મનોવૃત્તિ :- ડો. નમિતા ગાંજાવાલા

IN-LAWS BLUES – સાસરાનું નામ પડે એટલે અનેક છોકરીઓના હોશ ઊડી જતા હોય છે. જાણે કે, તમે કોઈ તેમને બીક લાગે, ગભરાવે તેવી વ્યક્તિનું કે જગ્યાનું નામ ના લઇ લીધું હોય!

યેશા અને અનિલના લવ મેરેજ થયા છે. અનિલના ઘરેથી આ સંબંધ માટે મનાઈ હતી. યેશા તેમની કાસ્ટની નહોતી, તેના મમ્મીને પોતાની જ એક બહેનપણીની દીકરી સાથે અનિલના લગ્ન કરાવવા હતા. તેમ છતાં, અનિલ પોતાની વાત પર જ અડગ રહ્યો. તેણે આ વાતે જરા સરખું પણ લેટ ગો ન કર્યું. છેવટે, એકાદ વર્ષની મથામણ બાદ, અનિલના ઘરેથી યેશા સાથે લગ્ન કરવાની પરમિશન મળી ગઈ. મને – કમને પણ, તેના મમ્મીએ યેશાને ઘરમાં પ્રેમથી આવકારી. યેશાને પણ સમજણ ખરી કે પોતે આ ઘરમાં મુશ્કેલીથી આવી શકી છે, આથી, તેનું મન સતત કેવી રીતે અનિલના ઘરના લોકોનું, ખાસ કરીને તેની મમ્મીનું દિલ જીતવું, તેમાં જ રહેતું.

યેશાને તેની મમ્મીના નામ માત્રથી પણ બીક લાગતી. પહેલેથી જ તેનું મન, તેના સાસુ આગળ પાછળ હોય, તો ગભરાતું. તેણે સતત બીક રહેતી કે, પોતે કંઈ ખોટું તો નહીં કરી બેસે ને? પોતાનાથી, તેમને કશું ના ગમે, એવું તો નહીં બોલાઈ જાય ને? તેના સાસુમાં જો તેને બુમ પાડીને બોલાવે, તો તે દોડતી દોડતી પહોંચી જતી. તેમનો દરેક પડયો બોલ ઝીલી લેતી. તેવામાં એકાદવાર, સાસુમાએ તેને કોઈ વાતને લઈને ટોકી. બસ, ત્યારથી, તેના મનમાં ધ્રાસકો બેસી ગયો. તે વધારે ને વધારે તેમનાથી ગભરાવા માંડી. અનિલે તેને અનેકવાર સમજાવી જોઈ કે, મમ્મીથી આવી રીતે ગભરાવાની જરૂર નથી. પણ, યેશાને એવું જ લાગ્યા કરતંુ કે, સાસુમાએ હજુ તેને મનથી અપનાવી નથી. અનિલે તેને કહ્યું કે, એવું હોય તો મમ્મી સાથે આપણે વાત કરીએ, પણ, યેશા તેમ કરવાની પણ ના પાડતી.

અનિલના મમ્મી- પપ્પા લગભગ દર ૨-૩ વર્ષે, અમેરિકા જતા. ૬-૭ મહિના બાદ, સાસુમાને તેમના બહેનને મળવા અમેરિકા જવાનું થયું. તેઓ લગભગ ૫-૬ મહિના ત્યાં રોકાયા. તે જયારે ઘરે નહોતા, ત્યારે યેશા સાવ નોર્મલ હતી. હસી બોલી શકતી. તેની ગભરામણ પણ ક્યાં જતી રહી. અનિલને પણ તેનામાં, તેના વર્તનમાં મોટો બદલાવ દેખાયો. તે હવે ખુશ અને રિલેક્સ દેખાતી. તેવામાં મમ્મીનો ફેન આવ્યો કે, તેમનો ત્યાં રહેવાનો સમય પુરો થઇ રહ્યો છે અને તેઓ ૧૫ દિવસ બાદની ટિકિટ બુક કરાવે છે અને ઘરે પાછા ફરશે. બસ! યેશાના હોશ કોશ ઊડી ગયાં. તેનું મન ફરી ચિંતિત બની ગયું. સાસુમાના આવવાના સમાચાર માત્રથી જ તેની હસી ગાયબ થઇ ગઈ. અનેક નેગેટિવ વિચારો અને ચિંતાઓ તેના મનમાં ઘુમવા માંડયા!

