શેરબજારમાં નવેસરની વેચવાલીએ તેજી અટકી
માર્કેટ કોર્નર
। મુંબઈ ।
બીએસઈમાં આજે સેન્સેક્સ ગઈ કાલના ૩૯,૦૫૪.૬૮ના બંધથી ૩૨૩.૮૨ પોઈન્ટ (૦.૮૩ ટકા) ઘટયો હતો. સેન્સેક્સ ૩૯,૧૦૧.૭૮ ખૂલી ઊંચામાં ૩૯,૨૬૨.૨૨ સુધી અને નીચામાં ૩૮,૬૬૩.૯૮ સુધી જઈ અંતે ૩૮,૭૩૦.૮૬ બંધ રહ્યો હતો. આજે સેક્ટરલ ઈન્ડેક્સમાં બેઝિક મટિરિયલ્સ, ઓઈલ એન્ડ ગેસ તેમ જ રિયલ્ટી સિવાય બધા ઈન્ડેક્સ ઘટયા હતા. એસએન્ડપી બીએસઈ સેન્સેક્સની ૩ કંપનીઓ વધી અને ૭ કંપનીઓ ઘટી હતી. આજે માર્કેટ કેપ રૂ.૧૫૨.૫૦ લાખ કરોડ રહ્યું હતું, જે ગઈ કાલે રૂ.૧૫૩.૧૯ લાખ કરોડ હતું. બ્રોડ બેઝ્ડ ઈન્ડાયસીસમાં BSE સેન્સેક્સ ૫૦ ૦.૬૬ ટકા, BSE ૧૦૦ ૦.૬૮ ટકા, બીએસઈ ૨૦૦ ૦.૬૪ ટકા, BSE ૫૦૦ ૦.૫૯ ટકા, BSE લાર્જ કેપ ૦.૬૬ ટકા, BSE ઓલકેપ ૦.૫૭ ટકા, BSE મીડકેપ ૦.૫૮ ટકા અને બીએસઈ સ્મોલકેપ ૦.૦૫ ટકા ઘટયા હતા. સસ્ટેનિબિલિટી ઈન્ડાયસીસમાં બીએસઈ ૧૦૦ ઈએસજી ૦.૭૨ ટકા, બીએસઈ કાર્બોનેક્સ ૦.૬૯ ટકા અને BSE ગ્રીનેક્સ ૦.૩૮ ટકા ઘટયા હતા. થિમેટિક્સ ઈન્ડાયસીસમાં BSE ઈન્ડિયા ઈન્ફ્રાસ્ટ્રક્ચર ૦.૨૩ ટકા, BSE ઈન્ડિયા મેન્યુફ્ક્ચરીંગ ૦.૦૮ ટકા, BSE સીપીએસઈ ૦.૨૪ ટકા અને BSE પીએસયુ ૦.૫૮ ટકા ઘટયા હતા. BSE આઈપીઓ ઈન્ડેક્સ ૦.૬૬ ટકા, BSE એસએમઈ આઈપીઓ ૦.૦૬ ટકા વધ્યા હતા. સેક્ટરલ ઈન્ડાયસિસમાં આજે બેઝિક મટિરીયલ્સ ૦.૩૪ ટકા, ઓઈલ એન્ડ ગેસ ૦.૧૧ ટકા અને રિયલ્ટી ૦.૧૦ ટકા વધ્યા હતા જ્યારે કન્ઝયુમર ડયુરેબલ્સ ૦.૨૦ ટકા, હેલ્થકેર ૦.૨૭ ટકા, કેપિટલ ગુડ્સ ૦.૨૮ ટકા, ઈન્ડસ્ટ્રિયલ્સ ૦.૩૬ ટકા, આઈટી ૦.૩૬ ટકા, યુટિલિટીઝ ૦.૪૨ ટકા, પાવર ૦.૪૨ ટકા, સીડીજીએસ ૦.૪૩ ટકા, ટેક ૦.૬૨ ટકા, એફએમસીજી ૦.૬૬ ટકા, એનર્જી ૦.૭૦ ટકા, ઓટો ૦.૮૦ ટકા, ફઈનેન્સ ૦.૮૮ ટકા, બેન્કેક્સ ૧.૦૨ ટકા, મેટલ ૧.૯૧, ટેલિકોમ ૨.૨૬ ટકા ઘટયા હતા. એસએન્ડપી બીએસઈ સેન્સેક્સમાં સમાવિષ્ટ શેર્સમાં મુખ્યત્વે ભારતી એરટેલ ૧.૦૬ ટકા, ટીસીએસ ૦.૫૪ ટકા અને બજાજ ઓટો ૦.૪૧ ટકા વધ્યા હતા જ્યારે તાતા સ્ટીલ ૨.૭૪ ટકા, વેંદાત ૨.૨૬ ટકા, મારૂતિ ૧.૭૩ ટકા, એસબીઆઈ ૧.૩૭ ટકા, તાતા મોટર્સ ૧.૩૪ ટકા અને સનફર્મા ૧.૩૧ ટકા ઘટયા હતા. આજે બી ગ્રૂપની ૧૦ કંપનીઓને ઉપલી અને ૧૩ કંપનીઓને નીચલી સર્કિટ સહિત બધા ગ્રૂપની કુલ ૨૮૩ કંપનીમાંથી ૧૧૫ કંપનીઓને ઉપલી અને ૧૬૮ કંપનીઓને નીચલી સર્કીટ લાગી હતી. બજારના કેશ સેગમેન્ટમાં કુલ રૂ.૨,૫૮૭.૨૯ કરોડનું ટર્નઓવર થયું હતું. ૨,૮૪૫ કંપનીઓના ૧૩,૧૮,૪૦૨ સોદા દ્વારા કુલ ૧૯.૭૬ કરોડ શેરોનું કામકાજ થયું હતું. ૧૧૦૪ સ્ક્રિપ્સ વધી, ૧૩૯૯ સ્ક્રિપ્સ ઘટી હતી અને ૧૫૫ કંપનીઓ સ્થિર રહી હતી. બજારમાં આજે વિદેશી સંસ્થાકીય રોકાણકારોની લેવાલી રૂ.૫,૨૩૫.૧૬ કરોડ અને વેચવાલી રૂ.૪,૨૬૦.૨૮ કરોડ રહી હતી, જ્યારે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોની લેવાલી રૂ.૩,૧૮૧.૭૭ કરોડ અને રૂ.૩,૮૩૮.૮૩ કરોડની વેચવાલી રહી હતી. કરન્સી ડેરિવેટિવ્સ સેગમેન્ટમાંરૂ.૪૨,૦૭૯.૬૩ કરોડનું કુલ કામકાજ થયું હતું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post શેરબજારમાં નવેસરની વેચવાલીએ તેજી અટકી appeared first on Sandesh.
from Business – Sandesh http://sandesh.com/stock-market-renewed-sell/
via Best Gujarati News
0 Comments