પરીક્ષાની નિષ્ફ્ળતાએ કરોડપતિ બનાવ્યો
પરીક્ષાઓ પૂરી થઇ છે. હવે થોડા જ વખતમાં લાખ્ખો બાળકોનું ભાવિ નક્કી થઇ જશે. ઘણાં પાસ થઇને પોતાની મનપસંદ લાઇનમાં જઇને આનંદ પામશે, તો કેટલાક વળી પાસ તો થશે, પણ મનપસંદ લાઇન ન મળવાની નિરાશામાં હશે, તો કેટલાંય એવા પણ હશે કે જેઓ નાપાસ થઇને સાવ પડી ભાંગશે, તેમના માતા- પિતાના સપનાં પણ ચકનાચૂર થઇ શકશે. કેમ કે આપણે પરીક્ષા અને સફ્ળતાને જોડી દીધા છે. સારું શિક્ષણ સારી આવક રળી આપે એવી આપણી માન્યતા મહદઅંશે સાચી પડતી જણાય છે, પરંતુ પૈસા અને શિક્ષણને સીધો કોઇ સંબંધ નથી. સાવ અંગૂઠા છાપ લોકો પણ મોટી આવક રળી લેતા હોય છે, તો ઓછું ભણેલાં પણ વધુ કમાતા હોય છે.
દુનિયામાં કેટલાય લોકો એવા છે કે ભણતરમાં ઢ સાબિત થયા હોવા છતાં દુનિયા જેને સફ્ળતા માને છે એવા પૈસા કમાવવા અને સિદ્ધિઓની ટોચે બેઠા હોય છે. ઘણાં ઉદાહરણ આપી શકાય એમ છે. પરંતુ અહીં તો વાત કરવી છે રોબિન હ્યુટસનની.
વર્ગમાં નાપાસ થવાને કારણે ભણતર છૂટી ગયું અને વય પણ એવી કે છોકરીઓ ભણી ચિત્ત વધુ લાગે. એ ખરું કે તેને બીજા કોઇમાં રસ ન હોવા છતાં રસોડામાંની ચીજોને એમતેમ કરવામાં રસ પડતો. એ જોતાં તેની માતાએ ભલે શાળા છૂટી પણ હોટલ અને કેટરિંગનો કોર્સ કરવાની સલાહ આપી. એ કોર્સ કર્યા પછી કંઇ સીધી હોટલ ખોલીને ગલ્લે બેસી જવાનું તેના નસીબમાં ન હતું. એટલા પૈસા હોય તો ભણવાની પણ ક્યાં જરૂર હતી. કોર્સ કર્યા બાદ રોબિને લંડનની ફઇવ સ્ટાર હોટલ ક્લૈરિજમાં વેઇટર તરીકે કામ કરવાની શરૂઆત કરી. એ બાદ તે પેરિસ જઇને ક્રિલિયન હોટલમાં જોડાયો. ૨૩ વર્ષે લંડન પાછા ફ્રીને બર્કલે હોટલમાં રિસેપ્શન મેનેજર તરીકે આગળ વધ્યો. એ કામ છોડીને તે બે વર્ષ બર્મ્યુડા ટાપુ પર પણ કામ કરી આવ્યો. પરંતુ પાછો આવ્યો લંડન જ. હેમ્પશરની એક હોટલમાં જનરલ મેનેજર તરીકે તેણે ફ્રી કામ શરૂ કર્યું. આઠ વર્ષ સુધી એ નોકરી કર્યા બાદ કંઇક તુફની કરતે હૈ એવો વિચાર આવ્યો અને પોતાનું સાહસ કરવા પ્રેરાયો.
એ વખતે તે ત્રીસી વટાવીને ચાળીસી તરફ આગળ વધતો હતો. પરણીને ઠરીઠામ થયો હતો. પરંતુ કંઇક નવું કરવાનું જોમ હતું. હોટલ સાથે જ સંકળાયેલો હોવાને કારણે તેણે એ દિશામાં જ આગળ વધવાનું પસંદ કર્યું હતું. જો કે એ માટે મોટા રોકાણની જરૂર પડે. રોબિને એ માટે તેના મિત્ર ગેરાર્ડ બેસેટ સાથે ટીમ બનાવી. જો કે હોટલ બનાવવા માટે તો લાખોની જરૂર પડે. રોબિન પાસે તો એટલા નાણાં ક્યાં હતા?