એવું કહેવાય છે કે, મમ્મીનું ઘર એટલે મમ્મીનું ઘર અને સાસરું એટલે સાસરું! છોકરી નાની હોય, ત્યાંથી જ આ વાત તેને વારંવાર , જુદી જુદી રીતે કહેવામાં આવતી હોય છે. મોટી થઈને સાસરે જશે, ત્યારે શું કરશે? જ્યારે જ્યારે તેને ઘરને લગતાં, રસોઈને લગતાં નાના-મોટા કામ શીખવાડવામાં આવે છે, ત્યારે તેનો હેતુ એક જ હોય છે કે, દીકરી સાસરે જાય, ત્યાં તેના પર આવતી જવાબદારીઓ સારી રીતે નિભાવી શકે. જેથી દીકરીને તેના સાસરામાં કોઈ બોલે નહીં કે વઢે નહીં. તેને સાસરામાં પ્રેમથી સ્વીકારવામાં આવે. જો કોઈ છોકરી રસોઈનું કામ કે અન્ય ઘરકામ કરવામાં રસ ન દાખવે, તો તેના ઘરેથી જ તેને વારંવાર ટોકવામાં આવે કે, આ કામ નહિ કરે, તો સાસરે જઈને શું કરશે?

જે છોકરીઓ આવું ટેન્શન ન લેતી હોય, તેમને આવા કોઈ સલાહ સૂચનોથી ફરક નથી પડતો. તેઓ બિન્ધાસ જીવી શકે છે. અથવા તો તેમના સાસુમા જો ખરેખર થોડા કચ કચ કરવાવાળા હોય, તેને ટોકયે રાખતા હોય, કે ખીજાતા રહેતાં હોય તોય, તેઓ તેને નજરઅંદાજ કરી શકતા હોય છે. તેઓ સાસુમાની વાતોને કે સાસરા તરફથી થતી નાની મોટી તકલીફોને ખૂબ સહેલાઈથી ચલાવી લેતા હોય છે. ઇગ્નોર કરવું, બીજા કાનેથી કાઢી નાખવું, જેવા અસંખ્ય મંત્રો તેઓ અપનાવીને બિન્ધાસ જીવી શકતા હોય છે.

પણ, જે છોકરીઓ થોડી સેન્ટી સ્વભાવવાળી હોય, વધુ ઈમોશનલ હોય, જેનામાં આત્મ વિશ્વાસની કમી હોય, કે લઘુતાગ્રંથિથી પીડાતી હોય, કે ડિપ્રેસ્ડ હોય, ચિંતાવાળા સ્વભાવવાળી હોય, કે તેમને કોઈ માનસિક બીમારી હોય, તેમને સાસરે ડીલ કરવામાં તકલીફ પડી શકે. આપણે ઉપર જોયું તેમ, અગર જો સાસરે કમને સ્વીકારવામાં આવ્યા હોય, તોય, તે છોકરીને ત્યાં સેટ થવામાં તકલીફ પડી શકે. યેશાને જોઈ તેમ, સાસુમાથી ખૂબ બીક લાગે, તેવું પણ બની શકે છે. હાલમાં, જયારે કપલ્સ એકલા રહેવાનું પસંદ કરતા હોય છે અથવા તો તેઓ બીજા શહેરમાં, પરિવારથી દૂર રહેતા હોય, તોય સાસરાના નામ માત્રથી બીક લાગતી હોય, એવી અસંખ્ય છોકરીઓ આપણી આજુબાજુ હશે જ. જેમને કાયમ તેમની સાથે નથી રહેવાનું, પણ, જેટલાં દિવસ પણ સાથે રહેવાનું હોય, ત્યારે થોડી ચિંતા થવા માંડે. મન થોડું અસ્વસ્થ રહે, થોડું ડિસ કર્મ્ફ્ટ મહેસૂસ કરે, એવી પણ અસંખ્ય છોકરીઓ છે જ.

આ વાત માત્ર છોકરીઓને નહીં, પણ કેટલાંક છોકરાઓ માટે પણ લાગુ પડતી હોય છે. તમે તમારી આ પ્રકારની બીક કે ચિંતા અંગે, તમારા સાસુમા જોડે વાત કરી શકો છો. તેમાં તમારા હસબન્ડની પણ મદદ લઇ શકાય. તમારા નાના- મોટા નિર્ણયો લેવામાં, તેમની મદદ લો. તેમની વાતથી અસહમત હોવ, તોય, ઝઘડો નહીં કરો. પ્રેમથી અને શાંતિથી.

sanskar@sandesh.com

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post સાસરિયાંની બીક કે ચિંતા શા માટે? appeared first on Sandesh.



from Sanskar – Sandesh http://sandesh.com/what-is-the-reason-2/
via Best Gujarati News

0 Comments