કાશ્મીરમાં પુલવામા જેવા હુમલાની બાતમી પછી હાઇએલર્ટ
। શ્રીનગર ।
જમ્મુ અને કાશ્મીરમાં ફરી એકવાર પુલવામા જેવો ઘાતકી હુમલો થઈ શકે છે તેવી ગુપ્ત બાતમી પછી હાઈએલર્ટ જાહેર કરવામાં આવેલ છે. સુરક્ષા એજન્સીઓને ગુપ્ત માહિતી મળી છે કે જમ્મુ શ્રીનગર હાઈવે પર કેટલાક આતંકીઓ ફીદાયીન હુમલો કરી શકે છે. જેમાં બાઈકનો ઉપયોગ કરાઈ શકે છે. આ પછી તકેદારીનાં પગલારૂપે સુરક્ષાદળોની મુવમેન્ટને બંધ કરવામાં આવી છે. અને શ્રીનગરમાં મોબાઈલ તેમજ ઈન્ટરનેટ સેવા બંધ કરાઈ છે.
જમ્મુ શ્રીનગર હાઈવે પરથી હમણા સુરક્ષાદળોને કાશ્મીરનાં વ્યૂહાત્મક સ્થળોએ લઈ જવામાં આવી રહ્યા છે પણ આતંકી હુમલાની ચેતવણી પછી સવારે ૯ વાગ્યા પહેલા સુરક્ષાદળોની આવનજાવન બંધ કરાઈ છે. ૩૦ માર્ચે બનિહાલમાં જમ્મુ શ્રીનગર હાઈવે પર સીઆરપીએફની એક બસ પર આત્મઘાતી હુમલાની કોશિષ થઈ હતી જો કે હુમલાખોરની કારમાં અણીનાં સમયે જ વિસ્ફોટ ન થતા મોટી દુર્ઘટના થતા રહી ગઈ હતી.
સરકારે સુરક્ષા દળોની સલામતી માટે મોટું પગલું લીધું હતું અને સુરક્ષાદળોનાં કાફલાને સુરક્ષિત રીતે પસાર થવા દેવા માટે જમ્મુ શ્રીનગર બારામુલ્લા નેશનલ હાઈવે અઠવાડીયામાં બે દિવસ જાહેર જનતા માટે અવરજવર માટે બંધ કરાયો હતો. આ આદેશનો અમલ ૩૧ મે સુધી ચાલુ રહેવાનો છે. જાહેર જનતા આ હાઈવે પર રવિવાર અને બુધવારે અવરજવર કરી શકશે નહીં. જો કે કાશ્મીરનાં ઉદ્યોગપતિઓનાં સંગઠને આ પ્રકારનાં નિયંત્રણો હટાવીને લોકોની સરળ અવરજવરની માગણી કરી છે જેથી ઉદ્યોગોને મોટું નુકસાન ન થાય. જો કે ભારતની એર સ્ટ્રાઈક પછી ૨૭ ફેબ્રુઆરીથી બોર્ડર પર આર્મીનાં જવાનો પરના સ્નાઈપર હુમલા બંધ થઈ ગયા છે.
પાક. દ્વારા દોઢ મહિનામાં ૫૧૩ વખત ફાયરિંગ
ભારતીય એરફોર્સ દ્વારા પુલવામા હુમલાનો બદલો લેવા ૨૬ ફેબ્રુઆરીએ જૈશનાં બાલાકોટમાં આવેલા આતંકી કેમ્પ પર એરસ્ટ્રાઈક કરીને તેનો નાશ કરાયો હતો. આ પછી ભડકેલા પાક. દ્વારા એલઓસી પર દોઢ મહિનામાં ૫૧૩ વખત આડેધડ ફાયરિંગ અને તોપમારો કરવામાં આવ્યો છે. ભારતનાં વળતા હુમલામાં પાક.ની સેનાને પાંચથી છ ગણું નુકસાન થયું હતું. વ્હાઈટ નાઈટ કોરનાં જનરલ ઓફિસર કમાન્ડિંગ લેફ્ટનન્ટ પરમજીત સિંહે રાજૌરીમાં પત્રકારોને કહ્યું હતું કે, પાક. દ્વારા યુદ્ધવિરામ ભંગમાં ૧૦૦થી વધુ વખત મોર્ટારમારો અને તોપમારો કરાયો હતો તેમજ રહેણાંક વિસ્તારોને ટાર્ગેટ બનાવવામાં આવ્યા હતા.
RSS નેતાની હત્યામાં આતંકી જાહિદ સામેલ
કાશ્મીરના કિશ્તવાડમાં થોડા દિવસ પહેલા આરએસએસ નેતા ચંદ્રકાંત શર્મા અને તેના સુરક્ષાગાર્ડની હત્યામાં નવી ચોંકાવનારી વિગતો બહાર આવી છે. હત્યામાં સામેલ આતંકીની ઓળખ થઈ ગઈ છે. જાહિદ નામના આ આતંકીનો ફોટો પણ પોલીસે જાહેર કર્યો છે. હિઝબુલ દ્વારા ૧૬થી ૨૫ વર્ષનાં યુવાનોની એક કીલર ટીમ બનાવાઈ છે જેમાં આતંકી જાહિદ ટીમનો હિસ્સો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post કાશ્મીરમાં પુલવામા જેવા હુમલાની બાતમી પછી હાઇએલર્ટ appeared first on Sandesh.
from India – Sandesh http://sandesh.com/kashmiri-pulwama-like/
via Best Gujarati News
0 Comments