નવી દિલ્હી :

બંધારણના ઘડવૈયા અને ભારતરત્ન ડો. બાબાસાહેબ આંબેડકરની ૧૨૮મી જન્મજયંતીએ રવિવારે રાષ્ટ્રએ આ દલિત સમાજ સુધારકને અંજલિ આપી હતી. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, વડા પ્રધાન નરેન્દ્ર મોદી, બસપાના પ્રમુખ માયાવતી, કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અને વિવિધ પક્ષના નેતાઓએ તેમને અંજલિ આપી હતી. અર્થશાસ્ત્રી ડો. બાબાસાહેબ આંબેડકરે ભારતમાં જાતિવાદ અને છૂતઅછૂતનેખતમ કરવા દલિત બુદ્ધિસ્ટ અભિયાનનો આરંભ કર્યો હતો. તેમની જન્મજયંતીને ભીમ જયંતી તરીકે પણ ઓળખવામાં આવે છે.

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે સંસદભવન પરિસરમાં આવેલી બાબાસાહેબની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. તેમણે ટ્વિટમાં લખ્યું હતું કે તેઓ રાષ્ટ્રના પ્રતીક-પુરૂષ અને બંધારણના શિલ્પી હતા. તેઓ જાતિગત અને અન્ય પૂર્વાગ્રહોથી મુક્ત ભારતના નિર્માણ માટે આજીવન સંઘર્ષ કરતા રહ્યા હતા. તેઓ એવો સમાજ ચાહતા હતા જેમાં મહિલાઓ અને કમજોર વર્ગના લોકોને સમાન અધિકાર મળતો હોય. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બાબાસાહેબ આંબેડકરને અંજલિ આપવાની સાથે એક વીડિયો પણ જારી કર્યો હતો. તેમણે લખ્યું હતું કે બંધારણના નિર્માતા અને સામાજિક ન્યાયના પ્રણેતા બાબાસાહેબ ડો. ભીમરાવ આંબેડકરને એમની જયંતી પર સાદર નમન. જય ભીમ. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે શ્રદ્ધાંજલિ આપતાં લખ્યું હતું કે બાબાસાહેબ આંબેડકરના વિચાર અને એમનું વ્યક્તિત્ત્વ આપણા સૌ માટે પ્રેરણાસ્ત્રોત છે. જીવનના અંત સુધી તેમણે સામાજિક અન્યાયના વિરોધમાં સંઘર્ષ કર્યો. તેમણે સર્વસમાવેશક બંધારણ આપ્યું જેનાથી સમાજના દરેક વર્ગનું કલ્યાણ સંભવ છે. એમને કોટિ કોટિ નમન. બસપાના સુપ્રીમો માયાવતીએ શ્રદ્ધાંજિલ આપતાં ટ્વિટ કર્યું કે એક વ્યક્તિ-એક વોટ અને દરેક વોટનું સમાન મૂલ્ય એ અમૂલ્ય બંધારણીય અધિકાર બાબા સાહેબે આપ્યો છે. એના કારણે સદીઓથી શોષિત પીડિત, પછાત અને ર્ધાિમક લઘુમતીઓને પોતાનું કલ્યાણ જાતે કરવા માટે સત્તાની માસ્ટર કી તેમણે આપી છે, રાહુલ ગાંધીએ ટ્વિટમાં જણાવ્યું કે ડો. બાબા સાહેબ આંબેડકરની જયંતી પર આપણે બંધારણના મૂલ્યો જેવા કે ન્યાય, સમાનતા, સ્વતંત્રતા અને ભાઈચારાને ફરીથી પુનઃ સ્થાપિત કરીએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post પૂર્વ ગ્રહોથી મુક્ત ભારતના નિર્માણ માટે બાબાસાહેબે આજીવન સંઘર્ષ કર્યો : રામનાથ કોવિંદ appeared first on Sandesh.



from India – Sandesh http://sandesh.com/pre-planetary-free-india/
via Best Gujarati News

0 Comments