અર્થ અને તંત્ર : અપૂર્વ દવે

નાણાં વગરનો નાથિયો અને નાણે નાથાલાલ. નાથિયાઓને નાથાલાલ બનાવવાના લક્ષ્ય સાથે કાર્યરત નેશનવાઇડ બિલ્ડિંગ સોસાયટીએ હાલમાં પોતાના કાર્યમાં ટેક્નોલોજીનો સાથ લીધો હોવાથી ‘અર્થ અને તંત્ર’ માટે એ ઉપયુક્ત વિષય ઠરે છે.

બ્રિટનના સામાન્ય નાગરિકોને બચત કરવા માટે પ્રોત્સાહન આપનાર અને કરજ માટે મદદ કરનાર આ સામૂહિક નાણાકીય સંસ્થાએ અદ્યતન ટેક્નોલોજી અને આધુનિક જમાનાનાં ફ્નિટેક સ્ટાર્ટઅપની મદદ લેવાનું શરૂ કર્યું છે. તેણે ગયા વર્ષે ૩૦ લાખ પાઉન્ડની એક સ્પર્ધા રાખી હતી, જેમાં ફ્નિટેક સ્ટાર્ટઅપ્સે ઓપન બેન્કિંગ આધારિત એપ્સ બનાવવાની હતી, જે નાણાકીય રીતે કમજોર લોકોની મદદ કરી શકે. આ પગલું ભરવા પાછળનું તેનું કારણ સ્પષ્ટ હતું: એક સમયે બ્રિટનમાં બેન્કિંગ સેવાઓનો ઉપયોગ માત્ર શ્રીમંતો કરતા હતા. નેશનવાઇડ બિલ્ડિંગ સોસાયટીએ સામાન્ય માણસોને બચત અને કરજની સેવાઓ પૂરી પાડવાના ઉદ્દેશ્ય સાથે કામકાજ શરૂ કર્યું હતું. અત્યારે પણ એ ભારતના નાણાકીય સર્વસમાવેશ એટલે કે ફઇનાન્શિયલ ઇન્ક્લૂઝનના અભિયાન જેવું અભિયાન બ્રિટનમાં ચલાવી રહી છે.

અત્યારે બ્રિટનમાં દર ચારમાંથી એક પરિવારના લોકો એટલે કે ૧.૨૭ કરોડ લોકો નબળી નાણાકીય સ્થિતિ ધરાવે છે. તેમને સહાયભૂત થવાનું તેનું લક્ષ્ય છે. તેની આ પહેલ સરકારના નાણાકીય સર્વસમાવેશ માટેના કાર્યક્રમનો હિસ્સો પણ છે. આ યોજના હેઠળ સરકાર લોકોને તેમનાં નાણાંનો વહીવટ વ્યવસ્થિત રીતે કરવા પ્રેરે છે.સરકારની આ યોજના ખરેખર ઉપયોગી થનારી છે, કારણ કે અત્યારે બ્રિટનમાં સરેરાશ દરેક પરિવાર પર ૧૫,૪૦૦ પાઉન્ડનું દેવું છે. પરિણામે, અત્યારે બ્રિટનની મોટાભાગની વસતી આર્થિક સંકડામણનો અનુભવ કરી રહી છે.

નેશનવાઇડ બિલ્ડિંગ સોસાયટી જેવી ૧૩૦ વર્ષ જૂની સંસ્થા જ સામૂહિક કલ્યાણના આ કામમાં પહેલ કરી શકે છે. તેણે સ્ટાર્ટઅપ્સ માટે યોજેલી સ્પર્ધાના અંતે ટુલી નામનું સ્ટાર્ટઅપ હવે બ્રિટનના કરજગ્રસ્ત નાગરિકો માટે ઓપન બેન્કિંગ ટેક્નોલોજી લઈ આવવાની છે. લોકોને તેમની નાણાકીય સ્થિતિનું ભાન થાય તથા તેઓ કરજમુક્ત થવા માટે કઈ રીતે આગળ વધી શકે તેની માહિતી અને માર્ગદર્શન મળે એ માટે ટુલી હવે કામ કરશે. ઓપન બેન્કિંગ હેઠળ થર્ડ પાર્ટીને લોકોના બેન્કિંગ ડેટાની વિગતો મળે છે. એ ડેટાના આધારે જનતાને માર્ગદર્શન આપી શકાય છે. આ ઓનલાઇન ર્સિવસ હેઠળ દરેક યૂઝરને તેનો પોતાનો ફઇનાન્શિયલ પ્લાન જાણવા મળે છે. સાથે જ તેના માટે ખાસ તૈયાર કરવામાં આવેલી સલાહ તેને આપવામાં આવે છે, જેથી તેને કરજમુક્ત થવામાં મદદ મળે.

જનતા કરજમુક્ત રહે તો જ વધુ કાર્યક્ષમ રીતે કામ કરી શકે છે અને તો જ દેશના વિકાસમાં સહભાગી થઈ શકે છે. આથી નેશનવાઇડ બિલ્ડિંગ સોસાયટીએ ઓપન બેન્કિંગ દ્વારા કરેલી પહેલ આગામી દિવસોમાં સમગ્ર બ્રિટનને આર્થિક મુશ્કેલીમાંથી ઊગરવામાં મદદ કરશે એવું ચોક્કસ માની શકાય.

ભારતમાં પણ આવી એક સોસાયટીની જરૂર છે, કારણ કે અત્યારે લોકોમાં નાણાકીય જ્ઞાનનો ઘણો અભાવ છે. નાણાં હોવા છતાં તેના વહીવટ વિશેની સમજનો અભાવ છે. આવા સંજોગોમાં નાણાંનો ઉપયોગ દેશના વિકાસમાં કેવી રીતે કરી શકાય તેનું માર્ગદર્શન મળે એ જરૂરી છે. ઓપન બેન્કિંગ સ્વરૂપે ટેક્નોલોજી આ કામમાં ઉપયોગી થઈ શકે છે એ આપણે બ્રિટનના ઉક્ત ઉદાહરણ પરથી જોઈ શકીએ છીએ. ઓપન બેન્કિંગ પણ અત્યંત રસપ્રદ વિષય હોવાથી આવતા વખતે આપણે તેની વાત કરીશું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post નાથિયામાંથી નાથા- લાલ બનાવવા લીધો ટેક્નોલોજીનો સાથ! appeared first on Sandesh.



from Business @ Sandesh – Sandesh http://sandesh.com/nathia-natha-red-banana/
via Best Gujarati News

0 Comments