કોમોડિટી કરંટ : કમલ શર્મા

કોમોડિટી એક્સચેન્જ એનસીડેક્સે દેશભરના અનેક કારોબારીઓની ફરિયાદ ઉપર વિચાર કરતાં ઓગસ્ટ વાયદાથી કડપા વેરાઇટીને પોતાના હળદર વાયદાના કોન્ટ્રાક્ટ નોટમાંથી બાકાત કર્યું છે. ઉલ્લેખનીય છે કે હળદર વાયદામાં મંદીવાળાઓના આ હથિયારની વાર્તા રસપ્રદ છે. કોમોડિટી એક્સ્ચેન્જ એનસીડેક્સે ઘણાં વર્ષોથી હળદર વાયદામાં કડપા વેરાઇટીને રાખ્યું હતું, જ્યારે કે દેશભરમાં તેનું ઉત્પાદાન માત્ર ૧-૧.૫૦ લાખ બોરી થાય છે. સામાન્ય રીતે આપણા દેશમાં હળદરનું ઉત્પાદન ૮૦-૮૫ લાખ બોરી (પ્રતિબોરી ૭૦ કિલો) થાય છે. આમ તમે સમજી શકો કે માત્ર ૧-૧.૫૦ લાખ બોરી પેદા થતાં કડપા હળદર સમગ્ર કારોબાર અને ખેડૂતોનું ભાગ્ય નક્કી કરતી હતી.

મહત્ત્વપૂર્ણ છે કે કડપા હળદરની ખપત માત્ર જાપાનમાં થાય છે. ભારતમાં તેનો ઉપયોગ થતો નથી, પરંતુ મંદીવાળાઓનો એક વર્ગ ખુબજ ઓછું ઉત્પાદન ધરાવતી આ વેરાઇટીને એક્સચેન્જમાં સામેલ કરીને પોતાની ગેમ રમતાં હતાં. હળદરના વાયદાની સમાપ્ત ઉપર જ્યારે ડિલિવરીનો સમય આવતો ત્યારે કારોબારી કડપાની ડિલિવરી લેવાથી પાછળ હટી જતાં અને આ વાત મંદીવાળા ઓપરેટર જાણતાં હતાં કે ડિલિવરી કોઇ લેશે નહીં અને પરિણામે તેની ડિલિવરી લઇ લેતાં.

દેશમાં સૌથી વધુ નિઝામાબાદ સિંગલ પોલિશ્ડ હળદર આવે છે. નિઝામાબાદ વેરાઇટીનું ઉત્પાદન ૧૭-૧૮ લાખ બોરી થાય છે અને ભારત સહિત સમગ્ર વિશ્વમાં તેની માગ વધુ છે. હળદરના વાયદાનો આધાર નિઝામાબાદ સિંગલ પોલિશ્ડ હળદર હોવો જોઇએ. ત્યારબાદ રાજાપુરીને સામેલ કરવામાં આવ્યો છે, જેનું ઉત્પાદન લગભગ ૧૧.૫૦ લાખ બોરી આસપાસ રહે છે. એનસીડેક્સે હળદરના નવા વાયદા કોન્ટ્રાક્ટ નોટમાં રાજાપુરી હળદર ઉપર ૧૦ ટકા પ્રીમિયમ રાખ્યું છે, જે પહેલાં ૧૨ ટકા હતું. જ્યારે કે નિઝામાબાદ સિંગલ પોલિશ્ડ હળદર ઉપર ૪ ટકા પ્રીમિયમ છે. હળદરના વાયદાનો આધાર બનાવા રાજાપુરી ઉપર પ્રીમિયમ ૬ ટકા થઇ જશે. હળદર વાયદામાં બસમત પાઉડર ક્વોલિટીનું પ્રીમિયમ ૧૦ ટકાથી ઘટાડીને ૪ ટકા કરવાની માગ કરવામાં આવી હતી, જેને એનસીડેક્સે માની લીધી છે.કારોબારીઓનું કહેવું છે કે હળદરના વાયદામાંથી કડપાને દૂર કરવાથી નિઝામાબાદ સિંગલ પોલિશ્ડ અને રાજાપુરી વેરાઇટીને સામેલ કરવાથી આ વાયદાની વિશ્વસનીયતા વધશે તેમજ ખેડૂતો, કારોબારીઓ અને હેઝર્સની ભાગીદારી પણ વધશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post હળદરના વાયદામાંથી કડપા વેરાઇટી બાકાત કરાઈ appeared first on Sandesh.



from Business @ Sandesh – Sandesh http://sandesh.com/turmeric-futures-kadapa-va/
via Best Gujarati News

0 Comments