બાબા રામદેવે સુરતમાં ચૂંટણીને લઇને આપ્યું મોટું નિવેદન, જાણો દેશ વિશે શું કહ્યું?
લોકસભાની ચૂંટણીને લઇને ગુજરાતમાં રાજનીતિ ગરમાઇ છે. દરરોજ એક પછી એક દિગ્ગજ નેતાઓ ગુજરાતમાં ધામા નાખી રહ્યા છે, ત્યારે બાબા રામદેવ આજે સુરતના મહેમાન બન્યા હતા. બાબા રામદેવ વરાછા રોડ ખાતે પતંજલી પરિધાનના ઉદ્ધઘાટન પ્રસંગે આજે તેઓ સુરતના મહેમાન બન્યા હતા.
લોકસભાને લઈને બાબા રામદેવે નિવેદન આપતા જણાવ્યું હતું કે, રાજનીતિના યુદ્ધમાં રાષ્ટ્રનું મંગળ હોવું જોઈએ. જેની નીતિ પવિત્ર હોય તેને સત્તામાં લાવવા જોઇએ. ઈલેક્શનને રાજધર્મ તરીકે જોવો જોઈએ.
રામદેવ બાબા ચૂંટણીના માહોલમાં પોતાનું નિવેદન આપતા જણાવ્યું હતું કે, રાજનીતિનું ગણિત અલગ છે.હું માનું છું કે, રાજનીતિના પુરા યુદ્ધમાં રાષ્ટ્રનું મંગળ હોવું જોઈએ. જેની નીતિ પવિત્ર હોય તેને સત્તામાં લાવવા જોઇએ. તેમને લોકોને આહ્નવાન કર્યું હતું કે, જેના હાથમાં દેશ સુરક્ષિત હોય એને લાવો.
બાબાએ વધુમાં કહ્યું કે, ઇલેક્શનને રાજધર્મ તરીકે આપણે જોવું જોઈએ. વોટિંગ કરવા જાવ ત્યારે વિચારજો કે કોના હાથે દેશનો વિકાસ થશે અને કોણ દેશને આગળ લઈ જશે. હાલની પરિસ્થિતિ બધાને ખબર છે, આખા દેશને હાલની પરિસ્થિતિ વિશે ખબર છે. દેશની જનતા હોશિયાર છે, જેથી વૉટ કોને આપવો કોને લાવવું એ જનતા જાણે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ ફોલો કરી શકો છો.
The post બાબા રામદેવે સુરતમાં ચૂંટણીને લઇને આપ્યું મોટું નિવેદન, જાણો દેશ વિશે શું કહ્યું? appeared first on Sandesh.
from Gujarat – Sandesh http://sandesh.com/baba-ramdev-gave-a-big-statement-to-the-election-in-surat-know-what-the-country-said/
via Best Gujarati News
0 Comments