શેરબજારમાં ખુશીનો માહોલ, સેન્સેક્સ 38,690 અને નિફ્ટી 11,618 પર ટ્રેડ
શેરબજારમાં આજે ખુલતાની સાથે ઉછાળો જોવા મળતા માર્કેટમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે. જેમાં સેન્સેક્સ +83.68 અંક એટલે કે 0.22 ટકા વધીને 38,690.69 પર અને નિફ્ટી +21.75 અંક એટલે કે 0.19 ટકા વધીને 11,618.45 પર શેરબજાર ટ્રેડ કરી રહ્યું છે.
ઉલ્લેખનિય છે કે ગઇકાલે શેરબજારમાં દિવસના અંતે માર્કેટમાં ધીમી ચાલ જોવા મળી હતી. જેમાં સેન્સેક્સ +21.66 અંક એટલે કે 0.056 ટકા વધીને 38,607.01 પર અને નિફ્ટી +12.40 અંક એટલે કે 0.11 ટકા વધીને 11,596.70 પર આવી શેરબજાર બંધ થયું હતુ. ગઇકાલે શેરબજારમાં દિવસની શરૂઆત લાલ નિશાન સાથે થઇ હતી.
જેથી માર્કેટમાં નિરાશાનો માહોલ જોવા મળ્યો હતો. પણ થોડા સમય પછી શેરબજાર ગ્રીન નિશાન પર આવી ગયુ હતુ. જેમાં સેન્સેક્સ +25.18 અંક એટલે કે 0.065 ટકા વધીને 38,610.53 પર અને નિફ્ટી +11.60 અંક એટલે કે 0.10 ટકા વધીને 11,595.90 પર માર્કેટ ટ્રેડ કરી રહ્યું હતુ. પણ આજે શેરબજાર વધારા સાથે ખુલતા માર્કેટમાં ખુશીનો માહોલ છવાઇ ગયો છે.
સેક્ટોરિયલ ઇન્ડેક્સની સ્થિતિ:
આજે સવારે નિફ્ટી ઓટો 0.04 ટકાની તેજી, નિફ્ટી ફાઇનાન્સ સર્વિસ 0.02 ટકાના ઘટાડો, નિફ્ટી એફએમસીજી 0.31 ટકા તેજી, નિફ્ટી આઇટી 0.44 ટકાનો વધારો, નિફ્ટી મેટલ 0.23 ટકાનો વધારો, નિફ્ટી ફાર્મા 0.47 ટકાની તેજી અને નિફ્ટી રિયલ્ટીમાં પણ 0.16 ટકાના વધારા સાથે માર્કેટ ટ્રેડિંગ કરી રહ્યું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post શેરબજારમાં ખુશીનો માહોલ, સેન્સેક્સ 38,690 અને નિફ્ટી 11,618 પર ટ્રેડ appeared first on Sandesh.
from Business – Sandesh http://sandesh.com/business-news-today-sensex-by-38690-nifty-11618/
via Best Gujarati News
0 Comments