ગુજરાતમાં લોકસભાની ચૂંટણીને લઇને ધમધમાટ આખરી પડાવ પર પહોંચી ગયો છે. હાલ ગુજરાતમાં બન્ને પાર્ટીઓના દિગ્ગજ નેતાઓ ક્યાંક વિવાદિત નિવેદનો તો ક્યાંક મતદારોને આકર્ષવા માટે અવનવા અખતરા કરતા નજરે પડી રહ્યા છે. થોડાક દિવસ પહેલા કોંગ્રેસના ધારાસભ્ય ગેનીબેને પીએમ નરેન્દ્ર મોદી વિશે અભદ્ર ટિપ્પણી કર્યા બાદ આજે ફરીથી એક રાજનીતિમાં ગરમાવો આવી જાય તેવું નિવેદન આપ્યું છે.

કોંગ્રેસના ધારાસભ્ય ગેનીબેન ઠાકોર આજે યાત્રાધામ ઢીમામાં પહોંચ્યા હતા. જ્યા તેમણે ધરણીધર ભગવાનના સોગંધ ખાતા હતા. કોંગ્રેસમાં ટિકીટની વહેંચણી થતી હોવાની રાજનીતિ મામલે 5 MLA પર નાણાં લીધાનો આરોપ અને પોતાના ઉપર લાગેલા આક્ષેપોને ખોટા સાબિત કરવા માટે ધરણીધર ભગવાનના સોગંધ ખાતા હતા. તેમને જણાવ્યું હતું. કે, ભાજપના લોકો અમારા ઉપર ગંભીર આક્ષેપો કરી રહ્યા છે. જે તદ્દન ખોટા છે. અમારા ઉપર થઇ રહેલા આક્ષેપો તદ્દન જુઠ્ઠા છે. જો અમે પૈસા લીધા હોય તો ધરણીધર ભગવાન અમારું નખ્ખોદ કાઢે.

ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસના પાંચ ધારાસભ્યોએ પરથીભાઇ પાસેથી 15 કરોડ રૂપિયા લઇ ટિકિટ અપાવી હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યા છે. તેની સોશિયલ મીડિયામાં આરોપોવાળો એક વીડિયો પણ વાયરલ થઇ રહ્યો છે. જોકે, કોંગ્રેસના કયા પાંચ ધારાસભ્યોએ પૈસા લીધા છે, તેનું નામ હજી બહાર આવ્યા નથું.

તમને જણાવી દઇએ કે, થોડાક દિવસ પહેલા વાવના ધારાસભ્ય ગેનીબેન મતદારોને આકર્ષવા માટે પોતાનું સંબોધન આપ્યું હતું. પોતાના નિવેદનમાં ગેનીબેન ભાન ભૂલ્યા હતા, અને પીએમ મોદી વિશે આકરા પ્રહારો કર્યો હતો. ગેનીબેને પોતાના ભાષણમાં પીએમ મોદીનું નામ લીધા વગર આકરા પ્રહારો કર્યા હતા.

તેમને કહ્યું કે, કોંગ્રેસ સહિત આખા દેશને કાળુંનાણું બહારથી લાવવાની કરી હતી. તેમને કૌભાંડીઓને જેલમાં ધકેલવાની વાત કરી હતી, કાળુંનાણું 5 વર્ષમાં તમારા રાજમાં આવ્યું નથી, પરંતુ મારે એમને સીધું પૂછવું છે કે, કાળુંનાણું બહારથી લાવવા કોણે એના બાપાએ ના પાડી હતી કે ના લાવતા. જેવા અપશબ્દો બોલીને જાહેરસભામાં સંબોધન કર્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post ગેનીબેનના બોલ બગડ્યા, કહ્યું-‘જો પૈસા લીધા હોય તો ધરણીધર ભગવાન અમારું નખ્ખોદ કાઢે’ appeared first on Sandesh.



from Gujarat – Sandesh http://sandesh.com/congress-mla-geniben-thakor-statement-about-take-bribe-from-parthibhai/
via Best Gujarati News

0 Comments