શેરબજારમાં ઉછાળો આવ્યો, સેન્સેક્સ +160 અને નિફ્ટી 11,643 પર બંધ
શેરબજારમાં આજે દિવસના અંતે ઉછાળો જોવા મળતા માર્કેટમાં ખુશીનો માહોલ યથાવત રહ્યો છે. જેમાં સેન્સેક્સ +160.10 અંક એટલે કે 0.41 ટકા વધીને 38,767.11 પર અને નિફ્ટી +46.75 અંક એટલે કે 0.40 ટકા વધીને 11,643.45 પર શેરબજાર બંધ થયું છે.
શેરબજારમાં આજે ખુલતાની સાથે ઉછાળો જોવા મળતા માર્કેટમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. જેમાં સેન્સેક્સ +83.68 અંક એટલે કે 0.22 ટકા વધીને 38,690.69 પર અને નિફ્ટી +21.75 અંક એટલે કે 0.19 ટકા વધીને 11,618.45 પર શેરબજાર ટ્રેડ કરી રહ્યું હતુ. ઉલ્લેખનિય છે કે ગઇકાલે શેરબજારમાં દિવસના અંતે માર્કેટમાં ધીમી ચાલ જોવા મળી હતી. જેમાં સેન્સેક્સ +21.66 અંક એટલે કે 0.056 ટકા વધીને 38,607.01 પર અને નિફ્ટી +12.40 અંક એટલે કે 0.11 ટકા વધીને 11,596.70 પર આવી શેરબજાર બંધ થયું હતુ. પણ આજે શેરબજાર વધારા સાથે ખુલતા અને દિવસના અંતે પણ ઉછાળો આવતા માર્કેટમાં ખુશીનો માહોલ છવાઇ ગયો છે.
ટોપ ગેનર:
આઇટીસી, મારૂતિ સુઝુકી, એક્સિસ બેંક, હીરો મોટોકોર્પ, વેદાંત
ટોપ લૂઝર:
ટાટા મોટર્સ, બજાજ ફાઇનાન્સ, ભારતી એરટેલ, લાર્સન, ઇન્ડસઇન્ડ બેંક
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post શેરબજારમાં ઉછાળો આવ્યો, સેન્સેક્સ +160 અને નિફ્ટી 11,643 પર બંધ appeared first on Sandesh.
from Business – Sandesh http://sandesh.com/business-news-today-sensex-by-38767-nifty-11643/
via Best Gujarati News
0 Comments