અલ્પેશને લઇને CM રૂપાણીએ રોકડું પરખાવ્યું, કોંગ્રેસને લઇને આપ્યું મોટું નિવેદન
કોંગ્રેસના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરને લઇને ગુજરાતમાં ગરમીનો પારો દિવસેને દિવસે વધી રહ્યો છે, ત્યારે ભારે અટકળો વચ્ચે કહેવાઇ રહ્યું છે કે, અલ્પેશ ભાજપ જોઇન કરી શકે છે, આ મુદ્દે આજે રાજ્યના સીએમ વિજય રૂપાણીએ એક નિવેદન આપી અટકળો પર પૂર્ણ વિરામ મૂકી દીધું છે.
આજે સીએમને એક સવાલ પૂછવામાં આવ્યો હતો કે, અલ્પેશ ઠાકોર ભાજપમાં જોડાશે કે કેમ, ત્યારે રૂપાણીએ જણાવ્યું હતું કે, અલ્પેશ ઠાકોરની ભાજપમાં જોડાવાની કોઇ વાત જ નથી. અલ્પેશના રાજીનામાથી કોંગ્રેસને કેટલું નુકસાન થશે તે તેમને પુછો, કોંગ્રેસે જે કર્યું છે તે હવે ભોગવે છે.
બીજી બાજુ અલ્પેશ ઠાકોરે પણ નિવેદન કરેલું છે અને અમારી સાથે પણ કોઇ વાત થઇ નથી. અલ્પેશ જ નહીં ઘણા લોકો કોંગ્રેસથી નારાજ છે અને પોતાની નારાજગી દેખાડી રહ્યાં છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post અલ્પેશને લઇને CM રૂપાણીએ રોકડું પરખાવ્યું, કોંગ્રેસને લઇને આપ્યું મોટું નિવેદન appeared first on Sandesh.
from Gujarat – Sandesh http://sandesh.com/cm-vijay-rupani-cleared-about-alpesh-thakor-will-not-join-bjp/
via Best Gujarati News
0 Comments