આજથી દેના અને વિજ્યા બેંક BOBમાં મર્જર, જાણી લો નવી બેંકનું નામ શું હશે?
બેન્ક કર્મચારી યુનિયનોના વિરોધ વચ્ચે પણ દેના બેન્ક, વિજ્યા બેન્ક અને બેન્ક ઓફ બરોડાનું મર્જર થયું છે. ૧લી એપ્રિલ, ૨૦૧૯થી વિજ્યા બેન્ક અને દેના બેન્કની તમામ બ્રાંચો બેન્ક ઓફ બરોડાની બ્રાંચ તરીકે ઓળખાશે. બંને બેન્કના તમામ ગ્રાહકો અને ડિપોઝીટરો પણ બેન્ક ઓફ બરોડાના કસ્ટમર તરીકે ગણાશે તેવો પરિપત્ર રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ ૩૦મી માર્ચના રોજ કર્યો છે. બેન્કનું કોમન નામ નક્કી થયું નથી હાલમાં બધી બેન્કો બેન્ક ઓફ બરોડા તરીકે ઓળખાશે.
બેન્ક ઓફ બરોડા સાથે વિજ્યા બેન્ક અને દેના બેન્કના મર્જર અંગે ભારત સરકાર દ્વારા ૨, જાન્યુઆરી ૨૦૧૯ના રોજ ભારતના ગેઝેટમાં બહાર પાડવામાં આવ્યું હતું. જેનો અમલ ૧, એપ્રિલ, ૨૦૧૯થી કરવાનો થતો હતો. મહાગુજરાત બેન્ક યુનિયનના દાવા પ્રમાણે દેના બેન્કની ગુજરાતમાં ૫૫૦, વિજ્યા બેન્કની ૧૧૦ અને બેન્ક ઓફ બરોડાની ૧,૧૦૦ બ્રાંચ છે. દેના અને વિજ્યા બેન્કના બોર્ડની નીચે બેન્ક ઓફ બરોડાનું બોર્ડ લાગી જશે.
આ ત્રણ બેન્ક પૈકી દેના બેન્ક પીસીએમાં મુકાયેલી છે. એક વર્ષ પછી બ્રાંચો બંધ થવાનું શરૂ થશે અને કર્મચારીઓની છટણી શરૂ થશે તેવો ભય યુનિયનોએ વ્યક્ત કર્યો છે. ભૂતકાળમાં બેન્કોના મર્જરથી કોઈ ફાયદો નહીં થયો હોવાનો દાવો યુનિયનો કરી ચૂક્યા છે.
ત્રણેય બેન્કના મર્જરથી ગ્રાહકની સંખ્યા ૧૨૦ મિલિયન થશે
૧લી એપ્રિલથી મર્જરનો અમલ થશે. બેન્કોના મર્જરથી ગ્રાહકોની સંખ્યા ૧૨૦ મિલિયન થઈ જશે. ગુજરાતમાં અમારો માર્કેટ શેર ૨૨ ટકા સુધી પહોંચી જશે. જ્યારે અધર સ્ટેટમાં ૮ થી ૧૦ ટકાનો વધારો થશે. શાખા ડિપોઝીટ હાલમાં ૧.૯૬ લાખ કરોડ છે તે વધીને ૨.૭૬ લાખ કરોડ થશે. લોન ૧.૮ લાખ કરોડ છે તે વધીને ૨.૪૧ લાખ કરોડ થશે. રિટેઈલ અને એમએસએમઈની લોન ૧.૨૯ લાખ કરોડ છે તે વધીને ૨.૧૦ લાખ કરોડ થશે. દેશમાં ૯,૫૦૦થી વધુ બ્રાંચ થશે. ૧૩,૦૦૦થી વધુ એટીએમ ગ્રાહકોને મળશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ ફોલો કરી શકો છો.
The post આજથી દેના અને વિજ્યા બેંક BOBમાં મર્જર, જાણી લો નવી બેંકનું નામ શું હશે? appeared first on Sandesh.
from Business – Sandesh http://sandesh.com/today-dena-and-vijaya-bank-will-be-known-as-the-bank-of-baroda-branch/
via Best Gujarati News
0 Comments