ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ (આઇએમએફ) અને વર્લ્ડ બેંકે સમગ્ર વિશ્વની સરકારોને લોનની શરતો વિશે વધુ પારદર્શક બનવા માટે કહ્યું છે. બંને સંગઠનોએ તમામ સરકારોને લોન પર બહુ જ આધાર રાખવા વિશે પણ ચેતવણી આપી છે. આ સંસ્થાઓ માને છે કે દેવાનું ભારણ અને ચિંતાજનક સંજોગો મુશ્કેલીનું કારણ બની શકે છે. તેમણે આ વાત ચીનના દેવાથી વિકાસશીલ રાષ્ટ્રો પર પડતા પ્રભાવને ધ્યાનમાં રાખીને જણાવી છે.

સંસ્થાઓની ગુરુવારે થયેલ ગ્રીષ્મકાલીન બેઠકમાં વિશ્વ બેન્કના નવા નિમાયેલા પ્રમુખ ડેવિડ મલપાસએ ચેતવણી આપી હતી કે 17 આફ્રિકન દેશો પહેલાથી જ દેવાની કટોકટી સામે સંઘર્ષ કરી રહ્યાં છે. અને તેવા દેશોની સંખ્યમાં વધારો થઇ રહ્યો છે. કારણ કે ધિરાણ લેવા માટે પારદર્શકતા રાખવામાં આવતી નથી.

આઇએમએફના પ્રમુખ ક્રિસ્ટીન લેગાર્ડએ જણાવ્યું હતું કે ધિરાણનું ઉચ્ચ સ્તર અને શાહુકારોની સંખ્યા આંતરરાષ્ટ્રીય ધોરણો પ્રમાણે નથી અને તે કોઈપણ દેશને લોન લેવાના પ્રયત્નોને મુશ્કેલ બનાવી શકે છે. ક્રિસ્ટીન લેગાર્ડેના મુજબ, વિશ્વ બેંક અને આઇએમએફ બંને ધિરાણની પ્રક્રિયામાં વધુ પારદર્શિતા લાવવા માટે સાથે મળીને કામ કરી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે સેન્ટર ફોર ગ્લોબલ ડેવલપમેન્ટ રિસર્ચ દ્વારા એક રિપોર્ટ પ્રકાશિત કરવામાં આવ્યો છે અને તેમા જણાવ્યું છે કે વિશ્વના આઠ દેશો ચાઇના પાસેથી લેવામાં આવતા ધિરાણના સંકટમાઆાર થઇ શકે છે. આઠ દેશોમાં તઝાકિસ્તાન, જીબુટી, મોન્ટેનેગ્રો, કિર્ગીઝસ્તાન, મંગોલિયા, લાઓસ સહિત માલદીવ અને પાકિસ્તાનનું નામ અગ્રેસર લેવામાં આવ્યું હતુ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post ચીનનું ધિરાણ ખતરનાક, વિશ્વની સરકારોને આપી આ સંસ્થાઓએ ચેતવણી appeared first on Sandesh.



from Business – Sandesh http://sandesh.com/imf-warns-all-over-world-countries-about-global-economy-facing-threats-regarding-china/
via Best Gujarati News

0 Comments