સરકારે સ્થાયી ખાતા સંખ્યા PAN સાથે બાયોમેટ્રિક  સંખ્યા આધારને જોડવાની તારીખની સમયસીમા વધારી દીધી છે. સમયમર્યાદા વધારીને 30 સપ્ટેમ્બર 2019 કરી દેવામાં આવી છે. એક આધિકારીક વક્તવ્યમાં આ જાણકારી દેવામાં આવી છે. સરકારે ગયા વર્ષે જૂનમાં કહ્યું હતું કે, દરેક વ્યક્તિએ 31 માર્ચ સુધી બાયોમેટ્રીક ઓળખાણ વાળું આધાર કાર્ડ પાન કાર્ડ સાથે જોડી લેવું.  

કેન્દ્રીય પ્રત્યક્ષ કર બોર્ડ સીબીડીટીએ આજે બહાર પાડેલા વક્તવ્યમાં કહ્યું કે, જો કોઈ વિશિષ્ટ છૂટ નહીં આપવામાં આવે તો આધાર સંખ્યા વિશે સૂચના દેવા અને પાન કાર્ડને આધાર કાર્ડ સાથે જોડવાની અંતિમ તિથી હવે 30 સપ્ટેમ્બર 2019 છે. જોકે, આની સાથે જ તે પણ કહેવામાં આવ્યું કે, 1 એપ્રિલ 2019થી આયકર રીર્ટન ભરતા સમયે આધાર નંબરનો ઉલ્લેખ અનિવાર્ય હશે.  

સીબીડીટીએ કહ્યું કે, એ પ્રકારના સમાચાર બતાવવામાં આવ્યા હતાં કે, 31 માર્ચ સુધી આધારથી નહીં જોડાયેલા હોય તો તેમને અમાન્ય જાહેર કરી દેવામાં આવશે. આ પછી સરકારે આ મામલે વિચાર કરીને આ તારીખ ને લંબાવીને 30 સપ્ટેમ્બર કરી દેવામાં આવી છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ ફોલો કરી શકો છો.

The post ખુશખબર : PAN-Aadhaar લિંક કરવા મળ્યો વધુ એક મોકો, જાણો ક્યાં સુધી કરાવી શકશો લિંક appeared first on Sandesh.



from Business – Sandesh http://sandesh.com/good-news-pan-aadhaar-got-a-link-to-get-more-opportunities-know-how-long-it-will-be-to-link/
via Best Gujarati News

0 Comments