિન્ટિંગ કોર્પોરેશન ઓફ ઈન્ડિયાને વર્ષ ૨૦૧૯-૨૦ માટે ૩,૪૦૦ મિલિયન સિક્કાનો અંદાજ આપ્યો છે. જે કોર્પોરેશનની ઉત્પાદન ક્ષમતાનો ત્રીજો ભાગ જ છે. આરબીઆઈનું કહેવું છે કે, હવે ચલણી સિક્કાઓ બજારમાંથી પરત ફરી રહ્યાં છે અને અત્યારે આરબીઆઇના ખજાનામાં ૯ અબજ સિક્કા છે. સૌથી મોટી સમસ્યા સિક્કાનો સંગ્રહ કરવાની છે.

ચલણી સિક્કાઓની માગમાં મોટો ઘટાડો નોંધાયો

આરબીઆઈનું કહેવું છે કે, દેશમાં ચલણી સિક્કાઓની માગમાં મોટો ઘટાડો નોંધાયો છે. તેથી લાંબા સમય સુધી સિક્કા બનાવવાનું કામ ઘટાડી દેવું જોઇએ. એસપીએમસીઆઈએલ ક્યાંતો સિકકાની નિકાસ કરે અથવા તો તેની ઉત્પાદનક્ષમતા ઘટાડી દે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post ચલણી નોટો-સિક્કાઓનું વિતરણ ખાનગી કંપનીઓને સોંપવા સરકારની વિચારણા appeared first on Sandesh.



from India – Sandesh http://sandesh.com/currency-notes-coins-of-the-clock/
via Best Gujarati News

0 Comments