તંદુરસ્તી તમારા હાથમાં :- વેદપ્રકાશ શાસ્ત્રી

ઉનાળાની સીઝનમાં લૂઝ મોશનની સમસ્યા વધારે પ્રમાણમાં થતી જોવા મળે છે. ઉનાળામાં અને ચોમાસાની સીઝન આ બંને એવી સીઝન છે કે જેમાં આ સમસ્યાનો અતિરેક જોવા મળતો હોય છે. કેમ કે આ સીઝનમાં તમે બહારની કોઇ વસ્તુ ખાવ કે તરત ઘણીવાર આ સમસ્યા થઇ જતી હોય છે. પરિણામે શરીરમાંથી પાણી ઓછું થઇ જતાં ડિહાઇડ્રેશન પણ થવાનો ભય સતાવવા લાગે છે. ત્યારે લૂઝ મોશન થાય તો તેને ઠીક કરવા માટેના પાંચ ઘરેલુ ઉપાય વિશે આપણે વાત કરીએ જે ડાયેરિયાની સમસ્યા થતાં તમે તરત ઘરે બેઠાં અજમાવી શકો. ઘણીવાર એવું બનતું હોય છે કે અમુક ઘરેલુ ઉપાયથી પણ સામાન્ય લૂઝ મોશનની તકલીફ દૂર થઇ જતી હોય છે. તેના માટે દવા લેવાની જરૂર નથી હોતી. તો ચાલો લૂઝ મોશનની સમસ્યાને દૂર કરતાં પાંચ ઘરેલુ ઉપાય વિશે વાત કરીએ.

છાશ  

લૂઝ મોશન થવાથી પાણીની કમી થઇ જતી હોય છે. ખાસ કરીને ઉનાળામાં પાણીની કમી લૂઝ મોશન થાય તો વધારે પ્રમાણમાં થઇ જતી હોય છે. તેથી ડાયેરિયા થાય કે તરત એક ગ્લાસ છાશમાં થોડું મીઠંુ અને શેકેલું જીરું નાંખીને પી લો. છાશ પેટ માટે અનુકૂળ બેક્ટેરિયા વિકસિત કરવાનું કામ કરે છે. છાશ અથવા તમે દહીં પણ લઇ શકો છો. છાશ અને દહીં બંનેમાં બેક્ટેરિયા હોય છે, જે પેટમાં એસિટિક એસિડનું ઉત્પાદન કરીને પેટમાં લૂઝ મોશન કરતાં હાનિકારક બેક્ટેરિયાનો નાશ કરે છે. અને ડાયેરિયામાં તરત રાહત મળે છે. તેમજ શરીરમાં પાણીનું પ્રમાણ પણ જળવાઇ રહે છે.

કેળાં  

કેળાં એનર્જી માટેનો સૌથી શ્રેષ્ઠ સ્રોત છે. સાથે સાથે કેળાં પેટની સમસ્યા માટે પણ ઘણાં લાભદાયી છે. તેથી જો ડાયેરિયાની તકલીફ થાય કે તરત જ બે કેળાં ખાઇ લેવા. કેળાંમાં રહેલા ઝિંક, પોટેશિયમ અને મેગ્નેશિયમ પેટની બીજી સમસ્યાની જેમ જ ડાયેરિયાને પણ રોકવાનું કાર્ય કરે છે. કેળાંથી મળ બંધાય છે તેથી જો પાતળા ઝાડા થતાં હોય તો કેળાં ખાવાથી તેમાં રાહત થશે.

લિક્વિડ  

ડાયેરિયા થાય ત્યારે બને ત્યાં સુધી હેવી ખોરાક ખાવાનું ટાળવંુ અને લિક્વિડ વધારે પ્રમાણમાં લેવું. કેમ કે ડાયેરિયા વાટે તમારા શરીરમાંથી પાણી જતું રહેશે, અને તે કારણે શરીરમાં પાણીની ઉણપ સર્જાશે. ઘણીવાર આ તકલીફ વધી જતાં માણસને ડીહાઇડ્રેશન થઇ જતું હોય છે અને તે કારણે તકલીફ ઉભી થતી હોય છે. આમ ન થાય તેમજ પેટમાં હેવી ખોરાક આ સમયે તકલીફ આપે એ માટે ડાયેરિયા થાય એટલે લિક્વિડ લેવાનો આગ્રહ રાખવો જેમ કે પાણી, લીંબુ પાણી, નારિયેળ પાણી, છાશ, દહીં અને લસ્સી પીવાનું રાખવું.

ઇસબગુલ  

ડાયેરિયા થયા હોય અને તરત દવાખાને જઇ શકો તેમ ન હોય તો ઇસબગુલને છાશ કે દહીંમાં નાખીને પી લેવું. ઇસબગુલ ડાયેરિયાને રોકવા માટે ઉત્તમ ઉપાય સાબિત થશે. શરત માત્ર એટલી જ કે ડાયેરિયામાં ભૂલેચૂકેય પાણીમાં નાખીને ઇસબગુલ ન લેવું. કેમ કે પાણીમાં નાખીને લેશો તો તેમાં વધારો થશે. માટે છાશ કે દહીં સાથે જ લેવું. ઇસબગુલ ડાયેરિયા મટાડવા માટેનો સૌથી ઝડપી ઉપાય છે.

બિલ્વનો જ્યૂસ  

બેલ (બિલ્વ)નો જ્યૂસ ડાયેરિયામાં ખૂબ લાભદાયી છે. તેનાથી ડાયેરિયાના કારણે જો અશક્તિ લાગતી હોય તો તેમાં પણ રાહત મળશે અને ડાયેરિયા પણ કંટ્રોલમાં આવી જશે. માટે જો તમારી આસપાસ બિલ્વનું ફળ ઉપલબ્ધ હોય તો તેનો જ્યૂસ પીવાનું રાખવું.

sanskar@sandesh.com

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post લૂઝ મોશન મટાડવાના પાંચ ઘરેલુ ઉપાય   appeared first on Sandesh.



from Sanskar – Sandesh http://sandesh.com/loose-motion-to-five-house/
via Best Gujarati News

0 Comments