રાજ્યભરના 2 લાખ કરદાતાઓને ITની નોટિસો, E-Mail ચેક કરી જાણો લો તમે તો નથીને લિસ્ટમાં!
ઈન્કમટેક્ષ વિભાગે ૩૦ અને ૩૧મી માર્ચના રજાના દિવસે ઓફિસો ખુલ્લી રાખી ગુજરાતના આશરે બે લાખ કરદાતાઓને આકારણી વર્ષ ૨૦૧૨-૧૩ની સ્ક્રુટિની માટેની રિ-ઓપન કલમ ૧૪૮ હેઠળની નોટિસો ઈ-મેઈલ મારફતે મોકલી આપી છે.
કેટલાક ફાયનાન્સિયલ ટ્રાન્ઝેકશનો જેવો કે પ્રોપર્ટી, કિંમતી કાર, શેરબજાર, મ્યુચ્યુઅલ ફંડ, કોમોડિટી વગેરેની ખરીદીમાં રૂ.૨ લાખ ઉપર રોકડમાં વ્યવહારો કરનાર, બેંકોમાં ૧૦ લાખ ઉપરની રોકડ રકમ જમા કરાવનારા, ક્રેડિટ કાર્ડથી બે લાખ ઉપરની ખરીદી કરનારા વગેરેની માહિતી ઈન્કમટેક્ષ વિભાગે એકઠી કરી હતી. ઈન્મકટેક્ષ વિભાગે આવા વ્યવહારો કરનારને ફેબ્રુઆરી માસમાં કલમ ૧૩૩ (૬) હેઠળ નોટિસો આપીને આવા રોકાણો અંગેની સ્પષ્ટતા કરવા જણાવ્યું હતુ. જેમાં કેટલાક કરદાતાઓએ જવાબો આપ્યા નહોતા. જયારે જેમણે જવાબો આપ્યા તેમાં સંતોષકારક ખુલાસા નહોતા.
આ પછી ઈન્કમટેક્ષ વિભાગે તમામ કેસો રિ-ઓપન કરવાનું નક્કી કર્યુ હતુ. આ માટે ઈન્કમટેક્ષ વિભાગે જોઈન્ટ કમિશનર તેમજ પ્રિન્સિપાલ કમિશનરની મંજૂરી માટે મોકલી આપ્યા હતા. જે મંજૂરી માર્ચના અંતમાં આવી ગઈ હતી. ઈન્કમટેક્ષ વિભાગે બે દિવસ ઓફિસ ખુલ્લી રાખીને આશરે બે લાખ જેટલા કરદાતાઓને નોટિસ કાઢીને ઈ-મેઈલ ઉપર મોકલી આપી છે.
ગુજરાતમાંથી બે લાખથી વધુ કરદાતાઓને આવી નોટિસો ઈશ્યૂ કરવામાં આવી હોવાનું જાણવા મળે છે. આ નોટિસ મળતા કરદાતાએ તેના ઉપરોકત રોકાણ અંગેના સ્ત્રોત બતાવવા પડશે અને જો આમ નહીં કરે તો આ તમામ આવક તેના રિટર્નમાં ઉમેરી ટેક્ષ અને દંડની વસૂલાત કરવામાં આવશે. આ આકારણી ૩૧મી ડિસેમ્બર ૨૦૧૯ સુધીમાં આવકવેરા વિભાગે પુરી કરવાની રહેશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ ફોલો કરી શકો છો.
The post રાજ્યભરના 2 લાખ કરદાતાઓને ITની નોટિસો, E-Mail ચેક કરી જાણો લો તમે તો નથીને લિસ્ટમાં! appeared first on Sandesh.
from Business – Sandesh http://sandesh.com/notice-two-million-taxpayers-across-the-state-department-inkmateksa/
via Best Gujarati News
0 Comments