પોરબંદર: કૉંગ્રેસને વધુ એક ફટકો, 300 કાર્યકરો સાથે ભાજપમાં જોડાયા આ આગેવાન
દેશભરમાં અત્યારે લોકસભા ચૂંટણીનો માહોલ જામ્યો છે. દરેક રાજકીય પક્ષો પોતાના ઉમેદવારોનાં નામ જાહેર કરી રહી છે. ગુજરાતમાં ગત વખતની જેમ આ વખતે પણ ભાજપ તમામ 26 બેઠકો પર જીત મેળવવા ઇચ્છી રહ્યું છે તો કૉંગ્રેસ ફરી બેઠું થવાના પ્રયત્નો કરી રહ્યું છે. જો કે કૉંગ્રેસની દશા ‘એક સાંધે ત્યાં તેર તૂટે’ જેવી છે. કૉંગ્રેસનાં ઘણા નેતાઓએ પંજો છોડીને કમળ પકડ્યું છે. તો તેમની સાથે સાથે ઘણા કાર્યકરોએ પણ ભાજપમાં જોડાવાનું યોગ્ય સમજીને કેસરીયો ધારણ કરી લીધો છે.
આ દરમિયાન કૉંગ્રેસ માટે વધુ એક ખરાબ સમાચાર છે. લોકસભા ચૂંટણી પહેલા પોરબંદર કૉંગ્રેસમાં ભંગાણ જોવા મળી રહ્યું છે. પોરબંદર કૉંગ્રેસનાં 300 કાર્યકરો ભાજપમાં જોડાતા જ કૉંગ્રેસમાં સનસનાટી મચી ગઇ છે. કૉંગ્રેસનાં આગેવાન વેજા મોડેદરા પણ ભાજપમાં જોડાયા છે. તેઓ 2017માં કૉંગ્રેસમાંથી વિધાનસભાની ચૂંટણી લડ્યા હતા. બાબુ બોખરીયાએ ખેસ પહેરાવીને પક્ષમાં તેમનું સ્વાગત કર્યું છે.
કુતિયાણા કોંગ્રેસ આગેવાન વેજાભાઈ મોડેદરા 300 જેટલા કાર્યકર સાથે તેમજ અનેક ગામડાનાં સરપંચ સહિત ભાજપ નો ખેસ ધારણ કરતા કૉંગ્રેસને મોટો ફટકો પડ્યો છે. પોરબંદરનાં ધારાસભ્ય બાબુભાઇ બોખરીયા ખેસ પહેરાવીને તેમને પક્ષમાં આવકાર્યા છે. વેજાભાઇ વિધાનસભા ચૂંટણી લડવા ઉપરાંત અનેક સરકારી સંસ્થાઓમાં સભ્ય અને પ્રમુખ તરીકે રહી ચૂક્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ ફોલો કરી શકો છો.
The post પોરબંદર: કૉંગ્રેસને વધુ એક ફટકો, 300 કાર્યકરો સાથે ભાજપમાં જોડાયા આ આગેવાન appeared first on Sandesh.
from Gujarat – Sandesh http://sandesh.com/congress-leader-joins-bjp-with-300-workers-in-porbandar/
via Best Gujarati News
0 Comments