। રાજકોટ ।

મુંબઈ ડી.આર.આઈ.ના જોઈન્ટ ડાયરેકટર સમીર વાનખેડેની માહિતીના આધારે ડી.આર.આઈ.ના સ્ટાફે મુંબઈના ડોંગરી વિસ્તારમાં એક સ્કુટર અને કારમાંથી ૧૧૦ કિલો સોનાનો જથ્થો ઝડપી લઈ દાણચોર સીન્ડીકેટની કેડ ભાંગી નાખી છે.આ કેસમાં અત્યાર સુધીમાં સાત લોકોની ધરપકડ કરવામાં આવી છે,ત્યારે ઝડપાયેલ લોકોની મુંબઈ ડી.આર.આઈ.જેના માટે પ્રખ્યાત છે તે રીતે આગવીઢબે પુછપરછ કરવામાં આવતા આ જથ્થો જામનગરના એક EOU બ્રાસપાર્ટસની ફેકટરીના કન્ટેનરમાં લાવવામાં આવ્યો હોવાનું ઘટસ્ફોટ થયો છે અને તેને પગલે મુંબઈ ડી.આર.આઈ.ની સુચનાથી જામનગર ડી.આર.આઈ.દ્વારા ધનિધ્ઠ તપાસ હાથ ધરવામાં આવી હતી.

છેલ્લા કેટલાક સમયથી દાણચોર સીન્ડીકેટ દ્વારા બ્રાસપાર્ટસના ભંગારના કન્ટેનર કે જે દુબઈથી લોડ કરવામાં આવે છે તેમાં સોનાનો જથ્થો લાવવામાં આવી રહ્યાની માહિતી જોઈન્ટ ડાયરેકટરને મળી હતી અને તેને પગલે મુંબઈ ડી.આર.આઈ.દ્વારા ખાસ કરીને બ્રાસપાર્ટસના કન્ટેનર કે જે ન્હાવા-શેવા પોર્ટ પર ઉતરતા હતા તેમાંના મોટાભાગના કન્ટેનર સ્ક્રેનીંગમાં લેવામાં આવતા હતા.ડી.આર.આાઈ.દ્વારા બ્રાસપાર્ટસના કન્ટેનર સ્ક્રેનીંગમાં લેવામાં આવતા હોવાની જાણ દાણચોર સીન્ડીકેટને થતા તેમના દ્વારા નવી મોડસ-ઓપરેન્ડી શરૂ કરવામાં આવી હતી અને EOUના કન્ટેનરમાં સોનાનો જથ્થો મોકલવાનું શરૂ કર્યુ હતું.કેમકે EOU કારગો ડીકલેર કર્યા બાદ તે કન્ટેનરનું એકઝામિન(તપાસ) સીધી EOU ફેકટરીમાં જ સ્થાનિક કસ્ટમ્સ દ્વારા કરાતી હોય છે તેને જે તે પોર્ટ પર કાર્યરત કસ્ટમ્સ રોકી તપાસ કરી શકતું નથી,માત્ર TP(ટ્રાન્સપોર્ટ પરમિશન) આપી જવા દેવાતું હોય છે.આવા જ એક જામનગરના EOUના કન્ટેનરમાં ડીસ્ક, સળિયા, વાયરના આકારમાં ૧૧૦ કિલો સોનું દાણચોર સિન્ડિકેટ દ્વારા મોકલાયું હતું અને કસ્ટમ્સે કલીયરન્સ આપ્યા બાદ સોનાનો જથ્થો મુંબઈ સુધી પહોચ્યો હોવાનું બહાર આવ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ ફોલો કરી શકો છો.

The post ૧૧૦ કિલો સોનું જામનગરના EOUના કન્ટેનરમાં લાવ્યા હોવાનો ઘટસ્ફોટ થયો appeared first on Sandesh.



from Gujarat – Sandesh http://sandesh.com/110-kg-gold-jamnagar-eou-not/
via Best Gujarati News

0 Comments