પાકિસ્તાને નિયંત્રણ રેખા (એલઓસી) પર થનારા વેપારને સ્થગિત કરવાના ભારતના એક તરફી નિર્ણયને ગુરુવારે વખોડ્યો છે. પાકિસ્તાને ટૂંક સમયમાં જ આ વ્યવસાયને ફરીથી શરૂ કરવાની તેમની આશા વ્યક્ત કરી છે. ભારતે હથિયારો, નકલી નોટ અને માદક દ્રવ્યોના દાણચોરીના અહેવાલો પછી ગયા સપ્તાહે પાકિસ્તાની તરફી નિયંત્રણ રેખા (એલઓસી) પર વેપારને સ્થગિત કરવાનો નિર્ણય કર્યો હતો. પાકિસ્તાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા મોહમ્મદ ફૈઝલએ વેપારના એકપક્ષીય સ્થગિત કરવાના નિર્ણય માટે ભારતની ટીકા કરી હતી.

તેમણે જણાવ્યું હતું કે, “અમે અપેક્ષા રાખીએ છીએ કે આ વ્યવસાય ટૂંક સમયમાં શરૂ થશે કારણ કે તે બંને દેશો વચ્ચે વિશ્વાસ સ્થાપિત કરવાની પહેલ છે.” 2008 માં પાકિસ્તાન સાથે એલઓસી પર બિઝનેસ શરૂ કરવામાં આવ્યો હતો. ભારતે પાકિસ્તાન સાથે નિયંત્રણ રેખા દ્વારા વેપારને રોકી દીધો છે. ગુરૂવારનાં એક સરકારી આદેશમાં કહેવામાં આવ્યું કે તપાસ એજન્સીઓને ખબર પડી હતી કે પાડોશી દેશ દ્વારા હથિયાર, કેફી દ્રવ્યો અને નકલી નાણા માટે આ માર્ગનો દુરઉપયોગ કરવામાં આવે છે, ત્યારબાદ આ પગલું ઉઠાવવામાં આવ્યું હતુ. નિવેદનમાં કહેવામાં આવ્યું કે એક મજબૂત દિશા-નિર્દેશ અને અમલીકરણ સીસ્ટમ તૈયાર કરવામાં આવી રહી છે અને તેને લાગુ કર્યા બાદ વેપાર માર્ગોને ફરી ખોલવાનાં મુદ્દે વિચાર કરવામાં આવશે.

કેન્દ્રીય ગૃહ મંત્રાલયનાં આદેશમાં કહેવામાં આવ્યું કે ભારત સરકાર દ્વારા જમ્મુ-કાશ્મીરનાં ચકન-દા-બાગ અને સલામાબાદમાં એલઓસી વેપારને સ્થગિત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તેમાં કહેવામાં આવ્યું કે, આ કાર્યવાહી એ રીપોર્ટ્સનાં આધારે કરવામાં આવી છે કે પાકિસ્તાનમાં આવેલા તત્વો હથિયારો, નશીલા પદાર્થો અને નકલી નોટો ફેલાવવા માટે આ વેપાર માર્ગનો દુરઉપયોગ કરે છે.

એલઓસી વેપાર અત્યારે બારામૂલા જિલ્લાનાં ઉરીનાં સલામાબાદમાં અને પુંછ જિલ્લાનાં ચકન-દા-બાગમાં 2 વેપારી કેન્દ્રોથી સંચાલિત થાય છે. આ વેપાર અઠવાડિયામાં 4 દિવસ હોય છે અને આ બાર્ટર સીસ્ટમ અને ડ્યૂટી ફ્રી પર આધારિત છે. સરકારે નિવેનદનમાં કહ્યું કે એક મજબૂત દિશા-નિર્દેશ અને અમલીકરણ સીસ્ટમ પર કામ ચાલી રહ્યું છે અને આને અલગ અલગ એજન્સીઓની સલાહથી લાગુ કરવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post LoC પર વેપાર મામલે પાકિસ્તાનનો ‘ઉલ્ટા ચોર કોટવાલ કો ડાટે’ જેવો ઘાટ appeared first on Sandesh.



from Business – Sandesh http://sandesh.com/pakistan-expresses-hope-for-resumption-of-trade-on-loc-in-india/
via Best Gujarati News

0 Comments