ભાજપે ગુજરાતમાં વધુ 4 ઉમેદવારોના નામ કર્યા જાહેર, 3માં અપનાવી નો રિપીટ થિયરી!
લોકસભાની ચૂંટણીને લઇને ગુજરાતમાં રાજનીતિ ગરમાઇ છે. બન્ને પાર્ટીઓ ગુજરાતમાં પોતાના ઉમેદવારોની પસંદગીને લઇને અસમંજસમાં છે. ભાજપે અત્યાર સુધી 3 યાદીમાં 19 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. ભાજપે લોકસભાની ચૂંટણી ગુજરાતના વધુ ચાર નામની જાહેરાત કરી છે.
ભાજપ તરફથી આજે આણંદ, પાટણ, જૂનાગઢ અને છોટા ઉદેપુર બેઠક માટે નામોની જાહેરાત કરવામાં આવી છે. બીજેપીએ જૂનાગઢ બેઠક પરથી વર્તમાન સાંસદ રાજેશ ચુડાસમાને જ ટિકિટ આપી છે. સાથે જ તાલાળા પેટા-ચૂંટણી માટે બીજેપીએ જસા બારડને ટિકિટ આપી છે.
આ બેઠક પર કોંગ્રેસના ધારાસભ્ય ભગવાન બારડ ધારાસભ્ય પદે ગેરલાયક ઠરતા ચૂંટણી યોજાઈ રહી છે. તાલાળા બેઠક પર લોકસભાની સાથે જ ચૂંટણી યોજાશે.
આણંદ લોકસભામાં BJPના ઉમેદવાર તરીકે મિતેશ પટેલ આપતા આણંદથી દિલીપ પટેલનું પત્તું કપાયું છે. ભરતસિંહ ડાભી પાટણ લોકસભાના BJPના ઉમેદવાર તરીકે નિમણૂંક કરવામાં આવી છે. ત્યારથી પાટણથી લીલાધર વાઘેલાનું પત્તું કપાયું છે. જૂનાગઢથી BJPના રાજેશ ચુડાસમાને રિપીટ કરાયા છે, BJPમાં છોટા ઉદેપુર બેઠક પર ગીતાબેન રાઠવાને ટિકિટ આપવામાં આવે છે. છોટા ઉદેપુરથી રામસિંહ રાઠવાનું પત્તું કપાયું છે. તાલાલા પેટાચૂંટણીમાં BJPના જશાભાઈ બારડને ટિકિટ આપવામાં આવી છે.
ભાજપે ચાર બેઠક પર નામ જાહેર કર્યા
આણંદ બેઠક: મિતેષ પટેલ
પાટણ: ભરતસિંહ ડાભી
જૂનાગઢ: રાજેશ ચુડાસમા
છોટા ઉદેપુર: ગીતાબેન રાઠવા
અત્યાર સુધી ભાજપના ઉમેદવારો:
| નંબર | બેઠક | ઉમેદવાર |
| 1 | કચ્છ | વિનોદ ચાવડા |
| 2 | સાબરકાંઠા | દીપસિંહ રાઠોડ |
| 3 | અમદાવાદ પશ્ચિમ | કિરીટ સોલંકી |
| 4 | સુરેન્દ્રનગર | મહેન્દ્ર મુંજપરા |
| 5 | રાજકોટ | મોહન કુંડારિયા |
| 6 | જામનગર | પૂનમબેન માડમ |
| 7 | અમરેલી | નારણ કાછડિયા |
| 8 | ભાવનગર | ભારતીબેન શિયાળ |
| 9 | ખેડા | દેવુસિંહ ચૌહાણ |
| 10 | દાહોદ | જસવંતસિંહ ભાભોર |
| 11 | ભરૂચ | મનસુખ વસાવા |
| 12 | વડોદરા | રંજનબહેન ભટ્ટ |
| 13 | બારડોલી | પ્રભુ વસાવા |
| 14 | નવસારી | સી. આર. પાટીલ |
| 15 | વલસાડ | કે. સી. પટેલ |
| 16 | ગાંધીનગર | અમિત શાહ |
| 17 | બનાસકાંઠા | પરબત પટેલ |
| 18 | પોરબંદર | રમેશ ધડૂક |
| 19 | પંચમહાલ | રતનસિંહ રાઠોડ |
| 20 | આણંદ | મિતેષ પટેલ |
| 21 | પાટણ | ભરતસિંહ ડાભી |
| 22 | જૂનાગઢ | રાજેશ ચુડાસમા |
| 23 | છોટા ઉદેપુર | ગીતાબેન રાઠવા |
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ ફોલો કરી શકો છો.
The post ભાજપે ગુજરાતમાં વધુ 4 ઉમેદવારોના નામ કર્યા જાહેર, 3માં અપનાવી નો રિપીટ થિયરી! appeared first on Sandesh.
from Gujarat – Sandesh http://sandesh.com/lok-sabha-election-2019-bjp-declares-4-candidate-rajesh-chudasama-repeat-from-junagadh/
via Best Gujarati News
0 Comments