બાર્સેલોના લા લીગામાં ૧૧ વર્ષમાં આઠમી વખત ચેમ્પિયન
। મેડ્રિડ ।
દિગ્ગજ ફૂટબોલર લિયોનેલ મેસ્સીના એક માત્ર ગોલની મદદથી બાર્સેલોનાએ શનિવારે લેવાન્ટેને ૧-૦થી પરાજય આપી ત્રણ મેચ બાકી રહેતાં લા લીગાનું ટાઇટલ નિશ્ચિત કરી દીધું છે. બાર્સેલોનાનું છેલ્લા ૧૧ વર્ષમાં આઠમું ટાઇટલ છે. આ જીતથી બાર્સેલોનાએ બીજા સ્થાને રહેલી એટલેટિકો મેડ્રિડ સામે નવ પોઇન્ટની વિજયી લીડ મેળવી લીધી છે.
આર્જેન્ટિનાના સ્ટાર ખેલાડીએ ૬૨મી મિનિટે કરેલા ગોલની મદદથી બાર્સેલોનાની ટીમ ૧૧ વર્ષમાં આઠમી વખત સ્પેનિશ લીગમાં ચેમ્પિયન બની હતી. બાર્સેલોનાનું આ ૨૬મું ટાઇટલ છે અને તે રિયલ મેડ્રિડ બાદ સૌથી વધુ ટાઇટલ જીતવા મામલે બીજા સ્થાને છે. રિયલ મેડ્રિડે રેકોર્ડ ૩૩ વખત લા લીગાનું ટાઇટલ જીત્યું છે. આ ઉપરાંત મેસ્સી ૧૦ વખત સ્પેનિશ લીગનું ટાઇટલ જીતનાર પ્રથમ ખેલાડી બની ગયો છે.
બાર્સેલોનાની ટીમ હવે બુધવારે લિવરપૂલ સામે ચેમ્પિયન્સ લીગની સેમિફાઇનલમાં ટકરાશે. ટીમનું લક્ષ્ય ચેમ્પિયન્સ લીગની ફાઇનલમાં પહોંચવા પર રહેશે. બાર્સેલોના ૨૦૧૫ બાદ ચેમ્પિયન્સ લીગની ફાઇનલમાં પહોંચી નથી. તે વખતે ટીમે ત્રણેય ટાઇટલ જીત્યા હતા. બાર્સેલોના આ ઉપરાંત ૨૫મી મેના રોજ કોપા ડેલ રે કપની ફાઇનલમાં વેલેન્સિયા સામે ટકરાશે. બાર્સેલોનાની નજર હવે આ બંનેમાં ટાઇટલ જીતવા પર રહેશે.
રોનાલ્ડોના ક્લબ લેવલે ૬૦૦ ગોલ
ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ ક્લબ લેવલે પોતાની કારકિર્દીનો ૬૦૦મો ગોલ નોંધાવ્યો હતો જેની મદદથી યુવેન્ટ્સે ઇન્ટર મિલાન સામેની મેચ ૧-૧થી ડ્રો કરી હતી. રોનાલ્ડોના યુવેન્ટ્સ તરફથી ૨૭ ગોલ થઈ ગયા છે જ્યારે પાંચ ગોલ સ્પોર્ટિંગ લિસ્બન, ૧૧૮ માન્ચેસ્ટર યુનાઇટેડ અને ૪૫૦ ગોલ રિયલ મેડ્રિડ તરફથી નોંધાવ્યા છે. તેનો ૬૦૦મો ક્લબ ગોલ એ જ દિવસે નોંધાયો હતો જે દિવસે મેસ્સીએ ૫૯૮મો ક્લબ ગોલ નોંધાવ્યો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post બાર્સેલોના લા લીગામાં ૧૧ વર્ષમાં આઠમી વખત ચેમ્પિયન appeared first on Sandesh.
from Sports – Sandesh http://sandesh.com/11-in-barcelona-la-liga/
via Best Gujarati News
0 Comments