આણંદ સીટ પર આ 2 ઉમેદવારો વચ્ચે જામશે જંગ, અહીં જે પક્ષ જીતે છે, કેન્દ્રમાં બને છે તેની સત્તા
આણંદ લોકસભા બેઠક પર કોંગ્રેસનાં ભરતસિંહ સોલંકી અને ભાજપનાં મિતેષ પટેલ વચ્ચે જંગ જામશે. આમ તો આ બેઠક ગુજરાત અને કેન્દ્રનાં રાજકારણમાં ખુબજ મહત્વની છે. અહીં એક તરફ ભરતસિંહ સોલંકીની પ્રતિસ્ઠા દાવ પર લાગી છે તો બીજી તરફ ભાજપ દ્વારા વર્તમાન સાંસદ દિલીપ પટેલની ટિકિટ કાપી નવો ચહેરો મેદાનમાં ઉતારવામાં આવ્યો છે અને ભાજપની પણ પ્રતિસ્ઠાનો અહીં સવાલ ઉભો થયો છે, ત્યારે આ બેઠક પર બન્ને પક્ષોની પ્રતિસ્ઠા દાવ પર લાગી છે.
આણંદ લોકસભા બેઠકનું જો રાજકીય ગણિત જોવા જઈએ તો આ બેઠક કેન્દ્રમાં સત્તા નક્કી કરવામાં શુકનિયાળ છે. કહેવાય છે કે આ બેઠક પર જે પક્ષનો ઉમેદવાર જીતે છે એ પક્ષની કેન્દ્રમાં સરકાર હોય છે. ભૂતકાળ જોવા જઈએ તો અગાઉ નટુભાઈ મણીભાઈ પટેલ જનતાદળમાંથી જીત્યા હતા અને ત્યારે કેન્દ્રમાં બિન કોંગ્રેસી સરકાર સત્તા સ્થાને આવી હતી. વર્ષ 1999માં આ બેઠક પર ભાજપનાં દિપક સાથી જીત્યા હતા અને ત્યારે પણ કેન્દ્રમાં અટલ બિહારી વાજપાઈની સરકાર રચાઈ હતી. ત્યારબાદ સતત બે વખત ભરતસિંહ સોલંકી આ બેઠક પરથી ચૂંટાયા હતા અને કેન્દ્રમાં કોંગ્રેસની ગઠબંધન સરકાર રચાઈ હતી, ત્યારબાદ 2014માં આ બેઠક પર ભાજપનાં દિલીપ પટેલ જીત્યા હતા અને કેન્દ્રમાં મોદી સરકાર રચાઈ હતી.
આમ રાજકીય ગણિત પ્રમાણે આ બેઠક કેન્દ્રમાં સરકાર નક્કી કરવા શુકનિયાળ છે. આણંદ બેઠક પર પીઠ કોંગી અને સ્વાતંત્ર્ય સેનાની ઇશ્વરભાઇ ચાવડા સતત ચુંટણી જીતતા હતા, પરંતુ 1989માં રામ મંદિરનાં પ્રચંડ વેવમાં તેઓ ભાજપનાં નટુભાઇ પટેલ સામે 1999માં ચુંટણીમાં હાર્યા, ત્યારબાદ 2004 અને 2009મા કોંગ્રેસનાં ભરતસિંહ સોલંકી જીત્યા હતા જ્યારે 2014ની લોકસભા ચૂંટ્ણીમા આણંદની બેઠક પરથી ભાજપનાં દિલીપભાઇ પટેલ મોદી વેવેમાં જીત્યા હતા. આણંદ લોકસભા બેઠક પર છેલ્લા પાંચ વર્ષમા 1.79 લાખ મતદારોનો વધારો થતા હાલ 16.52 લાખ મતદારો નોંધાયા છે. વિધાસભામા ક્ષત્રિય, પટેલ, સહિત ઇતર જ્ઞાતિનાં મતદારો વધુ જોવા મળે છે તેમજ કેટલીક વિધાનસભામાં મુસ્લિમ મતદારોની મહત્વની ભુમિકા રહે છે.
