પાલનપુર: લુખ્ખા તત્વોએ યુવતીની કરી છેડતી, ઠપકો આપવા ગયેલા યુવકો પણ જીવલેણ હુમલો
બનાસકાંઠાનાં પાલનપુરમાં બે જૂથ વચ્ચે ભયંકર અથડામણ થઇ હોવાના અહેવાલ છે. કેટલાક અસમાજિક તત્વો વચ્ચે થયેલી અથડામણે ગંભીર સ્વરૂપ લીધું હતુ. મળતી માહિતી મુજબ યુવતીની છેડતીને કારણે આ બબાલ થઇ હતી. બનાવની વિગત એવી છે કે બનાસકાંઠાનાં પાલનપુરનાં ઢૂંઢિયાવાડી વિસ્તારમાં યુવતીની છેડતી થઇ હોવાને કારણે બે યુવાનો અસામજિક તત્વો આવું ના કરવાનું કહેવા ગયા હતા.
જો કે જાણે ધારદાર હથિયારોથી કોઇની પર જીવલેણ હુમલો કરીને પણ પોતે બચી જશે તેમ કાયદા કાનુનની બીક વગર અસામાજિક તત્વોનાં ટોળાએ યુવાનો પર હુમલો કર્યો હતો. આ અથડામણમાં 3 યુવાનો ઘાયલ થયા છે. તો બે યુવાનોની હાલત ઘણી જ ગંભીર છે. ઘાયલ યુવાનોને પાલનપુર સિવિલ હૉસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, પરંતુ બે યુવાનોની હાલત ગંભીર જણાતા તેમને અમદાવાદ રીફર કરવામાં આવ્યા છે.
તો બીજી તરફ આ ઘટનાને લઇને અસામજિક તત્વોનું ટોળુ સિવિલમાં ઘુસી ગયું હતુ અને ત્યાં હોબાળો કર્યો હતો. એટલું જ નહીં, પરંતુ સિવિલ સિક્યુરિટીની હાજરીમાં ગાળો પણ બોલી હતી. આ ઘટનાને લઇને પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ ફોલો કરી શકો છો.
The post પાલનપુર: લુખ્ખા તત્વોએ યુવતીની કરી છેડતી, ઠપકો આપવા ગયેલા યુવકો પણ જીવલેણ હુમલો appeared first on Sandesh.
from Gujarat – Sandesh http://sandesh.com/deadly-attack-on-two-man-in-palanpur/
via Best Gujarati News
0 Comments