291 રૂપિયાની રોજની બચત બનાવી દેશે તમને કરોડપતિ, જાણો કયા કરવું પડશે રોકાણ
નોકરી કરતા લોકોના મનમાં હંમેશા આ પ્રશ્ન ઊભો થાય છે કે એવા કયા રોકાણના વિકલ્પો છે જેમાં નાની રકમનું રોકાણ કરી નિયત સમયે તે મોટા ભંડોળમાં રૂપાંતરિત થઇ શકે છે. જો તમે તમારી બધી ભાવિ જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે એક કરોડ રૂપિયાનું ભંડોળ એકત્ર કરવા માંગો છો, તો અમે તમને જણાવીશું કે તમારા રૂપિયાનું ક્યાં રોકાણ કરવું છે જેથી તમારા સપના પૂર્ણ થઈ શકે.
કયા કરવું પડશે રોકાણ?
બજારમાં ઉપલબ્ધ તમામ રોકાણ વિકલ્પોમાં ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડો તમારા રોકાણમાં સૌથી ઝડપી વૃદ્ધિ કરનાર ગણવામાં આવે છે. જો કે, મ્યુચ્યુઅલ ફંડમાં કરવામાં આવેલ રોકાણ ચોક્કસપણે જોખમને આધિન છે, પરંતુ તે રોકાણના પરંપરાગત વિકલ્પોની તુલનામાં લાંબા ગાળામાં શ્રેષ્ઠ વળતર આપે છે. આવા સંજોગોમાં મ્યુચ્યુઅલ ફંડ એવા લોકો માટે ખૂબ જ સારો વિકલ્પ છે જેઓ જોખમો લેવા માગે છે અને ઓછા સમયમાં ઓછા રોકાણમાં તેમના રોકાણોને રૂપાંતરિત કરે છે. મ્યુચ્યુઅલ ફંડોમાં રોકાણ કરવાનો શ્રેષ્ઠ માર્ગ એસઆઇપી છે.
કેવી રીતે મેળવશો મોટું ફંડ?
હંમેશા ધ્યાનમાં રાખો કે જો તમે તમારા રોકાણને મોટા ભંડોળમાં રૂપાંતરિત કરવા માંગો છો, તો તમારે લાંબા સમય સુધી રોકાણ કરવું જોઈએ. પગારમાં વધારો થતાની સાથે તમારે તમારું રોકાણ વધારવાનું ચાલુ રાખવું જોઈએ. તે માટે સારું એ રહેશે કે તમે આ માટે પ્રથમ લક્ષ્ય સેટ કરો અને તે મુજબ રોકાણ શરૂ કરો.
કેટલું રોકાણ તમને બનાશે કરોડપતિ?
જો તમે દરરોજ રૂ. 291 ની બચત કરી શકો છો, તો 20 વર્ષોમાં તમે સરળતાથી કરોડપતિ બની જશો. અમે માનીએ છીએ કે તમને તમારા ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડના વળતર પર વાર્ષિક ધોરણે 13 ટકા વળતર મળશે. તમે દર મહિને રૂપિયા 291ના દરરોજના હિસાબે રૂપિયા 8,730 નું દરમહિને રોકાણ કરો છો. તો 20 વર્ષ પછી 13 ટકા વાર્ષિક વળતર મુજબ, તમને આ નાના રોકાણમાંથી એક કરોડ રૂપિયા મળશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post 291 રૂપિયાની રોજની બચત બનાવી દેશે તમને કરોડપતિ, જાણો કયા કરવું પડશે રોકાણ appeared first on Sandesh.
from Business – Sandesh http://sandesh.com/savings-know-how-to-become-crorepati-in-20-years-and-how-to-become-rich-fast/
via Best Gujarati News
0 Comments