આ સપ્તાહે ગ્રહયોગ જોતાં વધઘટે બજાર ટકેલું રહેશે
બજારોનું ભવિષ્ય : અમીષ પટેલ
(તા. ૨૯-૪-૧૯થી તા. ૩-૫-૧૯ સુધીનું)
શેરબજાર : ગત્ સપ્તાહમાં શેરબજારમાં બંને તરફી વધઘટ જોવા મળી. ઈલેક્શનનો માહોલ તથા કંપનીનાં પરિણામોને લીધે બજારમાં અવારનવાર વેચવાલી આવી. બજારમાં ઉછાળો આવ્યો પણ ટક્યો નહીં. બેન્ક શેર તથા મિડકેપ શેરોમાં ભાવ વધુ નરમ જોવા મળ્યા. તો જોઈએ આ સપ્તાહના ગ્રહો બજારને કઈ તરફી લઈ જશે.
આ સપ્તાહના ગ્રહયોગ જોતાં શેરબજારમાં બંને તરફી વધઘટ જોવા મળશે. સપ્તાહના આરંભે સંસ્થાકીય તથા મંદીવાળાની વેચવાલી આવતાં બજાર નરમ રહે. તા. ૨૯, ૩૦ બજારમાં મોટી મંદી જોવા મળે. મંદી પણ લાંબો સમય ટકે નહીં. મીન રાશિમાં શુક્ર, બુધનું ભ્રમણ હોવાથી બજારમાં અવારનવાર સુધારો જોવા મળે. કંપનીના સારા પરિણામ જેવા અનેક સારા કારણો બજારને તેજી તરફી લઈ જાય. સપ્તાહના અંતે બજાર તેજ જોવા મળે. આમ આ સપ્તાહમાં બને તરફી વધઘટ રહે. વધઘટે બજાર ટકેલું રહે તેવું ગ્રહોની દૃષ્ટિએ જણાય છે.
એરંડા, તેલ, તેલીબિયાં : આ સપ્તાહના ગ્રહયોગ જોતાં એરંડામાં બંને તરફી વધઘટ જોવા મળે. સપ્તાહના આરંભે એરંડામાં તેજી જોવા મળે. ઘરાકી નીકળતી જણાય. છતાંય તેજી લાંબો સમય ટકે નહીં. સ્ટોકિસ્ટોની માગ ઘટતાં વધઘટે સપ્તાહના અંતે એરંડામાં મંદી જોવા મળે. ખાદ્યતેલ, સિંગતેલ, અળસી તેલ વગેરેમાં પણ બંને તરફી વધઘટ જોવા મળે. સ્થાનિક તથા દેશાવરની કંઈક અંશે લેવાલી નીકળતી જણાય છતાંય તેજી ટકે નહીં. અળસી, કપાસિયા, રાયડો વગેરેમાં વધઘટે સપ્તાહના અંતે મંદી જોવા મળે.
અનાજ-કઠોળ : આ સપ્તાહના ગ્રહયોગ જોતાં ઘઉં, ચોખા, બાજરી, જુવાર વગેરેમાં તેજી જોવા મળે. સ્થાનિક તથા દેશાવરની માગ વધતી જણાય. ઘરાકી નીકળતી જણાય. સપ્તાહના અંત સુધી અનાજમાં તેજી જોવા મળે. વાલ, વટાણા, મગ, મઠ, ચણા, તુવેર વગેરેમાં પણ તેજી જોવા મળે. સ્ટોકિસ્ટોની લેવાલી નીકળતી જણાય. કઠોળમાં તેજી જોવા મળે.
સોના-ચાંદી : આ સપ્તાહના ગ્રહયોગ જોતાં સોનામાં બંને તરફી વધઘટ જોવા મળે. સપ્તાહના આરંભે સોનામાં તેજી જોવા મળે. ખરીદી નીકળતી જણાય છતાંય નાણાભીડની તીવ્ર અસર કે અન્ય કારણોસર તેજી લાંબો સમય ટકે નહીં. સ્થાનિક તથા દેશાવરની લેવાલીનો અભાવ જણાય. આમ વધઘટે સપ્તાહના અંતે સોનામાં મંદી જોવા મળે. આ સપ્તાહમાં ચાંદીમાં પણ બંને તરફી વધઘટ જોવા મળે. સપ્તાહના આરંભે ચાંદીમાં તેજી જોવા મળે. સ્ટોકિસ્ટોની પૂછપરછ નીકળતી જણાય છતાંય મોટી તેજીના સંજોગો જણાતાં નથી. આમ વધઘટે સપ્તાહના અંતે ચાંદીમાં મંદી જોવા મળે.
રૂ-કાપડ : આ સપ્તાહના ગ્રહયોગ જોતાં રૂમાં મંદી જોવા મળે. રૂની કેટલીક સારી જાતોમાં ખરીદીનો અભાવ જણાય. મિલર્સની માગ ઘટતી જણાય. સપ્તાહના અંત સુધી રૂમાં મંદી જોવા મળે.
આ સપ્તાહમાં કાપડ માર્કેટમાં પણ મંદી જોવા મળે. સ્થાનિક ઘરાકી ઘટતી જણાય. રેડિમેડ ગારમેન્ટ તથા કાપડની કેટલીક સારી જાતોમાં લેવાલીનો અભાવ રહે. છતાંય કોટન કાપડમાં કંઈક અંશે માગ નીકળતી જણાય. છતાંય પાવરલુમ્સ તથા પ્રોસેસ હાઉસમાં કામકાજ ઠંડું જોવા મળે. જેને કારણે કાપડ માર્કેટમાં નિરાશાજનક વાતાવરણ જોવા મળે તેવું ગ્રહોની દૃષ્ટિએ જણાય છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post આ સપ્તાહે ગ્રહયોગ જોતાં વધઘટે બજાર ટકેલું રહેશે appeared first on Sandesh.
from Business @ Sandesh – Sandesh http://sandesh.com/this-week-the-market-will-be-sustained-by-seeing-the-planetary-experiment/
via Best Gujarati News
0 Comments