રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના દેવામાં જોરદાર ઉછાળો
। મુંબઈ ।
બજાર મૂડીની દૃષ્ટિએ દેશની સૌથી મોટી કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ( આરઆઈએલ)ને ટેલિકોમ અને રિટેલ બિઝનેસના વિસ્તાર માટે વધારાની મૂડીની અવશ્યકતા છે તેવામાં તેની દેવાની સપાટી વધી ચૂકી છે. કંપનીની રિફાઇનિંગ પાંખ સતત નુકસાન કરી રહી છે તેવામાં દેવા વૃદ્ધિ કંપનીની ચિંતા વધારી શકે છે. કંપની જ્યાં પોતાની ગેસ એસેટ ધરાવે છે તે ક્રિશ્ના ગોદાવરી બસિન અને અમેરિકામાં પણ કંપનીનો હાઇડ્રોકાર્બન શોધન અને ઉત્પાદન બિઝનેસ ભારે નુકસાન કરી રહ્યો છે. વીતેલા બે વર્ષમાં કંપની આ મોરચે રૂપિયા ૩,૦૦૦ કરોડ જેટલો અર્નિંગ લોસ ભોગવી ચૂકી છે. સમીક્ષકોનું કહેવું છે કે રિલાયન્સે તાકીદે આ લિકેજ તરફ ધ્યાન આપવાની જરૂર છે. રિલાયન્સ રૂપિયા ૨,૮૭,૫૦૫ કરોડનું કુલ દેવું ધરાવે છે. રિલાયન્સ જિયોમાં રોકાણ કરવાને કારણે નાણાકીય વર્ષ ૨૦૧૯માં આ દેવામાં રૂપિયા ૬૯,૦૦૦ કરોડ જેટલો વધારો થયો હતો.
રોકડ ભંડોળ આપે છે રાહત
કંપની હિસાબી ચોપડે રૂપિયા ૧,૩૩,૦૨૭ કરોડનું રોકડ ભંડોળ ધરાવે છે તે મુદ્દો જ કંપની માટે રાહતરૂપ છે. આરઆઈએલ રિલાયન્સ જિયોમાં રૂપિયા ૩ લાખ કરોડ તો ગુજરાતના જામનગર ખાતેના પેટ્રોકેમિકલ બિઝનેસના વિસ્તાર માટે રૂપિયા એક લાખ કરોડનો ખર્ચ કરી ચૂકી છે.
જેપી મોર્ગને EPSનો અંદાજ ઘટાડયો
સમીક્ષકો એ બાબત તરફ ઇશારો કરી ચૂક્યા છે કે જિયો ટૂંકાગાળામાં તો આ રોકાણની રિકવરી કરી શકે તેમ નથી. હકીકતે રિલાયન્સે વર્ષ ૨૦૧૯માં ચોથા ક્વાર્ટર( માર્ચ) માટેના રિઝલ્ટ જાહેર કર્યા તે પહેલાં જ જેપી મોર્ગને નાણાકીય વર્ષ ૨૦૧૯- ૨૦ માટે પ્રતિશેર આવક( ઇપીએસ)ના અંદાજોમાં ૨થી ૫ ટકાનો કાપ મૂક્યો હતો. તેણે જણાવ્યું હતું કે કોર કેશ જનરેટિંગ એવો એનર્જી બિઝનેસની નબળાઈઓ પ્રતિ શેર આવક (ઇપીએસ)ને મર્યાદિત રાખશે.
રોકાણ રિક્વરી માટે લાંબો પથ
વ્યાજ, કરવેરા, ડેપ્રીસિયેશન અને એમોટરાઇઝેશન ( ઇબીઆઈટીડીએ) સહિતની વર્ષ ૨૦૧૯ની આવક રૂપિયા ૧૫,૧૦૨ કરોડ રહી છે તો વર્ષ ૨૦૧૮ની આવક રૂપિયા ૬,૭૩૪ કરોડ રહી હતી. વર્ષ ૨૦૧૮ના મુકાબલે વર્ષ ૨૦૧૯ની આવક વધુ રહી હોવા થતાં ઇબીઆઈટીડીએ માર્જિનમાં કોઈ તફાવત નથી જ પડયો. વર્ષ ૨૦૧૮માં ઇબીઆઈટીડીએ માર્જિન ૩૩.૪ ટકા તો વર્ષ ૨૦૧૯માં આ માર્જિન ૩૮.૯ ટકા નોંધાયું હતું. રિલાયન્સ જિયો ૩૦.૬૭ લાખનો કસ્ટમર બેઝ ઊભો કરી શકી છે અને તે આંકડો ભારતી એરટેલથી ખૂબ નજીક છે. પરંતુ વર્ષ ૨૦૧૮ના રૂપિયા ૭૨૩ કરોડના નેટ પ્રોફિટના મુકાબલે વર્ષ ૨૦૧૯માં રૂપિયા ૨,૯૬૪ કરોડનો નેટ પ્રોફિટ જ નોંધાયો હતો. તે હકીકત કહે છે કે રોકાણો રિકવર કરવા માટે જિયોને લાંબી મજલ કાપવી પડશે.
જિયો નબળાઈ ઢાંકી શકે તેમ નથી
જિયો રિલાયન્સ ખૂબ ઝડપથી વૃદ્ધિ કરી રહી છે, પરંતુ કોર બિઝનેસની નબળાઈઓને તે ઢાંકી શકે તેમ નથી.જિયો ૧૫ લાખ સબક્રાઇબર ઊભા કરી શકી છે. આવનારા ૧૮ મહિનામાં તેમાં થોડો વધારો પણ થઈ શકે છે. તેમ જ એ.આર.પી.યુ.એસ.માં પણ સાધારણ વધારો થઈ શકે છે. પરંતુ કોઈ સર્વિસ રેવન્યૂ મોડલ જોવા મળતું નથી. તે બાબત જોખમી કહી શકાય.
જિયો નબળાઈ ઢાંકી શકે તેમ નથી
જિયો રિલાયન્સ ખૂબ ઝડપથી વૃદ્ધિ કરી રહી છે, પરંતુ કોર બિઝનેસની નબળાઈઓને તે ઢાંકી શકે તેમ નથી.જિયો ૧૫ લાખ સબક્રાઇબર ઊભા કરી શકી છે. આવનારા ૧૮ મહિનામાં તેમાં થોડો વધારો પણ થઈ શકે છે. તેમ જ એ.આર.પી.યુ.એસ.માં પણ સાધારણ વધારો થઈ શકે છે. પરંતુ કોઈ સર્વિસ રેવન્યૂ મોડલ જોવા મળતું નથી. તે બાબત જોખમી કહી શકાય.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના દેવામાં જોરદાર ઉછાળો appeared first on Sandesh.
from Business – Sandesh http://sandesh.com/reliance-industries-2/
via Best Gujarati News
0 Comments