આ દેશએ ખોલ્યા ભારતીયો માટે દરવાજા, કામની સાથે સરળતાથી મળશે નાગરિકતા
અમેરિકા (યુનાઇટેડ સ્ટેટ)એ અહીં આવનારા લોકો માટે વિઝા નિયમોને મજબૂત કર્યા છે, ત્યારે કેનેડા દિલ ખોલીને ભારતીય પ્રતિભાને તેમના દેશમાં તક આપવા તૈયાર છે. કેનેડા ગ્લોબલ ટેલેન્ટ સ્ટ્રીમ (જીટીએસ) નામનું કાયમી પ્રોગ્રામ શરૂ કરશે, જેના દ્વારા લોકો સરળતાથી ત્યાં કામ કરી શકશે. કેનેડાની યોજનામાં કેનેડામાં કામ કરવા ઇચ્છુક વિજ્ઞાન, ટેક્નોલૉજી, એન્જિનિયરિંગ અથવા ગણિત (એસટીઇએમ) બેન્કિંગ જેવા ક્ષેત્રનો અનુભવ ધરાવનારાઓને મોટો ફાયદો થશે. એટલું જ નહિ, યુ.એસ. માં રહેતા ભારતીયો પણ તેનો લાભ લઈ શકે છે.
આ યોજના હેઠળ, રોજગારી આપતા નોકરીદાતાઓ દ્વારા ફાઇલ કરાયેલી અરજીઓ માત્ર બે અઠવાડિયામાં મંજૂર કરવામાં આવશે. આનો વધારાનો ફાયદો એ છે કે જે લોકો જીટીએસ યોજના હેઠળ નોકરી મેળવે છે તેમને માત્ર કેનેડામાં કામનો અનુભવ જ નહીં મળે, પરંતુ એક્સપ્રેસ એન્ટ્રી રૂટ હેઠળ કાયમી નાગરિકતા મેળવવા માટે તેમને પ્રાથમિકતા પણ મળશે. એક્સપ્રેસ એન્ટ્રી રુટ એ પોઇન્ટ-બેસ્ડ આધારિત સિસ્ટમ છે.
કેનેડાના ઇમીગ્રેશન, રેફ્યુજી અને નાગરિકતા (આઇઆરસીસી) ના પ્રધાન અહમદ હુસૈને તાજેતરના બજેટ દસ્તાવેજમાં જણાવ્યું હતું કે, “અમે વૈશ્વિક સ્તરે અમારી વ્યૂહરચના દ્વારા સમગ્ર વિશ્વમાં કુશળતા ધરાવતા લોકોને આકર્ષિત કરીએ છીએ.”
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post આ દેશએ ખોલ્યા ભારતીયો માટે દરવાજા, કામની સાથે સરળતાથી મળશે નાગરિકતા appeared first on Sandesh.
from Business – Sandesh http://sandesh.com/canada-open-its-door-for-indians/
via Best Gujarati News
0 Comments