ગુજરાત કોંગ્રેસના ‘ચાણક્ય’ કઇ બેઠક પરથી લડી શકે છે ચૂંટણી?, રાજીવ સાતવનો મોટો ખુલાસો
લોકસભાની ચૂંટણીને લઇને ગુજરાતમાં રાજનીતિ ગરમાઇ છે. બન્ને પાર્ટીઓ ગુજરાતમાં પોતાના ઉમેદવારોની પસંદગીને લઇને અસમંજસમાં છે. ગુજરાતના રાજકારણમાં મોટો ભૂંકપ આવી શકે છે. કોંગ્રેસના હજુ 13 ઉમેદવાર જાહેર કરવાના બાકી છે ત્યારે અહેમદ પટેલને ભરૂચથી લોકસભા ચૂંટણી લડાવવા માટે કોંગ્રેસે ચક્રોગતિમાન કર્યા છે.
કોંગ્રેસના પ્રભારી રાજીવ સાતવે મોટો ખુલાસો કર્યો છે. અહેમદ પટેલનું નામ સાંભળતાં જ કાર્યકરોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે. રાજીવ સાતવે જણાવ્યું કે, અમે અહેમદભાઈને ચૂંટણી લડવા રજૂઆત કરી છે. કોંગ્રેસ અધ્યક્ષ 2 દિવસમાં નિર્ણય કરશે. તેમણે ઉમેર્યું હતું કે, અહેમદભાઈ લડે તો ભરૂચમાં જીત નક્કી ગણાય છે. અન્ય બેઠકો પર પણ કોંગ્રેસને સારુ પરિણામ મળશે. સાથે તેમને એવું પણ જણાવ્યું હતું કે, ગુજરાતના રાજકીય સમિકરણો પણ બદલાય તેવી શક્યતા છે.
જોકે ભરૂચ લોકસભા બેઠક પરથી ચૂંટણી લડવા અંગે અહેમદ પટેલે આ અંગે કોઈ પૃષ્ટિ કરી નથી. અહેમદ પટેલ ભરૂચથી ચૂંટણી લડશે તો કોંગ્રેસમાં નવી ઉર્જા આવશે. અહેમદ પટેલ પાસે રાજનીતિનો બહોળો અનુભવ છે જેનો ગુજરાત કોંગ્રેસને મોટો ફાયદો થશે. અહેમદ પટેલ ભરૂચ બેઠક પરથી લોકસભા ચૂંટણી લડવી કે નહીં તે આગામી 48 કલાકમાં નક્કી કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, અહેમદ પટેલ ઘણાં વર્ષોથી કોંગ્રેસ સાથે જોડાયેલા છે. છેલ્લા 24 વર્ષથી અહેમદ પટેલ રાજ્યસભાના સાંસદ છે. 1989 અને 1991ની લોકસભા ચૂંટણીમાં અહેમદ પટેલે હારનો સામનો કર્યો હતો. અહેમદ પટેલ આ પહેલા પણ ત્રણ વખત લોકસભા ચૂંટણી જીતી ચૂક્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ ફોલો કરી શકો છો.
The post ગુજરાત કોંગ્રેસના ‘ચાણક્ય’ કઇ બેઠક પરથી લડી શકે છે ચૂંટણી?, રાજીવ સાતવનો મોટો ખુલાસો appeared first on Sandesh.
from Gujarat – Sandesh http://sandesh.com/ahmed-patel-will-be-contest-bharuch-lok-sabha-seat/
via Best Gujarati News
0 Comments