2014ની લોકસભાની ચુંટણીમાં અલગ માહોલ હતો જેને કારણે પાટીદાર ઉમેદવારોનો વિજય થયો હતો, પરંતુ અત્યાર સુધીની ચુંટણીઓમાં જોઈએ તો ત્રણ વખત જ આ બેઠક પર પાટીદાર નેતાઓ વિજય બન્યા છે, જ્યારે 13 વખત ક્ષત્રિય જ્ઞાતિનાં ઉમેદવારો વિજય બન્યા છે અને આ વખતે પણ ભાજપે પાટીદાર ચહેરો મેદાનમાં ઉતાર્યો છે.
આણંદ લોકસભા બેઠક પર કોંગ્રેસ નો વર્ષોથી દબદબો રહ્યો છે અને કદાચ તેનો સીધો ફાયદો થાય તો નવાઈ નહીં. મહત્વની વાત એ છે કે આણંદ લોકસભા બેઠકમાં આવતી 7 વિધાનસભા બેઠક પૈકી 5 પર કોંગ્રેસનાં ધારાસભ્યો ચૂંટાયેલા છે જ્યારે બે પર ભાજપનાં; સાથે સાથે જિલ્લા પંચાયત પણ કોંગ્રેસ પાસે છે અને 8માંથી 6 તાલુકા પંચાયત પણ કોંગ્રેસ પાસે છે. આમ જો 2017ની ચૂંટણીનાં પરિણામ જોવા જઈએ તો કોંગ્રેસનું પલડું ભારે છે. ભરતસિંહ સોલંકી જૂનો ચહેરો છે બીજી તરફ ભાજપ પાસે નવો ચહેરો છે. જો મોદી વેવની અહીં અસર સર્જાય અને સંગઠન તેમજ સંસદ દિલીપ પટેલનો પૂર્ણ સહકાર મળે તો ભાજપ પણ મેદાન મારે તેવી શક્યતાઓ નકારી શકાય નહિ.
વીઓ / જો નવા ચેરા મિતેષ પટેલ ની રાજકીય કારકિર્દી જોવા જઈએ તો મિતેષ પટેલ વ્યવસાયે બિઝનેશ મેન છે તેઓ ગુજરાત દાળ ઉત્પાદક મંડળ ના કન્વીનર તરીકે પદ શોભાવી રહ્યા છે ,ચારુતર આરોગ્ય મંડળ માં તેઓ ટ્રસ્ટી પણ છે ભૂતકાળ માં તેઓ ગુજરાત ભાજપ માં કમિટી મેમ્બર ,ગુજરાત રાઈસ મેન્યુફેક્ચરિંગ એસોસીએસન ના પ્રમુખ પણ રહી ચુક્યા છે હાલ માં તેઓ આણંદ જિલ્લા સંગઠન માં ખજાનચી તરીકે પદ શોભાવી રહ્યા છે સાથે સાથે વેસ્ટર્ન રેલવે અને ટેલિફોન એડવાઈઝરી ના મેમ્બર પણ છે આમ જોવા જઈએ તો મિતેષ પટેલ સંગઠન ઉપરાંત વ્યવસાયિક ક્ષેત્રે અનેક મહત્વ ના પદ પર છે અને સાથે સાથે તેઓ આરએસએસ ના સભ્ય પણ છે।
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ ફોલો કરી શકો છો.
The post આણંદ સીટ પર આ 2 ઉમેદવારો વચ્ચે જામશે જંગ, અહીં જે પક્ષ જીતે છે, કેન્દ્રમાં બને છે તેની સત્તા appeared first on Sandesh.
from Gujarat – Sandesh http://sandesh.com/this-is-why-anand-loksabha-seat-is-important-for-both-congress-and-bjp/
via Best Gujarati News
0 Comments