BSNL એ જાહેર કર્યા ધમાકેદાર પ્લાન, કંપની આપે છે 25 ગણો વધુ ડેટા
તાજેતરમાં સરકારી ટેલીકોમ કંપની બીએસએનએલ ખૂબ જ એક્ટિવ દેખાઇ રહી છે. કંપનીએ તાજેતરમાં કેટલાક પ્લાનમાં ફેરફાર કર્યા છે. તથા કેટલાક નવા પ્લાન પણ જાહેર કર્યા છે. BSNL કંપનીએ આ વખતે STV 35, STV 53 અને STV 395માં ફેરફાર કર્યા છે. અને તેમાં અગાઉ કરતા અનેક ગણો વધારે ડેટા આપી રહી છે.
બીએસએનએલના પહેલા પ્લાન STV 35માં પહેલા 2૦૦ એમબી ડેટા આપવામાં આવતો હતો. તેમાં હવે 5 જીબીનો ડેટા આપવામાં આવે છે. જો કે તેની વેલીડીટી 5દિવસ છે. આમાં ડેટાનો 25 ગણો વધારો થયો છે. પણ વેલીડીટી એટલી જ રાખવામાં આવી છે. બીજા પ્લાન STV 53માં પહેલા 250 એમબી ડેટા અપાતો અને 21 દિવસની વેલીડીટી હતી. પણ હવે તેમાં અનેક ગણો વધારો કરી 8 જીબી ડેટા અપાય છે.
જો કે તેની વેલીડીટી ઘટાડીને 14 દિવસની કરવામાં આવી છે. STV 39ની વાત કરીએ તો આ પ્લાનમાં ગ્રાહકોને અનલીમીટેડ કોલીગ રોમીંગ (દિલ્હી અને મુંબઇ નથી)નો ફાયદો મળે છે. જેમાં 2 જીબી ડેટાના વપરાશ બાદ ઇન્ટરનેટની સ્પીડ 80 કેબીપીએસ થઇ જાય છે. આ પ્લાનની વેલીડીટી 71 દિવસની છે. પહેલા આ પ્લાનમાં ગ્રાહકોને રોજ 2 જીબી ડેટા સાથે ૩૦૦૦મિનિટ ઓન નેટ કોલ્સ અને 18૦૦ ઓફ નેટવોઇસ કોલ્સનો લાભ મળતો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post BSNL એ જાહેર કર્યા ધમાકેદાર પ્લાન, કંપની આપે છે 25 ગણો વધુ ડેટા appeared first on Sandesh.
from Business – Sandesh http://sandesh.com/bsnl-offering-more-data-with-rs-35plan-see-full-information/
via Best Gujarati News
0 Comments