નિફ્ટી 11,859 પાર થતાં 12,૦૦૦ની જાદુઈ સપાટી સર થશે
ચાર્ટ કોરિડોર : ધર્મેશ ભટ્ટ
બી.એસ.ઈ. ઈન્ડેક્સ (૩૯,૦૬૭) : મિત્રો, બી.એસ.ઈ. ઈન્ડેક્સ ગત્ સંપૂર્ણ સપ્તાહમાં તેના આગલા સાપ્તાહિક બંધ ૩૯,૧૪૦ સામે ૩૯,૧૫૮ના મથાળે ખૂલી વેચવાલી થકી નીચામાં ૩૮,૫૧૮ની નીચી સપાટી સ્પર્શ્યા બાદ ઉછાળા થકી ૩૯,૨૬૨ની સપ્તાહની નવી ઊંચી સપાટી સ્પર્શી વધઘટે અંતે ૩૯,૦૬૭ના મથાળે બંધ રહેલ છે, જે તેના આગલા સાપ્તાહિક બંધ ૩૯,૧૪૦ની સરખામણીમાં ૭૩ પોઈન્ટનો મામૂલી ઘટાડો દર્શાવે છે. સપ્તાહ દરમિયાન ભારે ઈન્ટ્રાડે અફરાતફરીનો માહોલ રહ્યો હતો. ત્રિમાસિક-વાર્ષિક કોર્પોરેટ પરિણામોની અસર ભાવો પર જોવા મળી હતી. એકંદરે આંતરપ્રવાહો સાવચેતીભર્યાંથી સ્થિર જણાય છે.
હવે ચાર્ટની દૃષ્ટિએ ઈન્ડેક્સની ઓવરઓલ ચાલ વિચારીએ તો… ૩૭,૨૦૦ના દરેક ઘટાડે લેવાલી જોવાશે. લેણમાં ૩૦,૦૦૦નો સ્ટોપલોસ રાખવો. ઉપરમાં વધઘટે ૪૩,૮૦૦નો આંક આવશે.
હવે આગામી સપ્તાહ અંગે ઈન્ડેક્સની ચાલ વિચારીએ તો… ૩૯,૧૩૬ તથા ૩૯,૨૬૩ મહત્ત્વની પ્રતિકાર સપાટી ધ્યાનમાં રાખવી. ૩૯,૨૬૩ ઉપર બંધ આવતાં ૩૯,૪૭૩ તથા તે બાદ ૩૯,૬૨૯-૩૯,૭૦૨નો ઝડપી સુધારો જોવાશે. નીચામાં ૩૮,૯૩૪ નજીકનો તથા ૩૮,૭૬૫ મહત્ત્વનો ટેકો છે. લેણમાં ૩૮,૬૬૪નો સ્ટોપલોસ રાખવો. ૩૮,૬૬૪ તૂટતાં ૩૮,૫૫૫ તથા ૩૮,૪૨૭ની નીચી સપાટી આવી શકશે. ઓવરઓલ લેણમાં ૩૮,૩૬૦નો સ્ટોપલોસ રાખવો.
નિફ્ટી મે ફ્યૂચર (૧૧,૮૧૪) : ૧૧,૮૫૯ મુખ્ય પ્રતિકાર સપાટી ધ્યાનમાં રાખવી. જે પાર થતાં ફ્રેશ લેવાલી થકી ૧૧,૯૩૭ તથા ૧૨,૦૨૫નો ઝડપી સુધારો જોવાશે. નીચામાં ૧૧,૭૭૬ નજીકનો તથા ૧૧,૭૪૫ અને ૧૧,૭૨૫ના મહત્ત્વના ટેકાનઘટાડે લેવાલી જોવાશે. લેણમાં ૧૧,૬૩૦નો સ્ટોપલોસ રાખવો.
બેન્ક નિફ્ટી મે ફ્યૂચર (૩૦,૧૭૮) : ૩૦,૦૬૦ તથા ૨૯,૯૮૨ નજીકના તથા ૨૯,૮૬૦ના ઘટાડે લેવાલી જોવાશે. લેણમાં ૨૯,૭૩૫નો સ્ટોપલોસ રાખવો. ઉપરમાં ૩૦,૨૪૭-૩૦,૩૧૫ નજીકની પ્રતિકાર સપાટી છે. ૩૦,૩૧૫ પાર થતાં ૩૦,૪૫૨-૩૦,૫૦૦નો આરંભિક ઉછાળો જોવાશે. જે મુખ્ય પ્રતિકાર સપાટી ધ્યાનમાં રાખવી. ૩૦,૫૦૦ ઉપર બંધ આવતાં ફ્રેશ લેવાલી થકી ૩૦,૬૬૦-૩૦,૭૦૦ તથા તે બાદ ૩૧,૧૦૦નો સુધારો જોવાશે.
આઈસીઆઈસીઆઈ બેન્ક (૪૦૭/૪૦) : ૪૦૫ તથા ૪૦૨ના ઘટાડે લેવાલી જોવાશે. લેણમાં ૩૯૪નો સ્ટોપલોસ રાખવો. ઉપરમાં ૪૧૫/૫૦, ૪૨૨ તથા ૪૩૩નો સુધારો જોવાશે.
ડીસીબી બેન્ક (૨૧૫) : ૨૧૩ તથા ૨૧૦ના ઘટાડે લેવાલી જોવાશે. લેણમાં ૨૦૭નો સ્ટોપલોસ રાખવો. ઉપરમાં ૨૨૨ તથા તે બાદ ૨૨૬ અને ૨૩૨નો સુધારો જોવાશે.
બજાજ ફાઈનાન્સ (૩,૦૯૧) : ૩,૦૭૩ તથા ૩,૦૪૬ના ઘટાડે લેવાલી જોવાશે. લેણમાં ૩,૦૬૨નો સ્ટોપલોસ રાખવો. ઉપરમાં ૩,૧૧૫ પાર થતાં ૩,૧૫૪ તથા ૩,૧૮૮નો સુધારો જોવાશે. નીચામાં ૩,૦૩૨ તૂટતાં ૩,૦૦૩, ૨,૯૭૭ તથા ૨,૯૩૫નો ઘટાડો જોવાશે.
એમસીએક્સ (૮૩૯) : ૮૩૦ નજીકનો તથા ૮૧૯ના મહત્ત્વના ટેકાને ઘટાડે લેવાલી જોવાશે. લેણમાં ૮૦૭નો સ્ટોપલોસ રાખવો. ઉપરમાં ૮૫૫, ૮૮૧ તથા તે ઉપર બંધ આવતાં ૯૨૩નો ઝડપી સુધારો જોવાશે.
ટીસીએસ (૨,૨૩૮) : ૨,૨૧૯ તથા ૨,૧૯૦ના ઘટાડે લેવાલી જોવાશે. લેણમાં ૨,૧૬૦નો સ્ટોપલોસ રાખવો. ઉપરમાં ૨,૨૭૩નો આરંભિક સુધારો જોવાશે. ૨,૨૭૩ ઉપર બંધ આવતાં સુધારો ઉપરના મથાળે ટકી આગળ વધશે અને ૨,૪૨૦નો વધુ સુધારો જોવાશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post નિફ્ટી 11,859 પાર થતાં 12,૦૦૦ની જાદુઈ સપાટી સર થશે appeared first on Sandesh.
from Business @ Sandesh – Sandesh http://sandesh.com/nifty-11859-will-cross-12000-magical-surfaces/
via Best Gujarati News
0 Comments