F&O ફંડા  : જતિન સંઘવી

મીડ-કેપ ઉપર નજર :  સેન્સેક્સ અને નિફ્ટીએ વિક્રમજનક સ્તરોને હાંસલ કર્યાં બાદ બુલિશ કોન્સોલિડેશન તબક્કામાં પ્રવેશ્યાં છે. સૂચકાંકો ટ્રેડિંગ રેન્જમાં છે અને ૨૦ ડીએમએ દ્વારા બાઉન્ડ્રી નિર્ધારિત થઇ છે, જે મજબૂત સપોર્ટ આપવાની સાથે-સાથે ટ્રેડિંગ રેન્જની ઉપર બાજૂએ રેઝિસ્ટન્સની ભુમિકા પણ ભજવશે. બુલિશ બ્રેકઆઉટ બાદ નિફ્ટી ૧૨૨૧૧-૧૨૨૩૨ના ટાર્ગેટને હાંસલ કરી શકે છે, જ્યારે કે બેરિશ બ્રેકઆઉટની સ્થિતિમાં નિફ્ટી ૧૧૩૧૧ના લોવર બોટમને ટેસ્ટ કરી શકે છે. આશ્ચર્યજનક રીતે બંન્ને સૂચકાંકોએ વિક્રમજનક સ્તરોને હાંસલ કર્યાં છતાં પણ મીડ-કેપ અને સ્મોલ-કેપ તેજીમાં સામેલ થયાં નથી. મીડ-કેપ ઇન્ડેક્સ ટોચના સ્તરેથી ૧૬ ટકા દૂર છે અને તેમાં બુલિશ બ્રેકઆઉટ જોવા મળી શકે છે, જેના કારણે મીડ-કેપ સ્ટોક્સને બળ મળી શકે છે.

કેન્ડલસ્ટિક અભ્યાસ :  દૈનિક ચાર્ટ્સ ઉપર સેન્સેક્સ અને નિફ્ટીએ વ્હાઇટ બોડી કેન્ડલ તથા બુલિશ હરામી પેટર્નનું નિર્માણ કર્યું છે, પરંતુ સાઇડવે કોન્સોલિડેશનને કારણે તેને મહત્વતા આપી શકાય નહીં. સાપ્તાહિક ચાર્ટ્સ ઉપર સૂચકાંકોએ સ્પિનિંગ ટોપ (સેન્સેક્સ-બ્લોક બોડી, નિફ્ટી-વ્હાઇટ બોડી)નું નિર્માણ કર્યું છે. લોંગ લોવર શેડો નીચેના સ્તરે લેવાલીનો સંકેત આપે છે. આમ દૈનિકની તુલનામાં સાપ્તાહિક કેન્ડલસ્ટિક તેજી તરફી વલણની સંભાવના વધુ પ્રબળ રીતે દર્શાવે છે.

ટ્રેડિંગ રેન્જ ૧૧૮૫૦-૧૧૫૫૦ : સેન્સેક્સ ૩૯૫૦૦-૩૫૦૦ એટલે કે ૧૦૦૦ પોઇન્ટ્સ તથા નિફ્ટી ૧૧૮૫૦-૧૧૫૫૦ એટલે કે ૩૦૦ પોઇન્ટ્સની ટ્રેડિંગ રેન્જમાં જળવાઇ રહ્યાં છે. ટ્રેડિંગ રેન્જની ઉપરની બાજૂએ વિક્રમજનક સ્તરે બેરિશ કેન્ડલસ્ટિક પેટર્નનું નિર્માણ થયું છે, જે રેઝિસ્ટન્સ તરીકે કામ કરશે. એકવાર સૂચકાંકો આ રેઝિસ્ટન્સને પાર કરે તો સેન્સેક્સ ૪૧૦૫૩ અને નિફ્ટી ૧૨૨૩૨ના પેટર્ન ટાર્ગેટને હાંસલ કરે તેવી શક્યતા છે. નીચેની બાજૂએ બ્રેકઆઉટને પગલે સેન્સેક્સ ૩૭૬૬૭ અને નિપ્ટી ૧૧૩૧૧ના હાયર બોટમ સપોર્ટને ટેસ્ટ કરી શકે. સેન્સેક્સમાં ૩૭૨૩૦-૩૭૧૦૬ અને નિફ્ટીમાં ૧૧૨૨૭-૧૧૧૮૦ વચ્ચેની બુલિશ ગેપ મજબૂત સપોર્ટ ઝોન તરીકે કામ કરશે.

