લોકસભાની ચૂંટણીમાં બીજા ચરણનાં મતદાનમાં કોંગ્રેસનાં ૫૩માંથી ૪૬ ઉમેદવાર કરોડપતિ
। નવી દિલ્હી ।
લોકસભાની ચૂંટણીમાં બીજા તબક્કાનું મતદાન ૧૮ એપ્રિલે થવાનું છે ત્યારે ૧૩ રાજ્યોની ૯૭ સીટ પર લોકો તેમનાં મતાધિકારનો ઉપયોગ કરવાના છે. ઉમેદવારી પત્ર ભરતી વખતે તેમણે દર્શાવેલી સંપત્તિ મુજબ બીજા તબક્કામાં કોંગ્રેસનાં સૌથી વધુ ઉમેદવારો ધનિક છે. આમાં તામિલનાડુની ક્ન્યાકુમારી સીટ પરના કોંગ્રેસનાં ઉમેદવાર એચ. વસંતાકુમારની સંપત્તિ રૂ. ૪૧૭ કરોડ છે. બીજા નંબરે બિહારની ર્પૂિણયા સીટનાં ઉદયસિંહની સંપત્તિ રૂ. ૩૪૧ કરોડ છે. ત્રીજા નંબરે કર્ણાટકની બેંગ્લુર સીટનાં કોંગ્રેસનાં ઉમેદવાર ડી કે સુરેશની સંપત્તિ રૂ. ૩૩૮ કરોડ છે.
૪૨૩ ઉમેદવારોની સંપત્તિ રૂ. ૧ કરોડથી વધુ
એસોસિયેશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ દ્વારા ઉમેદવારોની એફિડેવિટનું મૂલ્યાંકન કરાયું છે જેમાં બીજા તબક્કામાં ૧૬૪૪ પૈકી ૧૫૯૦ ઉમેદવારોનાં દસ્તાવેજો ચકાસ્યા હતા. જેમાં ૨૭ ટકા એટલે કે ૪૨૩ ઉમેદવારોની સંપત્તિ રૂ. ૧ કરોડથી વધારે છે.
મોટા રાજકીય પક્ષોનાં ઉમેદવારો કરોડપતિ : એડીઆરનાં જણાવ્યા મુજબ કોંગ્રેસનાં ૫૩માંથી ૪૬ ઉમેદવારોની સંપત્તિ રૂ. ૧ કરોડથી વધુ છે. જયારે ભાજપનાં ૫૧માંથી ૪૫ ઉમેદવારોની સંપત્તિ રૂ. ૧ કરોડથી વધુ છે. ડીએમકેનાં ૨૪માંથી ૨૩, અન્નાદ્રમુકનાં તમામ ૨૨, બસપાનાં ૮૦માંથી ૨૧ની સંપત્તિ રૂ. ૧ કરોડથી વધુ છે.
૨૫૧ ઉમેદવારો સામે ક્રિમિનલ કેસ : ૧૫૯૦ ઉમેદવારોમાંથી ૨૫૧ સામે ક્રિમિનસ કેસ કરાયા છે. જેમાં ૧૬૭ સામે ગંભીર ગુનાના કેસ છે. કોંગ્રેસનાં ૧૭, ભાજપનાં ૧૦, બસપાનાં ૧૦, અન્નાદ્રમુકનાં ૩, ડીએમકેનાં ૭, શિવસેનાનાં ૧ ઉમેદવાર સામે ગંભીર પ્રકારનાં ગુનાના કેસ છે. અન્નાદ્રમુકનાં ૨૨માંથી ૦૩ અને ડ્ઢસ્દ્બનાં ૨૪માંથી
કેટલી સીટ પર મતદાન । ૧૮ એપ્રિલે ૧૩ રાજ્યોમાં ૯૭ સીટો પર મતદાન થશે, જેમાં આસામની ૫, બિહારની ૫, છત્તીસગઢની ૩, કાશ્મીરની ૨, કર્ણાટકની ૧૪, મહારાષ્ટ્રની ૧૦, મણિપુરની ૧, ઓડિશાની ૫, તામિલનાડુની ૩૯, યુપીની ૮, પ.બંગાળની ૩, પુડ્ડુચેરીની ૧ સીટનો સમાવેશ થાય છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post લોકસભાની ચૂંટણીમાં બીજા ચરણનાં મતદાનમાં કોંગ્રેસનાં ૫૩માંથી ૪૬ ઉમેદવાર કરોડપતિ appeared first on Sandesh.
from India – Sandesh http://sandesh.com/loksabha-election-second/
via Best Gujarati News
0 Comments