જાણો ભાજપે શા માટે જુનાગઢથી રાજેશ ચુડાસમા અને પાટણથી ભરતસિંહ પર ઉતારી પસંદગી
ભાજપે લોકસભાની ચૂંટણીને લઇને વધુ 4 ઉમેદવારોનાં નામની જાહેરાત કરી છે. ભાજપે જૂનાગઢ, પાટણ, આણંદ અને ઉદેપુર બેઠક પર પોતાના ઉમેદવારોની જાહેરાત કરી છે. ભાજપે જૂનાગઢ બેઠક પરથી રાજેશ ચુડાસમાને રિપીટ કર્યો છે. આ બેઠક પરથી રાજેશ ચુડાસમાને રિપીટ કરવા પાછળનાં કેટલાક કારણો છે. આમાંનું એક કારણ છે કે ગત ચૂંટણીમાં તેઓ 1 લાખ 30 હજારની જંગી લીડથી વિજેતા બન્યા હતા. જૂનાગઢ લોકસભા બેઠક પર કોળી સમુદાયનાં મતદારોની બહુમતિ છે અને રાજેશ ચુડાસમા કોળી સમાજનાં યુવા નેતા છે. રાજેશ ચુડાસમા ગત ચૂંટણીમાં કૉંગ્રેસનાં કોળી સમાજનાં પીઢ નેતા પુંજા ભાઈ વંશ હોવા છતા જીત્યા હતા જે મહત્વનું ફેક્ટર છે. આ ઉપરાંત આ બેઠક પર ભાજપ કોળી સમાજનાં ઉમેદવારને નજરઅંદાજ કરી શકે તેમ હતુ નહીં.
ભાજપે પાટણ લોકસભાનાં ઉમેદવાર તરીકે ભરતસિંહ ડાભીને ટિકિટ આપી છે. આ પાછળ મહત્વનાં કારણો છે. દિલીભ ભાઈ ડાભીએ આપેલા વચનો પુરા ના થવાના કારણે પક્ષે ભરત સિંહ ડાભીને ટિકિટ આપી છે. પાલવી સમાજ પર ભરતસિંહ ડાભીનું ઘણું જ પ્રભુત્વ છે અને ભરતસિંહ નિર્વિવાદીત ચહેરો છે. તેઓ લોકસભા મતવિસ્તારનાં સ્થાનિક ઉમેદવાર છે. આ પહેલાનાં સાંસદ લીલાધર વાઘેલાએ વિસ્તારનાં એકપણ મતદારોની સમસ્યાને વાચા આપી નહોતી. તેઓ પોતાના મતવિસ્તારનો પ્રવાસ ખૂબ જ ઓછો કરતા હતા જેથી મતદારોમાં રોષ હતો. આ ઉપરાંત પશુપાલન ધરાવતા જિલ્લામાં ખેડૂતો માટે સરકારી યોજનાઓ લાવવામાં નિસફળ રહ્યા. આનો લાભ ભરતસિંહને મળ્યો.
તો છોટાઉદેપુરથી ગીતાબેન રાઠવાને ટિકિટ આપવામાં આવી છે. તેના ગીતાબેન રાઠવાને ભાજપમાંથી ટિકિટ આપવા માટેનાં કારણો ઘણા છે જેમા મહત્વના કારણો જોઈએ તો તેઓ એક આદિવાસી વિસ્તાર ક્વાંટમાંથી આવે છે અને સતત ૫ વાર જીલ્લા પંચાયતના સભ્ય તરીકે ચૂંટાયા છે અને હાલમાં પણ સૈડી વાસણ બેઠક પરથી જીલ્લા પંચાયતનાં સભ્ય છે. તેઓ જ્યારે છોટા ઉદેપુર વડોદારામાં હતો ત્યારે વડોસાર જીલ્લા પંચાયતમાં એક વાર ઉપ પ્રમુખ અને એક વાર આરોગ્ય સમિતિના ચેરમેન રહી ચૂક્યા છે.
તેઓની પસંદગીનું એક કારણ તેઓ વહીવટી કામગીરીથી પણ વાકેફ છે અને નિર્વિવાદ વ્યક્તિત્વ ધરાવે છે અને સંગઠનમાં ખૂબ જ જુના અને સક્રિય મહિલા કાર્યકર છે. અન્ય કારણોમાં હાલ ચાલુ સાંસદ રામસિંગ રાઠવા પોતાના મત વિસ્તારમાં નહિ દેખાતા હોવાને લઈને લોકોની નારાજગીનો ભોગ આગેવાન કાર્યકરોને બનવું પડતું હતું, તેવામાં ક્વાંટ જેવા આદિવાસી અને પછાત વિસ્તારના એક માત્ર મહિલા આગેવાન કાર્યકર હોવાનું પણ એક કારણ હોઈ શકે છે. ગીતાબેન રાઠવા નરેન્દ્ર મોદી સાથે પહેલેથી સીધો સંપર્ક રાખતા હોવાનું પણ ભાજપના સુત્રોમાંથી જાણવા મળે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ ફોલો કરી શકો છો.
The post જાણો ભાજપે શા માટે જુનાગઢથી રાજેશ ચુડાસમા અને પાટણથી ભરતસિંહ પર ઉતારી પસંદગી appeared first on Sandesh.
from Gujarat – Sandesh http://sandesh.com/this-is-why-bjp-chose-rajesh-chudasama-and-bharatsingh-as-candidate/
via Best Gujarati News
0 Comments