બુલિશ પેટર્ન ટાર્ગેટઃ ૧૨૨૧૧-૧૨૨૩૨ :  સેન્સેક્સ અને નિફ્ટી બંન્નેએ બુલિશ ફ્લેગ પેટર્ન પૂર્ણ કરી છે તેમજ જો સેન્સેક્સ ૩૮૪૬૦ અને નિફ્ટી ૧૧૫૪૯ની ઉપર જળવાઇ રહે તો આ પેટર્ન પ્રમાણે સેન્સેક્સનો ટાર્ગેટ ૪૦૮૭૩ અને નિફ્ટીનો ટાર્ગેટ ૧૨૨૧૧ છે. આ પહેલાં સૂચકાંકોએ બુલિશ બ્રેકઆઉટ આપ્યાં બાદ બુલિશ કપ એન્ડ હેન્ડલ પેટર્ન સમાપ્ત થઇ હતી, જે પ્રમાણે સેન્સેક્સનો ટાર્ગેટ ૪૧૦૫૩ અને નિફ્ટીનો ટાર્ગેટ ૧૨૨૩૨ છે. સેન્સેક્સ અને નિફ્ટી બંન્ને સાઇડવે કોન્સોલિડેશનમાં છે અને એકવાર તે પૂર્ણ થયાં બાદ સૂચકાંકો ઉપરોક્ત દર્શાવેલા ટાર્ગેટ્સને હાંસલ કરવાની દિશામાં આગેકૂચ કરશે.

તેજીનું વલણ : બંન્ને સૂચકાંકોએ ૨૦ ડીએમએ (સેન્સેક્સ-૩૮૮૨૭ અને નિફ્ટી-૧૧૬૫૫)ની ટૂંકાગાળાની સરેરાશને ટેસ્ટ કરીને તેની ઉપર બંધ આવ્યાં છે. આ ઉપરાંત બંન્ને સૂચકાંકો ૨૦૦ ડીએમએ (સેન્સેક્સ-૩૬૫૮૭ અને નિફ્ટી-૧૧૦૦૭)ની લાંબાગાળાની સરેરાશ તથા ૫૦ ડીએમએ (સેન્સેક્સ-૩૭૬૧૨ અને નિફ્ટી-૧૧૨૯૮)ની મધ્યમગાળાની સરેરાશ ઉપર પણ જળવાઇ રહ્યાં છે. આમ લાંબા, મધ્યમ અને ટૂંકાગાળાનું વલણ તેજીમય જોવાઇ રહ્યું છે.

તેજીનો સંકેત આપતાં ઓસિલેટર્સ  :  એમએસીડી સેલ મોડમાં છે, જ્યારે કે પ્રાઇઝ આરઓસી પોઝિટિવ તથા બાય મોડમાં છે. આરએસઆઇ (૬૦) મજબૂત તેજીનું સૂચન કરે છે. સ્ટોકેસ્ટિક ઓસિલેટર %K (૫૧) એ %Dની ઉપર છે અને તેથી બાય મોડમાં છે. એડીએક્સ (૩૪) મજબૂત આગેકૂચનો સંકેત આપે છે. દિશાસૂચક સૂચકાંકો બાય મોડમાં છે કારણકે +DI એ -DIની ઉપર છે. એમએફઆઇ (૬૬) પોઝિટિવ મની ફ્લો સૂચવે છે. ઓબીવી બુલિશ ટ્રેન્ડ સાથે સતત હાયર ટોપ હાયર બોટમ ફોર્મેશન બનાવી રહ્યું છે. આમ મોટાભાગના ઓસિલેટર્સ તેજી તરફી વલણની સંભાવના દર્શાવે છે.

ઓપ્શન વિશ્લેષણ

મે શ્રેણી માટેના ઓપ્શન આંકડા ૧૨૦૦૦ની સ્ટ્રાઇક ઉપર હાઇએસ્ટ કોલ ઓપન ઇન્ટરેસ્ટ અને ૧૧૦૦૦ની સ્ટ્રાઇક ઉપર હાઇએસ્ટ પુટ બિલ્ડ-અપનો સંકેત આપે છે. આમ ઓપ્શન આંકડા ૧૨૦૦૦ના રેઝિસ્ટન્સ અને ૧૧૦૦૦ના સપોર્ટ પ્રમાણે ટ્રેડિંગ રેન્જની સંભાવના વ્યક્ત કરે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post ટોચના સ્તરો હાંસલ કર્યાં બાદ સૂચકાંકો ટ્રેડિંગ રેન્જમાં appeared first on Sandesh.



from Business @ Sandesh – Sandesh http://sandesh.com/top-levels-achieved/
via Best Gujarati News

0 Comments