દિલ્હી કેપિટલ્સે વિરાટ કોહલીની રૉયલ ચેલેન્જર્સ બેંગલોરને રવિવારનાં રમાયેલી મેચમાં 16 રને પરાજય આપ્યો છે. આ હાર સાથે વિરાટ કોહલીની ટીમ પ્લેઑફની દોડમાંથી બહાર થઇ ગઇ છે. બેંગલોર 12 મેચોમાંથી 4 જીત અને 8 મેચ હારીને પ્લેઑફની દોડમાંથી બહાર થઇ ગઇ છે. હવે બેંગલોર પોતાના ઘરઆંગણે 30 એપ્રિલનાં રાજસ્થાન રૉયલ્સ અને 4 મેનાં રોજ સનરાઇઝર્સ હૈદરાબાદ સામે રમશે.

શું હજુ પણ આરસીબી પાસે છે તક?

IPL-12માં 8 મેચ હાર્યા બાદ આરસીબીએ પ્લેઑફમાં પ્રવેશવા માટે બાકીની બંને મેચ જીતવી પડશે, અને કિંગ્સ ઇલેવન પંજાબ અને સનરાઇઝર્સ હૈદરાબાદ સતત 3-3 મેચ હારે છે અને રાજસ્થાન રૉયલ્સ સતત 2 મેચ હારે છે તો કદાચ પ્લેઑફમાં આવી શકે છે. જો કે આ અસંભવ લાગી રહ્યું છે. બીજી તરફ દિલ્હીએ કેપ્ટન શ્રેયસ ઐયર(52) અને શિખર ધવન(50)ની મદદથી બેંગલોરને 16 રને હરાવ્યું છે અને પ્લેઑફમાં જગ્યા મેળવી લીધી છે.

ઉલ્લેખનીય છે કે દિલ્હી 7 વર્ષ પછી ઇન્ડિયન ટી-20 લીગનાં પ્લેઑફ રાઉન્ડમાં પ્રવેશ્યું છે. આ પહેલા દિલ્હી 2012માં પ્લેઑફમાં પહોંચ્યું હતુ. દિલ્હીએ બેંગલોરને 16 રને હરાવીને પોતાનું સપનું સાકાર કર્યું છે, તો બીજી તરફ વિરાટ કોહલીનું પ્લેઑફમાં પ્રવેશવાનું સપનું તુટી ગયું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post 7 વર્ષ બાદ પ્લેઑફમાં પહોંચ્યું દિલ્હી, હજુ પણ વિરાટની ટીમ પાસે છે તક appeared first on Sandesh.



from Sports – Sandesh http://sandesh.com/delhi-capitals-reach-into-playoff-after-7-years/
via Best Gujarati News

0 Comments