અલ્પેશ ઠાકોરને લઇને હાલ ગુજરાતમાં રાજનીતિ દિવસેને દિવસે ગરમાઇ રહી છે. તો કોંગ્રેસ માટે અલ્પેશ માથાનો દુખાવો બનતો જાય છે. કોંગ્રેસ હાઇકમાન્ડે ગઇકાલે (શુક્રવારે) મોટી કાર્યવાહી કરતા બિહારનાં સહપ્રભારી પદેથી હટાવી દીધો છે અને તેના સ્થાને અજય કપૂરની નિમણૂક કરવામાં આવી છે.

બીજી બાજુ અલ્પેશ ઠાકોર કોંગ્રેસમાં વિશ્વાસઘાત… વિશ્વાસઘાત…ના રોદણા વચ્ચે એવું કહી રહ્યો છે કે, અમારી ઠાકોર સેના સાથે અન્યાય કર્યો છે. અલ્પેશ કહે છે કે, મેં કોંગ્રેસના તમામ પદેથી રાજીનામું આપી દીધું છે. ઠાકોર સેનાને લઇને દરરોજ નવા નવા આક્ષેપો કરે છે, ત્યારે હવે ચાણસ્મા ખાતે અલ્પેશનો જ વિરોધ થઇ રહ્યો છે. ઠાકોર એક્તા સમિતિ દ્વારા અલ્પેશનો આજે વિરોધ કરવામાં આવ્યો હતો, અને સમિતિના યુવાનો દ્વારા અલ્પેશ પર મોટા આરોપો લગાવવામાં આવ્યા છે.

સેનાની એકતા સમિતિ આજે આક્ષેપ લગાવતા જણાવ્યું છે કે, અલ્પેશ ઠાકોર સમાજને હાથો બનાવી સમાજમાં જ ભાગલા પડાવતો હોવાનું સેનાએ આક્ષેપ કર્યો છે. અલ્પેશ ઠાકોર દ્વારા સભ્ય ફી ના નામે 100-100 રૂપિયા ઉઘરાવવામાં આવતા હતા, જેનો હિસાબ આજદિન સુધી આપવામાં આવ્યો નથી. અલ્પેશ ઠાકોર લાખો રૂપિયા ચાઉ કરી ગયા હોવાનો સેનાની એકતા સમિતિએ આક્ષેપ કરતા અલ્પેશના માથે વાદળ ફાડ્યા હોય તેવી સ્થિતિ ઉભી થઇ છે.

તેમને વધુમાં કહ્યું કે, આજદિન સુધી અલ્પેશ ઠાકોરે સમાજના નામે રાજનીતિ જ કરી છે, તેના સિવાય સમાજને લઇને કોઇ કાર્યો કે કશું કર્યું નથી. તે માત્ર વાતો કરે છે. તેને અત્યાર સુધી સમાજને એકમંચ પર ભેગો કરવાના બદલે તેને સમાજના ભાગલા પાડ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post અલ્પેશની ધોબીના કૂતરા જેવી હાલત, સેનાએ જ ખોલ્યું અત્યાર સુધીનું મોટું રહસ્ય appeared first on Sandesh.



from Gujarat – Sandesh http://sandesh.com/patan-in-alpesh-thakor-chanasma-thakur-sena-in-opposition/
via Best Gujarati News

0 Comments