રોબિન અ ગેરાર્ડે મિત્રો પાસે ઉછીના લઇને પાંચ લાખ પાઉન્ડ એકત્ર કર્યા. એટલાથી ગાડું થોડું ચાલે? બાકીના સાડા સાત લાખ પાઉન્ડ બેન્ક પાસે લોન લીધી. રોબિનને તેની પત્ની જ્યુડીએ પોતાનું ઘર ગીરવી રાખીને પૈસા આપ્યા. બસ, રકમ મળી ગઇ હવે, હોટલ ડુ વિનના નામે ચેઇન હોટલ શરૂ કરવાનો પાયો નાંખ્યો.
એક હોટલ ભાડે લીધી અને તેના પર હોટલ ડુ વિન શરૂ તો કરી. પરંતુ એ સમય ખરેખર કપરો હતો. વેઇટરથી માંડીને મેનેજર સુધીની તમામ ભૂમિકા બંને મિત્રોએ જ ભજવવાની હતી. સવારથી રાત્રિ સુધી સતત કામ કરીને શરીર પણ જવાબ દઇ દેતું હતું. પરંતુ ગજવે ગૂંજા હતા નહીં, તેથી કર્મચારીઓ રાખવા પોસાય એમ ન હતા. એમ કરતાં વર્ષ તો જેમ તેમ પૂરું કર્યું અને ત્યારે બંને મિત્રોમાં કંઇક રાહત થઇ કેમકે હોટલમાં તેઓ નફે કરી શક્યા હતા. રોબિન અને ગેરાર્ડની ગાડી દોડવા માંડી.
રોબિનને તેના નોકરી સમયના ગાળામાં ન્યૂયોર્કની પિદ રેસ્તોરાંનો એક લગાવ હતો. તેનાથી પ્રેરિત થઇને જ તેણે ચેઇન રેસ્તોરાંનું નામ ધ પિગ હોટલ રાખ્યું.
હોટલ શરૂ તો કરી, પરંતુ બીજા કરતાં કંઇક નવું આપો તો જ ગ્રાહકો આવે એ તો દરેક વ્યવસાયની પહેલી શરત રહે છે. સામાન્ય રીતે પિૃમના દેશોમાં તો હોટલ અને બાર બહુ સામાન્ય બાબત છે. શરાબ પીરસવો લગભગ ફ્રજિયાત જ હોય એમ કહીએ તો ચાલે. પરંતુ અહીં રોબિને શરાબ ભલે વેચાતો હોય, પણ શરાબ કે બિયર જ કંઇ સર્વસ્વ નથી, એ પુરવાર કરવા માટે પોતાની હોટલમાં કોફી અને દૂધ મળે એવી વ્યવસ્થા પણ કરી. બધી મોટી અને મોંઘી હોટલો જ્યારે શરાબ વેચતી હોય ત્યારે દૂધ અને કોફી માટે અલગ કોર્નર રાખવો એ પાગલપન કહેવાય.
રોબિન અને ગેરાર્ડની આ નવી વ્યવસ્થા લોકોમાં ખૂબ જ પ્રચલિત બની. એવી ચાલી કે એક ગ્રૂપે તેને ખરીદવા માટે એવી ઓફ્ર આપી કે રોબિન તે ઠુકરાવી ન શક્યો અને રોબિન કરોડપતિ થઇ ગયો. હોટલ ઇન્ડસ્ટ્રીની એક મેગેઝિને રોબિનની સફ્ળતા અંગે કહ્યું કે, તે નવા મિજાજને સમજી શકે છે, તે જ તેમની સફ્ળતાનો રાઝ છે.
ઓફબીટ :- જિજ્ઞાસા પટેલ ardh@sandesh.com
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post પરીક્ષાની નિષ્ફ્ળતાએ કરોડપતિ બનાવ્યો appeared first on Sandesh.
from Business – Sandesh http://sandesh.com/the-success-of-the-exam-made-a-millionaire/
via Best Gujarati News
0 Comments