। કોલકાતા ।

આન્દ્રે રસેલના ઓલરાઉન્ડ પ્રદર્શનના સહારે હાઇ સ્કોરિંગ બનેલી મેચમાં કોલકાતા નાઇટ રાઇડર્સે મુંબઈ ઈન્ડિયન્સને ૩૪ રને પરાજય આપી પ્લે ઓફમાં પ્રવેશવાની આશા જીવંત રાખી છે. કોલકાતાએ પ્રથમ બેટિંગ કરતાં રસેલના ૪૦ બોલમાં અણનમ ૮૦ રન, શુભમન ગિલના ૭૬ રન તેમજ લિનના ૫૪ રની મદદથી બે વિકેટે ૨૩૨ રનનો જંગી સ્કોર ખડક્યો હતો. આ ઉપરાંત ઇડન ગાર્ડન્સના મેદાન પર પણ ઉચ્ચ સ્કોર નોંધાયો હતો. આ પહેલાં અહીં ઉચ્ચ સ્કોર ૨૧૮ રન હતો જે કોલકાતાએ કિંગ્સ ઇલેવન પંજાબ સામે નોંધાવ્યો હતો.

૨૩૩ રનના ટાર્ગેટ સામે મુંબઈ ઈન્ડિયન્સની શરૂઆત ઘણી નબળી રહી હતી અને ટીમે નવ ઓવરમાં ૬૦ રનના સ્કોરે ચાર  વિકેટ ગુમાવી દીધી હતી. મેચ એકતરફી લાગી રહી હતી ત્યારે હાર્દિક પંડયાએ તોફાની બેટિંગ કરતાં ૩૪ બોલમાં ૯૧ રન ફટકારી મુંબઈને મેચમાં લાવી દીધું હતું પરંતુ હાર્દિક આઉટ થયા બાદ કોલકાતાએ મેચ પોતાના નામે કરી લીધી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post કોલકાતાનો સતત છ મેચ બાદ પ્રથમ વિજય appeared first on Sandesh.



from Sports – Sandesh http://sandesh.com/kolkata-constant-six-match-after-p/
via Best Gujarati News

0 Comments