તડાફડી :- વિનય દવે

સવાલ 

પ્રેમ, પ્યાર, ઈશ્ક, મહોબ્બત આ બધું શું છે?

(કિશન પટેલ – ગુજરાત)

જવાબ 

સમાનાર્થી શબ્દો

સવાલ 

દુનિયામાં સૌથી મોટું સુખ કયું ?

(ભૌતિક સરધારા – લુણીધાર, અમરેલી)

જવાબ 

કો’ક બરડે ખંજવાળી આપે એ.

સવાલ 

માણસે માનસિક શાંતિ મેળવવા શું કરવું જોઈએ ?

(મેઘા ડણાક – અમદાવાદ)

જવાબ 

કે.બી.સી. યાને કઈ કકળાટ બબાલ છોડો.

સવાલ 

તમને ચૂંટણીની ટિકિટ કેમ નથી મળતી?

(ડી.પી.અસારી – મોડાસા)

જવાબ 

હું માંગતો નથી એટલે.

સવાલ 

પત્નીને શાંત કરવા શું કરવું જોઈએ?

(ધાર્મિક પ્રજાપતિ – મહેસાણા)

જવાબ 

પ્રાર્થના. મનોમન.

સવાલ 

પૈસાથી સંબંધ બગડે છે ?

(દીપક ચૌધરી – અરજણાસર, રાધનપુર)

જવાબ 

આપેલાં કે લીધેલાં ?

સવાલ 

મત માટે કોણ સારું? નેતા કે અભિનેતા?

(જયેશ જમોડ -વીંછીયા, રાજકોટ)

જવાબ 

એ, જેનામાં હોય વેતા.

સવાલ 

ભેંસ પાણીમાં તરે છે, ગાય કેમ તરતી નથી ?

(પારસ છાયાણી – જસદણ)

જવાબ 

ગાયને એકવા ફેબિયા છે.( AQUA PHOBIA માટે ગૂગલ કરી લો)

સવાલ 

છોકરી પાછળ દોડવું જોઈએ કે પૈસા પાછળ?

(મોમીન સાગીર – અમદાવાદ)

જવાબ 

જે પહેલાં પકડાય એમ હોય એની પાછળ.

સવાલ 

બોડીગાર્ડ કાળાં ચશ્માં કેમ પહેરે છે?

(જયપાલસિંહ જાડેજા – ઓઢવ, અમદાવાદ)

જવાબ 

એમણે મોતિયો ઉતરાવેલો હોય છે.

સવાલ 

વિરાટ કોહલી આઈ.પી.એલ. માં કેમ ચાલતો નથી?

(રમેશ ચૌધરી – રતનગઢ, કાંકરેજ)

જવાબ 

અનુષ્કા એની મેચ જોવા નથી આવતી એટલે.

સવાલ 

બદામ ખાવાથી યાદશક્તિ વધે પણ બદામ ખાવાનું જ યાદ ન રહે તો?

(બારૈયા શૈલેષ – વહી શેરી, કલાક)

જવાબ 

મને મોકલાવી દો.

સવાલ 

કવિ અને અનુભવીમાં શું ફ્રક ?

(કૈવલ ચૌધરી – મેઘરજ)

જવાબ 

અનુભવી ઠોકર ખાધાં પછી શીખે. કવિ ઠોકર ખાધાં પછી ખીલે.

સવાલ 

ધન સારું કે જ્ઞાન?

(રમેશસિંહ રાઠોડ – હિંમતનગર)

જવાબ 

જેનાથી ખર્ચા પાણી નીકળે એ.

સવાલ 

તમારો પહેલો પ્રેમ?

(જય વાઘેલા – સુરત)

જવાબ 

એ હતો વ્હેમ.

સવાલ 

આજનો સમાજ કઈ દિશામાં જઈ ઔરહ્યો છે?

(અર્જુનસિંહ દરબાર – ભાભર)

જવાબ 

નૈઋત્ય

સવાલ 

ભુવાઓ વિશે તમારું શું માનવું છે?

(નિસર્ગ ચૌધરી -રાવળાપુરા, મેહસાણા)

જવાબ 

રસ્તા પર પડે છે ભુવા,

એટલા ઊંડા જાણે કૂવા.

સવાલ 

તડાફ્ડીના ખેલમાં કોણ જ્ઞાની? સવાલ પૂછનાર કે જવાબ આપનાર?

(જાદવ જીનલ સતિષભાઈ – પાટણ)

જવાબ 

પેમેન્ટ આપનાર.

સવાલ 

સ્વર્ગ અને નર્ક છે તો ક્યાં છે?

(ધ્રુવિન જોશી – વિસનગર)

જવાબ 

ભેજામાં.

સવાલ 

નામ બદલવાથી જીવનમાં શું થાય?

(પઢીયાર શૈલેષભા – ફ્રિંગી દેવળ, કલાસાર)

જવાબ 

આધારકાર્ડના ઓફ્સિર સાથે બહુ બબાલ.

સવાલ 

ભગવાન એક છે તો એમના નામ જુદાં જુદાં કેમ છે?

(ધ્રુવિન જોશી – વિસનગર)

જવાબ 

ભક્તોની લીલા છે.

સવાલ 

તમારો ફેટો છાપાંમાં કેમ નથી આવતો?

(ચિરાગસિંહ ભાવસિંહ વાળા -કડોદરા, કોડીનાર)

જવાબ 

સમાજમાં ભય ના ફેલાય એટલા માટે.

સવાલ 

કીડીને કણ, હાથીને મણ તો મચ્છરને?

(નિલેશ ચોવટિયા – અમદાવાદ)

જવાબ 

ખણ

સવાલ 

પાકિસ્તાનના દાંત ખાટા કરી નાખવા શું કરવું જોઈએ?

(વત્સલકુમાર કાટબામણા – જૂનાગઢ)

જવાબ 

આંબોળીયા ખવડાવો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post દુનિયામાં સૌથી મોટું સુખ કયું? appeared first on Sandesh.



from Sanskar – Sandesh http://sandesh.com/world-biggest-happiness/
via Best Gujarati News

0 Comments